AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking news સાઉથ આફ્રિકાની ટીમ 55 રનમાં ઓલઆઉટ થઈ, સિરાજને 6 વિકેટ મળી

ભારતીય બોલરોએ શાનદાર પ્રદર્શન કર્યું છે. દક્ષિણ આફ્રિકાનો પ્રથમ દાવ માત્ર 55 રન પર જ સમેટાઈ ગયો હતો. આફ્રિકાના બેટ્સમેનો એક પણ સેશન ટકી શક્યા ન હતા. ભારત તરફથી સિરાજે 6 વિકેટ ઝડપી હતી. બુમરાહ અને મુકેશ કુમારને 2-2 વિકેટ મળી હતી. લંચ સેશન બાદ ભારતીય ઓપનર ઇનિંગ્સની શરૂઆત કરશે.

Breaking news સાઉથ આફ્રિકાની ટીમ 55 રનમાં ઓલઆઉટ થઈ, સિરાજને 6 વિકેટ મળી
| Updated on: Jan 03, 2024 | 4:09 PM
Share

ટીમ ઈન્ડિયાએ કેપટાઉન ટેસ્ટની પ્રથમ ઈનિંગમાં  સાઉથ આફ્રિકાને માત્ર 55 રનમાં આઉટ કરી દીધું છે. આ ઇનિંગમાં ભારતીય ટીમનો સ્ટાર મોહમ્મદ સિરાજ હતો જેણે માત્ર 15 રન આપીને 6 વિકેટ લીધી હતી.ભારતીય બોલરોએ શાનદાર પ્રદર્શન કર્યું છે.

સાઉથ આફ્રિકાનો પ્રથમ દાવ માત્ર 55 રન પર જ સમેટાઈ ગયો હતો. આફ્રિકાના બેટ્સમેનો એક પણ સેશન ટકી શક્યા ન હતા. ભારત તરફથી સિરાજે 6 વિકેટ ઝડપી હતી. બુમરાહ અને મુકેશ કુમારને 2-2 વિકેટ મળી હતી. લંચ સેશન બાદ ભારતીય ઓપનર ઇનિંગ્સની શરૂઆત કરશે.મોહમ્મદ સિરાજે સાઉથ આફ્રિકા સામેની બીજી ટેસ્ટમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું અને માત્ર 9 રન આપીને પાંચ વિકેટ ઝડપી હતી.

સાઉથ આફ્રિકાનો આ સૌથી નાનો સ્કોર

કેપટાઉનની પીચ પર સાઉથ આફ્રિકાએ માત્ર 34 રનમાં તેની 6 વિકેટ ગુમાવી દીધી હતી.જસપ્રીત બુમરાહ અને મુકેશ કુમારને 2-2 વિકેટ મળી હતી. ભારત સામે સાઉથ આફ્રિકાનો આ સૌથી નાનો સ્કોર છે. આ ટેસ્ટમાં ભારત સામે ટીમનો અત્યાર સુધીનો સૌથી ઓછો સ્કોર પણ છે.

બેટ્સમેન ડબલ ફિંગરમાં સ્કોર પણ ન કરી શક્યા

સાઉથ આફ્રિકાની ટીમ રમતના પહેલા સેશનમાં 23.2 ઓવરમાં 55 રનમાં ઓલઆઉટ થઈ હતી. કાઈલ વેરેના 18 રન અને ડેવિડ વેડિંધમ 12 રન આ બંન્ને ખેલાડીઓ સિવાય કોઈ બેટ્સમેન ડબલ ફિંગરમાં સ્કોર કરી શક્યા ન હતા.ટેસ્ટ ક્રિકેટમાં 32 વર્ષ બાદ એવું બન્યું છે કે સાઉથ આફ્રિકાના ચારેય ટોપ ઓર્ડર બેટ્સમેનો ઘરઆંગણે કોઈપણ ટેસ્ટ મેચમાં બે આંકડા સુધી પહોંચી શક્યા નથી.

ભારત સામેની આ મેચ પહેલા સાઉથ આફ્રિકાના ટોપ ઓર્ડરના ચારેય બેટ્સમેન 1932માં મેલબોર્નમાં ઓસ્ટ્રેલિયા સામે બે આંકડા સુધી પહોંચી શક્યા ન હતા.તમને જણાવી દઈએ કે, ટેસ્ટ ક્રિકેટના ઈતિહાસમાં ભારતનો કોઈ પણ ટીમ વિરુદ્ધ સૌથી સારું પ્રદર્શન રહ્યું છે.

આ પણ વાંચો : મોહમ્મદ સિરાજે સાઉથ આફ્રિકા વિરુદ્ધ ટેસ્ટમાં 6 વિકેટ લીધી, પિતાના નિધન સમયે પણ રમી રહ્યો હતો ટીમ માટે

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

લસણની આડમાં દારૂની હેરાફેરીનો પર્દાફાશ ! 2 આરોપીની કરી ધરપકડ
લસણની આડમાં દારૂની હેરાફેરીનો પર્દાફાશ ! 2 આરોપીની કરી ધરપકડ
માવઠાથી દાડમના બાગાયત પાકને વ્યાપક અસર, ખેડૂતો દાડમ ફેંકી દેવા મજબૂર
માવઠાથી દાડમના બાગાયત પાકને વ્યાપક અસર, ખેડૂતો દાડમ ફેંકી દેવા મજબૂર
પાકિસ્તાની એજન્સી દ્વારા ભારતીય બોટ પર ફાયરિંગ કરાયુંઃ સૂત્ર
પાકિસ્તાની એજન્સી દ્વારા ભારતીય બોટ પર ફાયરિંગ કરાયુંઃ સૂત્ર
થલતેજ અન્ડરપાસમાં આઈસર ટ્રક અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત, એકનું મોત
થલતેજ અન્ડરપાસમાં આઈસર ટ્રક અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત, એકનું મોત
આ રાશિના લોકોનું જીવન લેશે નવો વળાંક! અચાનક મળશે મોટી તક, જુઓ Video
આ રાશિના લોકોનું જીવન લેશે નવો વળાંક! અચાનક મળશે મોટી તક, જુઓ Video
માવઠાનો માર ખાનાર ખેડૂતો માટે રૂપિયા 10,000 કરોડનુ રાહત પેકેજ જાહેર
માવઠાનો માર ખાનાર ખેડૂતો માટે રૂપિયા 10,000 કરોડનુ રાહત પેકેજ જાહેર
7 ભારતીય માછીમારનું પાકિસ્તાની એજન્સીએ કર્યું અપહરણ
7 ભારતીય માછીમારનું પાકિસ્તાની એજન્સીએ કર્યું અપહરણ
દરિયાકાંઠે પ્રિવેડિંગ શુટ કરાવવા આવેલ 5 પૈકી એક યુવતીને મોજૂ તાણી ગયું
દરિયાકાંઠે પ્રિવેડિંગ શુટ કરાવવા આવેલ 5 પૈકી એક યુવતીને મોજૂ તાણી ગયું
જાફરાબાદના ખેડૂતોની કફોડી હાલત, સંપૂર્ણ દેવુ માફ કરવાની માગ
જાફરાબાદના ખેડૂતોની કફોડી હાલત, સંપૂર્ણ દેવુ માફ કરવાની માગ
દિવાળી સમયે સુતેલા પરિવાર પર ગાડી ચલાવનાના કેસમાં વધુ એક મોત
દિવાળી સમયે સુતેલા પરિવાર પર ગાડી ચલાવનાના કેસમાં વધુ એક મોત
g clip-path="url(#clip0_868_265)">