IND VS NZ: ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, KL રાહુલ ઈજાના કારણે કાનપુર ટેસ્ટમાંથી બહાર થયો

ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે 25 નવેમ્બરથી કાનપુરમાં પ્રથમ ટેસ્ટ શરૂ થઈ રહી છે, પરંતુ તે પહેલા કેએલ રાહુલ ઈજાના કારણે બહાર થઈ ગયો છે.

IND VS NZ: ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, KL રાહુલ ઈજાના કારણે કાનપુર ટેસ્ટમાંથી બહાર થયો
kl rahul
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 23, 2021 | 4:20 PM

IND VS NZ: ન્યૂઝીલેન્ડને ટી20 શ્રેણી (T20 series)માં હરાવ્યા બાદ હવે ટેસ્ટનો વારો છે, જેની પ્રથમ મેચ 25 નવેમ્બરથી શરૂ થઈ રહી છે. બે ટેસ્ટ મેચની શ્રેણીની પ્રથમ મેચ કાનપુરમાં રમાશે. જો કે આ મેચ પહેલા જ ટીમ ઈન્ડિયા (Team India)ને ખૂબ જ ખરાબ સમાચાર મળ્યા છે. બીસીસીઆઈ (BCCI)ના સૂત્રોના પાસેથી મળેલા સમાચાર મુજબ કેએલ રાહુલ (KL Rahul)ને ઈજા થઈ છે અને તે કાનપુર ટેસ્ટમાંથી બહાર થઈ ગયો છે. તમને જણાવી દઈએ કે, રોહિત શર્મા અને ઋષભ પંત પણ ટેસ્ટ સીરીઝ (Test series)માં રમી રહ્યા નથી અને વિરાટ કોહલીને પણ કાનપુર ટેસ્ટ (Kanpur Test) માટે આરામ આપવામાં આવ્યો છે.

કાનપુરમાં મંગળવારે ટીમ ઈન્ડિયાએ નેટ્સમાં પરસેવો પાડ્યો હતો. સૌથી પહેલા મયંક અગ્રવાલ અને શુભમન ગિલ ઓપનિંગ નેટ સેશન માટે મેદાનમાં ઉતર્યા હતા. કેએલ રાહુલે ઈજાના કારણે પ્રેક્ટિસ કરી ન હતી. કેએલ રાહુલ (KL Rahul)ની ઈજા બાદ હવે માનવામાં આવી રહ્યું છે કે મયંક અગ્રવાલ અને શુભમન ગિલની ઓપનિંગ નક્કી થઈ રહી છે. જો કેએલ રાહુલ ફિટ હોત તો શુભમન ગિલને મિડલ ઓર્ડરમાં રમવાનું હતું. પરંતુ કેએલ રાહુલ અનફિટ થયા બાદ હવે શુભમન ગિલને ઓપનિંગમાં જ ઉતરવું પડશે.

હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ

સૂર્યકુમાર યાદવ ટેસ્ટમાં પદાર્પણ કરશે

જો કેએલ રાહુલ ઈજાગ્રસ્ત થાય છે તો ભારતીય ટીમ પ્લેઈંગ ઈલેવનમાં સૂર્યકુમારને તક આપી શકે છે. સૂર્યકુમાર યાદવે કાનપુરમાં જોરદાર બેટિંગની પ્રેક્ટિસ કરી હતી. સૂર્યકુમાર યાદવને છેલ્લી ઘડીએ ટીમ ઈન્ડિયાની ટેસ્ટ ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો. સૂર્યકુમાર યાદવનો ફર્સ્ટ ક્લાસ રેકોર્ડ પણ સારો છે. સૂર્યકુમારે 77 મેચમાં 44.01ની એવરેજથી 5326 રન બનાવ્યા છે. જેમાં 14 સદી અને 26 અડધી સદી સામેલ છે.

ટેસ્ટ સિરીઝ માટે ટીમ ઈન્ડિયા – અજિંક્ય રહાણે (કેપ્ટન), ચેતેશ્વર પુજારા (વાઈસ-કેપ્ટન), કેએલ રાહુલ, મયંક અગ્રવાલ, શુભમન ગિલ, શ્રેયસ અય્યર, રિદ્ધિમાન સાહા , કેએસ ભરત, રવિન્દ્ર જાડેજા, આર અશ્વિન, અક્ષર પટેલ, જયંત યાદવ, ઈશાંત શર્મા, ઉમેશ યાદવ, મોહમ્મદ. સિરાજ, કૃષ્ણ.

આ પણ વાંચો : IND vs NZ : ન્યૂઝીલેન્ડને હરાવવા વિરાટ કોહલીએ શરૂ કરી તૈયારીઓ, મુંબઈ ટેસ્ટ પહેલા પ્રેક્ટિસની તસવીર સામે આવી

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">