ભારતીય ક્રિકેટ ટીમ હવે ઓલમ્પિક રમતોમાં પણ રમતી જોવા મળશે, BCCIનો મહત્વનો નિર્ણય

આગામી 2028માં હવે ટીમ ઈન્ડીયા (Team India) ઓલમ્પિક રમતોત્સવ (Olympic Games)માં ભાગ લેશે. પ્રથમવાર ઓલમ્પિકમાં ભારતીય ક્રિકેટ ટીમ ભાગ લેવાને લઈને મહત્વપૂર્ણ નિર્ણય બીસીસીઆઈ દ્વારા લેવામાં આવ્યો છે.

ભારતીય ક્રિકેટ ટીમ હવે ઓલમ્પિક રમતોમાં પણ રમતી જોવા મળશે, BCCIનો મહત્વનો નિર્ણય
Team India
Avnish Goswami

| Edited By: Kunjan Shukal

Apr 17, 2021 | 4:15 PM

આગામી 2028માં હવે ટીમ ઈન્ડીયા (Team India) ઓલમ્પિક રમતોત્સવ (Olympic Games)માં ભાગ લેશે. પ્રથમવાર ઓલમ્પિકમાં ભારતીય ક્રિકેટ ટીમ ભાગ લેવાને લઈને મહત્વપૂર્ણ નિર્ણય બીસીસીઆઈ દ્વારા લેવામાં આવ્યો છે. BCCIની વર્ચ્યુઅલ બેઠક યોજાવા દરમ્યાન આ નિર્ણય લેવામાં આવ્યો હતો. આગામી વર્ષ 2028માં લોસ એંજલસ (Los Angeles)માં ઓલમ્પિક રમતોનું આયોજન થનારુ છે. આ પહેલા ભારતે ICCની ટુર્નામેન્ટ ઉપરાંત 1998માં કુલુઆલમપુરમાં રમાયેલ કોમનવેલ્થ ગેમ્સ (Commonwealth Games)માં અજય જાડેજા (Ajay Jadeja)ની કેપ્ટનશીપ હેઠળ ભાગ લીધો હતો.

આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સીલ (ICC) ક્રિકેટની રમતના નાના ફોર્મેટને ઓલમ્પિકમાં શામેલ કરવા માટે પ્રયાસ કરી રહ્યુ હતુ. જોકે બીસીસીઆઈ આ માટે તૈયારી દર્શાવી રહ્યુ નહોતુ. જોકે હવે ભારતે પણ આ બાબતે આઈસીસીના પ્રયાસો સાથે સહમતી દર્શાવી છે. આમ પ્રથમ વખત થશે કે ક્રિકેટને ઓલમ્પિકમાં સામેલ કરવામાં આવશે. જોકે બીસીસીઆઈએ સ્પષ્ટ કહ્યુ હતુ કે, તે ઓલમ્પિકમાં પોતાની ટીમ ત્યારે જ મોકલશે, જ્યારે તે વાતની લેખીત બાંહેધરી મળશે કે તેમણે પોતાની સ્વાયત્તા છોડવી નહીં પડે.

હાલમાં ઓલમ્પિકમાં ભાગ લેનારી ટીમો રાષ્ટ્રીય રમત ગમત સંઘ (NSF) હેઠળ પહોંચતી હોય છે. તમામ ભારતીય ઓલમ્પિક સંઘ (IOA) માટે એક વડપણ તરીકે તે કામ કરે છે. બીસીસીઆઈ નથી ઈચ્છતી કે તેણે IOA અને ભારત સરકારના આધિન ભાગ લેવો પડે.

આ પણ વાંચો: IPL 2021: CSK માટે 200 મેચ રમનાર પ્રથમ ખેલાડી મહેન્દ્રસિંહ ધોની બન્યા

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati