ભારતની દીકરીએ પેરા વર્લ્ડ કપમાં રચ્યો ઈતિહાસ, Prachi Yadav બ્રોન્ઝ મેડલ જીત્યો

પ્રાચી યાદવ (Prachi Yadav)પહેલા કોઈ પણ ભારતીય મહિલા ખેલાડીએ વર્લ્ડ કપમાં મેડલ જીતવાની સિદ્ધિ મેળવી ન હતી. તેમના સિવાય પુરૂષ ખેલાડીઓએ આ વર્લ્ડ કપમાં શાનદાર પ્રદર્શન કર્યું છે.

ભારતની દીકરીએ પેરા વર્લ્ડ કપમાં રચ્યો ઈતિહાસ, Prachi Yadav  બ્રોન્ઝ મેડલ જીત્યો
ભારતની દીકરીએ પેરા વર્લ્ડ કપમાં રચ્યો ઈતિહાસ, Prachi Yadav બ્રોન્ઝ મેડલ જીત્યો
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 30, 2022 | 4:53 PM

Prachi Yadav : ઈન્ડિયન પ્રીમિયર લીગના રોમાંચમાં ભારત મગ્ન હતું ત્યારે ભારતની એક દીકરીએ ઈતિહાસ રચી દીધો. તેમણે આ ઈતિહાસ ભારતમાં નહીં પરંતુ વિદેશની ધરતી પર રચ્યો છે.પેરા એથ્લેટ પ્રાચી યાદવે એ કામ કરી બતાવ્યું જે કોઈ પણ રીતે આસાન નથી. તેમના પહેલા કોઈ ભારતીયે પણ આ કામ કર્યું ન હતું. પેરા કેનો એથ્લેટ પ્રાચી યાદવે (Prachi Yadav) પોલેન્ડના પોન્ઝનાનમાં રમાયેલ પેરા કેનો વર્લ્ડ કપની મહિલા VL2 200 (Para canoe World Cup VL2 women’s 200m) મીટર સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ જીત્યો છે અને આવું કરનાર તે પ્રથમ ભારતીય છે. તેના પહેલા આ વર્લ્ડ કપમાં કોઈએ મેડલ જીત્યો ન હતો.

પ્રાચીએ 1:04.71 સેકન્ડના સમય સાથે બ્રોન્ઝ મેડલ જીત્યો. તેણે કેનેડાની સિલ્વર મેડલ વિજેતા બ્રિઆના હેનેસી (1:01.58 સેકન્ડ) અને સુવર્ણ ચંદ્રક વિજેતા ઓસ્ટ્રેલિયાની સુઝાન સેપલ (1:01.54 સે) પાછળ રહી. 26 મેથી શરૂ થનારી અને રવિવારે સમાપ્ત થનારી સ્પર્ધામાં આ ભારતનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન છે.પ્રાચીએ ટોક્યો પેરાલિમ્પિક ગેમ્સમાં સેમિફાઇનલમાં જગ્યા બનાવી હતી પરંતુ તે તેનાથી આગળ વધી શકી ન હતી.

પુરૂષ ખેલાડીઓએ પણ પોતાની તાકાત બતાવી હતી

જ્યારે મનીષ કૌરવ (KL મેન્સ 200 મીટર ) અને મનજીત સિંહ (VL2 મેન્સ 200 મીટર) ટૂર્નામેન્ટના ઈતિહાસમાં પ્રથમ વખત પોતપોતાની ઈવેન્ટની ફાઇનલમાં પ્રવેશ્યા હતા. જયદીપ VL3 પુરૂષોની 200 મીટર ઈવેન્ટની સેમીફાઈનલ માટે ક્વોલિફાઈ થઈ ગયો હતો પરંતુ તેનાથી આગળ વધી શક્યો ન હતો.

સલમાન ખાનના બોડીગાર્ડ શેરાનું વાર્ષિક પેકેજ છે કરોડો રુપિયા, જુઓ ફોટો
ઉનાળામાં ગાય - ભેંસના દૂધ ઉત્પાદનમાં ઘટાડો જોવા મળે છે ? તો આ ટીપ્સ અપનાવો
Jaya Kishori પહેરે છે આ ખાસ વોચ, કિંમત અને ફિચર્સ જાણો
આજનું રાશિફળ તારીખ : 16-04-2024
UPSCની તૈયારી કરતાં લોકો ગાંઠ બાંધી લો વિકાસ દિવ્યકીર્તિ સરની આ 6 વાત
સાવધાન રહેજો! ગુજરાતમાં હીટવેવના ખતરા વચ્ચે સરકારનો એક્શન પ્લાન તૈયાર

