સરળ ન હતી સાઉથ આફ્રિકા સામે ભારતની જીત, આ રહ્યાં મેચના ટર્નિગ પોઈન્ટ

ભારતીય ટીમે ક્રિકેટ વિશ્વ કપ 2019માં તેમની પ્રથમ મેચમાં દક્ષિણ આફ્રિકાને 6 વિકેટથી હરાવીને ધમાકેદાર જીત મેળવી છે. મેચમાં દક્ષિણ આફ્રિકાએ 50 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને 227 રન બનાવ્યા હતા. આ લક્ષ્યને ભારતે 47.3 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને હાંસલ કરીને જીત મેળવી છે. ભારત માટે રોહિત શર્માએ સદી ફટકારી હતી. શર્માએ 144 બોલમાં 13 ફોર […]

સરળ ન હતી સાઉથ આફ્રિકા સામે ભારતની જીત, આ રહ્યાં મેચના ટર્નિગ પોઈન્ટ
Kunjan Shukal

|

Jun 06, 2019 | 3:04 AM

ભારતીય ટીમે ક્રિકેટ વિશ્વ કપ 2019માં તેમની પ્રથમ મેચમાં દક્ષિણ આફ્રિકાને 6 વિકેટથી હરાવીને ધમાકેદાર જીત મેળવી છે. મેચમાં દક્ષિણ આફ્રિકાએ 50 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને 227 રન બનાવ્યા હતા. આ લક્ષ્યને ભારતે 47.3 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને હાંસલ કરીને જીત મેળવી છે.

ભારત માટે રોહિત શર્માએ સદી ફટકારી હતી. શર્માએ 144 બોલમાં 13 ફોર અને 2 સિક્સરની મદદથી અણનમ 122 રન બનાવ્યા. તે સિવાય ભારત માટે મહેન્દ્ર સિંહ ધોનીએ 34 રન અને લોકેશ રાહુલે 28 રન ફટકાર્યા હતા. આ મેચના 3 મહત્વના ટર્નિગ પોઈન્ટ હતા. જેના લીધે ભારતીય ટીમ મેચમાં જીત મેળવી શકી.

1. યુજવેન્દ્ર ચહલની 4 વિકેટ

ભારતીય બોલરોએ આ મેચમાં દક્ષિણ આફ્રિકાને 50 ઓવરમાં 9 વિકેટના નુકસાનથી 227 રન કરવા દીધા હતા. જેમાં લેગ સ્પિનર યુજવેન્દ્ર ચહલની મુખ્ય ભૂમિકા રહી છે. ચહલે 10 ઓવરમાં 51 રન આપીને 4 વિકેટ લીધી હતી.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

2. 1 રન પર રોહિત શર્માનો કેચ છુટયો

આ મેચમાં જો ભારતીય ટીમ માટે સૌથી મોટો ટર્નિંગ પોઈન્ટ સાબિત થયો એ ઓપનિંગ બેટસમેન રોહિત શર્માનો કેચ છુટયો. રોહિત શર્મા જ્યારે 1 રન પર હતા ત્યારે રબાડાના બોલ પર ફાફ ડુ પ્લેસિસે તેમનો કેચ છોડયો હતો. ત્યારબાદ શર્માએ સદી ફટકારી અને ભારતીય ટીમે મેચમાં જીત મેળવી.

આ પણ વાંચો: બૅન્ક સતત બંધ કરી રહી છે ATM, મોદી સરકારનો રોકડ પૈસા પર નવો પ્લાન!

3. રોહિત શર્માની રાહુલ-ધોનીની સાથે ભાગીદારી

16મી ઓવરમાં કેપ્ટન કોહલી આઉટ થયા પછી ભારતીય ટીમનો સ્કોર 54 રન પર 2 વિકેટ હતો અને રનરેટ ધીમી થઈ ગઈ હતી. ત્યારે શર્માને રાહુલે ખુબ સાથ આપ્યો અને બંનેએ મળીને ત્રીજી વિકેટ માટે 85 રનની ભાગીદારી કરી. ત્યારબાદ રાહુલના આઉટ થયા પછી રોહિત શર્માને સૌથી અનુભવી બેટસમેન ધોનીનો સાથ મળ્યો અને બંને ધીમ-ધીમે ટીમના લક્ષ્ય સુધી પહોંચવાની શરૂઆત કરી. રોહિત અને ધોનીએ મળીને 74 રનની ભાગીદારી નોંધાવી અને ટીમને જીત સુધી પહોંચાડી.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati