INDvsAUS: નટરાજન અને શાર્દૂલનો 16 સભ્યોમાં સમાવેશ, શામી અને ઉમેશના સ્થાન પર મળી શકે છે તક

ઓસ્ટ્ર્લીયા પ્રવાસ (Australia Tour) પર ટેસ્ટ સીરીઝ (Test Series) રમી રહેલી ભારતીય ટીમમાં રોહિત શર્મા (Rohit Sharma) સહિત ત્રણ ખેલાડીઓ જોડાઇ ગયા છે. ઇજાને લઇને બહાર થયેલા ઉમેશ યાદવ ( Umesh Yadav) ના સ્થાન પર ટી નટરાજન (T Natarajan) ને મહંમદ શામી (Mohammad Shami) ના સ્થાન પર શાર્દૂલ ઠાકુર (Shardul Thakul)ને 16 સભ્યોમાં સમાવેશ કરવામાં […]

INDvsAUS: નટરાજન અને શાર્દૂલનો 16 સભ્યોમાં સમાવેશ, શામી અને ઉમેશના સ્થાન પર મળી શકે છે તક
T Natarajan & Shardul Thakur ..
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Jan 02, 2021 | 8:25 AM

ઓસ્ટ્ર્લીયા પ્રવાસ (Australia Tour) પર ટેસ્ટ સીરીઝ (Test Series) રમી રહેલી ભારતીય ટીમમાં રોહિત શર્મા (Rohit Sharma) સહિત ત્રણ ખેલાડીઓ જોડાઇ ગયા છે. ઇજાને લઇને બહાર થયેલા ઉમેશ યાદવ ( Umesh Yadav) ના સ્થાન પર ટી નટરાજન (T Natarajan) ને મહંમદ શામી (Mohammad Shami) ના સ્થાન પર શાર્દૂલ ઠાકુર (Shardul Thakul)ને 16 સભ્યોમાં સમાવેશ કરવામાં આવ્યા છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે (BCCI) આ અંગે ઘોષણાં કરી હતી.

બંને ટીમો વચ્ચે 4 ટેસ્ટની સીરીઝ 1-1 થી બરાબરી પર છે. બોર્ડર ગાવાસ્કર ટ્રોફીની બીજી મેચ મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાઇ હતી. જેમાં ભારતીય ટીમે 8 વિકેટે જીત મેળવી હતી. જ્યારે સીરીઝની પ્રથમ મેચ ઓસ્ટ્રેલીયાએ 8 વિકેટે જીતી હતી. સીરીઝની ત્રીજી ટેસ્ટ મેચ 7 જાન્યુઆરીથી સિડનીમાં યોજાનારી છે, જ્યારે અંતિમ ટેસ્ટ મેચ 15 જાન્યુઆરીએ બ્રિસબેનમાં યોજાનારી છે.

રોહિત શર્મા ટીમ ઇન્ડીયાના વાઇસ કેપ્ટન પદ સાથે ટીમમાં જોડાયો છે. બીજી ટેસ્ટમાં ચેતેશ્વર પુજારા વાઇસ કેપ્ટન હતો અને જેમાં ટીમ ઇન્ડીયાએ જીત નોંધાવી હતી. રોહિત શર્મા ટીમ ની સાથે હવે ટ્રેનીંગ પણ શરુ કરી ચુક્યો છે. પ્રથમ ટેસ્ટ બાદ નિયમીત કેપ્ટન વિરાટ કોહલી પેટરનીટી લીવ પર ભારત પરત ફર્યો છે. જેની ગેરહાજરીમાં ઓસ્ટ્રેલીયા પ્રવાસમાં હાલમાં અજીંક્ય રહાણે કેપ્ટનશીપ સંભાળી રહ્યો છે.

ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં

નટરાજન અને શાર્દૂલ ઠાકુર મર્યાદિત ઓવરોની સીરીઝ બાદ ટીમ મેનેજમેન્ટે તેમને ઓસ્ટ્રેલીયામાં જ રોકી લીધા હતા. તેઓ નેટ બોલરના રુપે ટીમમાં જોડાયેલા હતા. તેઓ હવે ઉમેશ અને શામીનુ સ્થાન મેળવશે. ઉમેશ અને શામી હવે ફિટ થયા બાદ નેશનલ ક્રિકેટ એકેડમીમાં ટ્રેનિંગ કરશે.

મુંબઇના ઓલરાઉન્ડર શાર્દૂલને સિડની ટેસ્ટમાં પ્લેયીંગ ઇલેવનમાં તક મળી શકે છે.. તે પેસર હોવાની સાથે તે લોઅર ઓર્ડરમાં સારી બેટીંગ પણ કરી શકે છે. બીસીસીઆઇના સુત્રએ હાલમાં જ એક સમાચાર સંસ્થાને કહ્યુ હતુ કે લોકો ટી નટરાજનને લઇને ખુશ અને ઉત્સુક છે. પરંતુ તેણે તામિલનાડુ માટે માત્ર એક જ પ્રથણ શ્રેણીની ક્રિકેટ મેચ રમી છે.

શાર્દૂલ અનેક સિઝનમાં મુંબઇ માટે રેડ બોલ ક્રિકેટ રમી રહ્યો છે. તેણે વેસ્ટઇન્ડીઝ સામે મળેલા મોકોને બદકિસ્મતી થી ઇજાને લઇને ગુમાવ્યો હતો. તે એક ઓવર પણ પુરી કરી શક્યો નહોતો. તે અત્યાર સુધીમાં 62 પ્રથમ શ્રેણીની મેચ રમી ચુક્યો છે. જેમાં તે 206 વિકેટ ઝડપી ચુક્યો છે. તેમ જ પાંચ અર્ધશતક પણ લગાવી ચુક્યો છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">