આ મેડલ મને આત્મવિશ્વાસ આપશે

પ્રાચીએ મેડલ જીત્યા બાદ કહ્યું કે તેને આની આશા નહોતી. અંગ્રેજી અખબાર ધ ન્યૂ ઈન્ડિયન એક્સપ્રેસ મુજબ પ્રાચીએ કહ્યું કે, હું મારી લાગણીઓ વ્યક્ત કરી શકતી નથી. જ્યારે હું અહીં આવી ત્યારે મારા મગજમાં એવું હતું કે હું અમુક પોઈન્ટ મેળવી શકું. પરંતુ ત્રીજા સ્થાને રહ્યા બાદ, મેં પેરિસ પેરાલિમ્પિક ગેમ્સ માટે ક્વોલિફાય કરવાના મારા લક્ષ્યને હાંસલ કરવા માટે મક્કમ થઈ. જ્યારે હું કેનેડામાં 3જીથી 7મી ઓગસ્ટ દરમિયાન યોજાનારી વર્લ્ડ ચેમ્પિયનશિપમાં પ્રવેશીશ ત્યારે આ મેડલ મને આત્મવિશ્વાસ આપશે. હું પ્રયાસ કરીશ કે મને ત્યાં પણ પોડિયમ મળે.

પેરિસના સપના તરફનું એક પગલું

કોચ વીરેન્દ્ર કુમાર દબાસના કહેવા પર પ્રાચી 2018માં પેરાકોનમાં શિફ્ટ થઈ હતી. આ પછી તે ગ્વાલિયરથી ભોપાલ જતી રહી. તેને અહીં લઈ જવામાં કોચ મયંક ઠાકુરે મહત્વની ભૂમિકા ભજવી હતી. મયંક ઈન્ડિયન પેરાકોનના ચેરમેન પણ છે. અખબારે મયંકને ટાંકીને લખ્યું કે, “આ પેરિસના સપના તરફનું એક પગલું છે. આ વખતે અમે માત્ર ક્વોલિફાય કરવા નથી ઈચ્છતા પણ મેડલ પણ જીતવા ઈચ્છીએ છીએ.

Latest News Updates

ચૈત્રી નવરાત્રીની આઠમે પાવાગઢમાં ઉમટ્યા માઈભક્તો, કરાયા વિશેષ હોમ હવન
ચૈત્રી નવરાત્રીની આઠમે પાવાગઢમાં ઉમટ્યા માઈભક્તો, કરાયા વિશેષ હોમ હવન
નિમુબેનની સભામાં ક્ષત્રિય સમાજના યુવકોએ બતાવ્યા કાળા વાવટા- Video
નિમુબેનની સભામાં ક્ષત્રિય સમાજના યુવકોએ બતાવ્યા કાળા વાવટા- Video
આ આંદોલન સ્વયંભુ, એક બે લોકોના કહેવાથી બંધ નહીં થાય- શક્તિસિંહ ગોહિલ
આ આંદોલન સ્વયંભુ, એક બે લોકોના કહેવાથી બંધ નહીં થાય- શક્તિસિંહ ગોહિલ
ભાજપના ઉમેદવારોએ સભા, રેલી યોજ્યા બાદ ભર્યા ફોર્મ- જુઓ Video
ભાજપના ઉમેદવારોએ સભા, રેલી યોજ્યા બાદ ભર્યા ફોર્મ- જુઓ Video
ગુજરાતમાં કોંગ્રેસ નહીં ખોલાવી શકે ખાતું, tv9નો ઓપિનિયન પોલ, જુઓ video
ગુજરાતમાં કોંગ્રેસ નહીં ખોલાવી શકે ખાતું, tv9નો ઓપિનિયન પોલ, જુઓ video
અંબાજીમાં ભક્ત સાથે ઠગાઈ કરનાર વેપારીની અટકાયત
અંબાજીમાં ભક્ત સાથે ઠગાઈ કરનાર વેપારીની અટકાયત
સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરનારા આરોપીઓ 25 એપ્રિલ સુધી રિમાન્ડ પર
સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરનારા આરોપીઓ 25 એપ્રિલ સુધી રિમાન્ડ પર
જાણો શા માટે અંબાજી મંદિરમાં સફાઈ કામદારો માટે રખાયા બાઉન્સર
જાણો શા માટે અંબાજી મંદિરમાં સફાઈ કામદારો માટે રખાયા બાઉન્સર
રૂપેણ બંદર પાસે ઝડપાયું લાખો રુપિયાનું બિનવારસી ચરસ
રૂપેણ બંદર પાસે ઝડપાયું લાખો રુપિયાનું બિનવારસી ચરસ
દંડા અમારે ખાવાના, જેલમાં અમારે જવાનું... : પદ્મિનીબા
દંડા અમારે ખાવાના, જેલમાં અમારે જવાનું... : પદ્મિનીબા
g clip-path="url(#clip0_868_265)">