ઈગ્લેન્ડ સામેની પ્રથમ ટેસ્ટ મેચમાં ભારતની 227 રને શરમજનક હાર

ભારત સામેની પ્રથમ ટેસ્ટ મેચમાં ઈગ્લેન્ડની જીત
India Vs England 2021 ચેન્નાઈ ટેસ્ટમાં ભારત ઈગ્લેન્ડ સામે 227 રને હાર્યુ. પ્રઠમ ટેસ્ટ મેચમા ઈગ્લેન્ડે, મેચ જીતવા માટે ભારતને 420 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. પરંતુ ભારત 192 રન જ કરી શક્યુ. આમ ભારતની વિરાટ સેનાનો ઈગ્લેન્ડ સામે 227 રને નાલેશીભરી હાર થઈ છે.
India Vs England 2021 ઈગ્લેન્ડ સામે ચેન્નાઈમાં રમાઈ રહેલી પ્રથમ ટેસ્ટમાં ભારતની નાલેશીભરી હાર થઈ છે. ઈગ્લેન્ડે ટેસ્ટ મેચ જીતવા માટે ભારત સામે 420 રનનો પહાડ જેટલો લક્ષ્યાંક મૂક્યો હતો. આ લક્ષ્યાંકને પાર કરવામાં વિરાટસેના નબળી પૂરવાર થઈ છે. અને એક પછી એક વિકેટ ગુમાવતુ રહ્યું. વિરાટ કોહલીની કેપ્ટનશીપ સામે ફરીથી સવાલો ઉભા કરવામાં આવી રહ્યા છે.