INDvsAUS: ઓસ્ટ્રેલિયામાં પ્રથમવાર ભારતીય ખેલાડીનો વિક્રમ, પહેલા લીધી 3-3 વિકેટ, પછી ફટકાર્યા 50-50 રન

ઓસ્ટ્રેલિયા (Australia) સામેની બ્રિસ્બેન ટેસ્ટ (Brisbane Test) માં મુશ્કેલીમાં મુકાયેલી ભારતીય ટીમ (Team India) , ત્રીજા દિવસના અંતે મજબૂત સ્થિતિમાં જોવા મળી રહી છે. ભારતીય ટીમે ત્રીજા દિવસે ફક્ત 186 રનમાં 6 વિકેટ ગુમાવી દીધી હતી.

INDvsAUS: ઓસ્ટ્રેલિયામાં પ્રથમવાર ભારતીય ખેલાડીનો વિક્રમ, પહેલા લીધી 3-3 વિકેટ, પછી ફટકાર્યા 50-50 રન
Shardul Thakur and Washington Sundar

ઓસ્ટ્રેલિયા (Australia) સામેની બ્રિસ્બેન ટેસ્ટ (Brisbane Test) માં મુશ્કેલીમાં મુકાયેલી ભારતીય ટીમ (Team India) , ત્રીજા દિવસના અંતે મજબૂત સ્થિતિમાં જોવા મળી રહી છે. ભારતીય ટીમે ત્રીજા દિવસે ફક્ત 186 રનમાં 6 વિકેટ ગુમાવી દીધી હતી. પરંતુ શાર્દુલ ઠાકુર (Shardul Thakur) અને વોશિંગ્ટન સુંદર (Washington Sundar) એ શતકીય ભાગીદારીથી ભારતને ભીંસમાંથી બહાર નિકાળી દીધુ હતુ. ઓસ્ટ્રેલિયન ટીમે મોટી લીડ મેળવવાની આશાઓ પર બંનેએ અડધી સદી ફટકારી પાણી ફેરવી દીધુ હતુ. સુંદરે એક અદ્ભુત પરાક્રમ કર્યું હતું, જે આ પહેલા ઓસ્ટ્રેલિયાની ધરતી પર ક્યારેય બન્યું ન હતું.

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચાર મેચની શ્રેણીની નિર્ણાયક ટેસ્ટ બ્રિસ્બેનમાં રમાઈ રહી છે. મેચમાં ઓસ્ટ્રેલિયાએ ત્રીજા દિવસે પ્રથમ સત્રમાં મજબૂત સ્થિતીમાં લાગતુ હતું. પરંતુ દિવસની રમતના અંત સુધીમાં ભારતે જોરદાર વાપસી કરી હતી. પ્રથમ ઇનિંગમાં ઓસ્ટ્રેલિયાના 369 રનના જવાબમાં ભારતે 336 રન બનાવ્યા હતા. પ્રથમ ઇનિંગ્સમાં 33 રનની લીડ મેળવી ઓસ્ટ્રેલિયાએ ચોથા દિવસે કુલ 54 રનથી આગળ થયુ હતુ.

ઓસ્ચટ્રેલીયામાં એવુ પહેલી વાર થયુ છે કે, કોઇ ટેસ્ટમાં જ્યારે બે ખેલાડીઓ એ ત્રણ વિકેટ ઝડપી હોય, સાથે જ અર્ધશતકીય પારી પણ રમી હોય. બ્રિસબેનમાં પોતાના કેરીયરની પ્રથમ ટેસ્ટ મેચ રમવા ઉતરેલા વોશિંગ્ટન સુંદરે બોલીંગ કરતા ત્રણ વિકેટ ઝડપી હતી. સાથે જ શાનદાર બેટીંગ કરીને ભારતીય ટીમને મુશ્કેલ સ્થિતીમાંથી ઉગાર્યુ હતુ. સુંદરે ત્રણ વિકેટ હાંસિલ કરવા સાથે 62 રન બનાવ્યા હતા.

તો કેરીયરની બીજી ટેસ્ટ રમી રહેલા શાર્દુલ ઠાકુરે પણ પ્રથણ પારીમાં ત્રણ વિકેટ ઝડપી હતી. અને બાદમાં બેટીંગ કરતા 67 રન કર્યા હતા. ભારત તરફ થી પ્રથમ દાવમાં સૌથી મોટી પારી શાર્દુલે રમી હતી. બંને એ બેટીંગ કરતા 7 મી વિકેટ માટે 123 રનની ભાગીદારી રમત રમી હતી. 1991માં કપિલ દેવે અને મનોજ પ્રભાકર સાથેનો 58 રનનો રેકોર્ડ પણ પોતાને નામે કરી દીધો હતો.

Click on your DTH Provider to Add TV9 Gujarati