વિશ્વ કપ: ભારતીય ટીમે વેસ્ટ ઈન્ડિઝને ધૂળ ચટાડી, કોહલીએ ફટકાર્યા 72 રન

વિશ્વ કપ: ભારતીય ટીમે વેસ્ટ ઈન્ડિઝને ધૂળ ચટાડી, કોહલીએ ફટકાર્યા 72 રન

ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચેની મેચમાં ભારતે પ્રથમ બેટિંગ કરી હતી. ભારતે 50 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 268 રન કર્યા હતા. વેસ્ટ ઈન્ડિઝ ટીમ ભારતના આ લક્ષ્યને સર કરી શકી નહોતી અને ભારતીય બોલરની શિકાર બની ગયી હતી.   ભારતની સામે વેસ્ટ ઈન્ડિઝની ટીમ 143  રન કરીને પેવેલિયન ભેગી થઈ ગયી હતી અને ભારતે 125 રને વિજય મેળવ્યો હતો.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

ભારતીય ટીમની વાત કરીએ તો તેમાં વિરાટ કોહલીએ દમદાર રમીને 72 રન ફટકાર્યા હતા. એમએસ ધોનીએ પણ સારું એવું પ્રદર્શન કરીને ભારતની ટીમને તૂટતા બચાવી લીધી હતી અને સાથે 56 રન પણ ફટકાર્યા હતા.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

વેસ્ટ ઈન્ડિઝ ટીમના ધુરંધરો પણ ભારતના બોલરોની સામે ટકી શક્યા નહોતા. ઓપનર સુનિલ એમ્બ્રિીસ 31 રને હાર્દિક પંડ્યાનો શિકાર બન્યો હતો. જે ખેલાડી પર વેસ્ટ ઈન્ડિઝની આશા હતી ક્રિસ ગેલ પણ 6 રને મોહમ્મદ શમીના હાથે આઉટ થયો હતો. વિરાટ કોહલીએ આ મેચમાં એક રેકોર્ડ પણ તોડ્યો છે. તેણે ઈન્ટરનેશનલ ક્રિકેટમાં સૌથી ઝડપી 20 હજાર રન કરવાનું લક્ષ્ય હાસલ કર્યું છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

  • Follow us on Facebook

Published On - 4:43 pm, Thu, 27 June 19

Click on your DTH Provider to Add TV9 Gujarati