ભારતીય બોલરોને વિદેશી ધરતી પર ટેસ્ટ ડેબ્યુ ફળતુ નથી, કેરીયરને લાગી જાય છે ગ્રહણ

  ઝડપી બોલર મહંમદ શામીને એડીલેડ ટેસ્ટ દરમ્યાન ઇજા પહોંચી છે અને હવે સીરીઝ થી બહાર થયો છે. હવે તેના રિપ્લેસમેન્ટની ચર્ચા સામે આવી રહી છે. જેમાં ટી નટરાજન, શાર્દુલ ઠાકુર અને કાર્તિક ત્યાગીના પણ નામ હવે સામે આવ્યા છે. જોકે હજુ બીસીસીઆઇ તરફ થી શામીને રિપ્લેસમેન્ટને લઇને અધિકારીક રીતે એલાન નથી કર્યુ. આવામાં હજુ […]

ભારતીય બોલરોને વિદેશી ધરતી પર ટેસ્ટ ડેબ્યુ ફળતુ નથી, કેરીયરને લાગી જાય છે ગ્રહણ
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Dec 22, 2020 | 1:53 PM

ઝડપી બોલર મહંમદ શામીને એડીલેડ ટેસ્ટ દરમ્યાન ઇજા પહોંચી છે અને હવે સીરીઝ થી બહાર થયો છે. હવે તેના રિપ્લેસમેન્ટની ચર્ચા સામે આવી રહી છે. જેમાં ટી નટરાજન, શાર્દુલ ઠાકુર અને કાર્તિક ત્યાગીના પણ નામ હવે સામે આવ્યા છે. જોકે હજુ બીસીસીઆઇ તરફ થી શામીને રિપ્લેસમેન્ટને લઇને અધિકારીક રીતે એલાન નથી કર્યુ. આવામાં હજુ ઇંતઝાર રહેશે કે શામીના સ્થાને કોણ ટીમમાં આવશે. શામીનુ બહાર થવુ એ ટીમ માટે મોટો ઝટકો છે. ટીમ ઇન્ડીયાને આ પહેલા ઇશાંત શર્માની કમી ઇજાને લઇને વર્તાઇ રહી છે. ગત પ્રવાસમાં ભારતે સીરીઝ 2-1 થી જીતી હતી, જેમાં ઇશાંત અને શામીનુ મહત્વનુ યોગદાન હતુ. આવામાં બંનેની ભરપાઇ કરવી એ મોટો પડકાર છે.

નવા બોલરને ટેસ્ટમાં ડેબ્યુ મળવાની ચર્ચા વચ્ચે એ પણ જાણકારી જાણી લઇ એ વિદેશમાં ડેબ્યુ કરનાર ઝડપી બોલરોની કેરીયર કેવી રહી છે. મોટેભાગે વિદેશી ધરતી પર ટીમ ઇન્ડિયાનુ પ્રદર્શન નબળુ રહે છે, ટીમ જીત માટે સંઘર્ષ કરતી હોય છે. આવામાં ખેલાડી વિદેશી જમીન પર પહેલી આંતરરાષ્ટ્રીય મેચ રમે છે ત્યારે તેના ભાગે આલોચના વધારે આવતી હોય છે. ખરાબ પ્રદર્શનને લઇને તેમને આગળ મોકો મળવો મુશ્કેલ બની જાય છે.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

જયદેવ ઉનડકટ, 2009. ઘરેલુ ક્રિકેટમાં સોરાષ્ટ્રને માટે રમનારો જયદેવ 2009માં દક્ષિણ આફ્રિકા સામે ટેસ્ટ ડેબ્યુ કર્યુ હતુ. તેને તે મેચમાં કોઇ જ વિકેટ મળી નહી, તેણે એક જ પારીમાં બોલીંગમાં 29 ઓવરમાં 101 રન આપ્યા. ભારત તે મેચ એક ઇનીંગ અને 25 રન થી હારી હતી. તે મેચ બાદ ઉનડકટ ટીમ ઇન્ડીયામાં સીરીઝ માટે આવ્યો જ નહી. તેણે ઘરેલુ ક્રિકેટમાં અનેક કમાલના પ્રદર્શન કર્યા હતા. પરંતુ બીજી વાર ટેસ્ટ મેચ માટે તેના નામ પર વિચાર જ ના કરાયો.

અભિમન્યુ મિથુન, 2010. કર્ણાટકનો આ ઝડપી બોલરે શ્રીલંકા સામે ગોલ ટેસ્ટ 2010 માં ડેબ્યુ કર્યુ હતુ. પ્રથમ મેચમાં જ તેને 4 વિકેટ મળી હતી. આ બધી જ વિકેટ માટે તેણે 105 રન આપ્યા હતા. ભારત આ મેચ 10 વિકેટે હાર્યુ હતુ. આ પછી મિથુને ત્રણ ટેસ્ટ મેચ રમી હતી, જેમાં તેને 5 વિકેટ મળી હતી. વર્ષ 2011માં વેસ્ટ ઇન્ડીઝની સામે ટેસ્ટ રમ્યા બાદ ફરી થી ટેસ્ટ નથી રમી શક્યો.

પંકજ સિંહ, 2010. રાજસ્થાનનો આ પેસર ઘરેલુ ક્રિકેટમાં લાંબો સમય પરિશ્રમ કર્યા બાદ 2014માં ટેસ્ટ પદાર્પણ કર્યુ હતુ. તેને ઇંગ્લેંડ પ્રવાસ પર ટેસ્ટ સીરીઝમાં ટીમમાં પસંદ કરાયો હતો. જ્યાં તેણે બે ટેસ્ટ મેચ રમી હતી. સાઉથમ્પટનમાં તેનુ ડેબ્યુ થયુ હતુ. જેમાં તેને કોઇ જ વિકેટ નહોતી મળી શકી. તેના બોલ પર બે વખત વિકેટ ઝડપવાનો મોકો મળ્યો હતો. ત્યાર બાદ એક ટેસ્ટ રમ્યો હતો. જેમાં તેને 2 વિકેટ મળી હતી. તે પણ આગળ ટેસ્ટ ટીમનો સદસ્ય ફરીથી બની શક્યો નહી.

વિનય કુમાર, 2014. કર્ણાટકનો કેપ્ટન રહેલો આ ખેલાડી વર્ષ 2014માં ઓસ્ટ્રેલીયા સામે પર્થ ટેસ્ટમાં ડેબ્યુ કર્યુ હતુ. પરંતુ તે ફક્ત એક જ વિકેટ ઝડપી શક્યો હતો. ભારત આ મેચ એક ઇનીંગ અને 37 રન થી હાર્યુ હતુ. આ પછી ફરી થી વિનય કુમાર ક્યારેય સફેદ જર્સીમાં ટીમ ઇન્ડિયા માટે રમતો જોવા મળી શક્યો નથી.

જસપ્રિત બુમરાહ, 2018. બુમરાહે દક્ષિણ આફ્રિકાની સામે જાન્યુઆરી 2018માં ટેસ્ટ ડેબ્યુ કર્યુ હતુ. જેમાં તેને ચાર વિકેટ મળી હતી. ભારત આ મેચ હારી ગયુ હતુ. પરંતુ બુમરાહે પોતાની બોલીંગ વડે સ્થાન પાકુ કરી લીધુ હતુ. તે અત્યાર સુધીમાં ભારત વતી 15 ટેસ્ટ રમી ને 70 વિકેટ ઝડપી ચુક્યો છે. અત્યારે તે ટીમ ઇન્ડીયાનો નંબર વન બોલર છે.

Latest News Updates

Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
g clip-path="url(#clip0_868_265)">