India vs England : ચેન્નાઈમાં ભારત અને ઈગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી પ્રથમ ટેસ્ટ મેચના ચોથા દિવસે, ભારતનો પ્રથમ દાવ 337 રને સમાપ્ત થયો. ઈગ્લેન્ડે ભારતને ફોલોઓન કરવાના બદલે બીજો દાવ લેવાનું પસંદ કર્યુ હતું. જો કે, ભારતને હવે જીતવા માટે હવે 420 રનનો લક્ષ્યાંક મળ્યો છે.
ચેન્નાઈમાં ચોથા દિવાસની ટેસ્ટ રમત ખતમ થઈ છે. ભારતને ઈંગ્લેન્ડ સામે જીતવા માટે 420 રનનો લક્ષ્યાંક પાર કરવાનો રહેશે. જો કે આજે ભારતે 1 વિકેટના નુકસાન પર 39 રન બનાવ્યા હતા એટલે કે ભારત તેના લક્ષ્યથી 381 રન દૂર છે.
ચેન્નાઈ ટેસ્ટમાં ભારતની જીતનો લક્ષ્યાંક 420 થી ઘટીને 390 પર આવી ગયો છે. આ વચ્ચે ભારતને રોહિત શર્માનો પહેલો ઝટકો લાગ્યો છે. માત્ર 12 રન બનાવીને રોહિતને મેદાન છોડવું પડ્યું હતું પરંતુ ગિલ અને પૂજારાની બેલડી મેદાને હજુ પણ જામી પડી છે.
જીતવા માટે થઈને ભારતને 420 રનનું લક્ષ્ય છે પરંતુ આ લક્ષ્ય મેળવવા આક્રમક મૂડમાં ઉતરેલા રોહિત શર્માને સ્પિનર જેક લીચે બોલ્ડ કરી દીધો છે.
ચેન્નાઈ ટેસ્ટ મેચમાં ભારતને જીતવા માટે 420નો લક્ષ્યાંક મળ્યો છે. આ લક્ષ્યને પહોંચવા માટે ભારતીય ઓપનર બેટ્સમેન રોહિત અને ગિલ મેદાનમાં ઉતર્યા. ભારતની બીજી પારીની પ્રથમ ઓવર મેડન ગઈ. પણ બીજી ઓવરની સમાપ્તિ ગિલે ચોક્કાથી કરી
ઈંગ્લેન્ડના નીચલા ક્રમના બેટ્સમેન જેક લીચને શાહબાજ નદીમે એક અવરમાં 4 ચોક્કા આપ્યા. આ બે ચોક્કાએ બીજી ઇનિંગમાં સ્કોર 170 પાર પહોંચાડી દીધો. ટીમ 415 ની લીડને પાર કરી ગઈ છે.
અશ્વિને ડોમ બેસને આઉટ કરીને ઈંગ્લેન્ડને 8મો ઝટકો દીધો છે. બેસ અશ્વિનનો ચોથો શિકાર બન્યો હતો. બેસ 25 રન બનાવીને આઉટ થયો હતો આ પહેલા નદીમ ટીમ ઈંગ્લેન્ડને બટલરને આઉટ કરીને 7 મો ઝટકો આપી ચૂક્યા છે.
ટી બ્રેક : ચેન્નાઈ ટેસ્ટની બીજી પારીમાં ઇંગ્લેન્ડે 5 વિકેટ પર 119 રન બનાવ્યા છે. આ રીતે તેની લીડ 360 રનની થઈ ગઈ છે. આ રીતે ઈંગ્લેન્ડે પ્રથમ પારિમાં 241 રનની લીડ બનાવી હતી.
ટેસ્ટ મેચની આ બીજી પારીમાં ઈંગ્લેન્ડના કેપ્ટનને જસપ્રિત બૂમરાહે પવેલીયન તરફ વળાવી દીધો. સ્ટોક્સ પછીનો ઈંગ્લેન્ડને આ પાંચમો ઝટકો લાગ્યો છે. 40 રન બનાવીને કેપ્ટને સંતોષ માનવો પડ્યો હતો
એક બાજુ ઈંગ્લેન્ડની વિકેટ પર વિકેટ પડે છે અને બીજી બાજુ ઈંગ્લેન્ડના કેપ્ટન જો રુટ સ્વીપ શૉટ ફટકારી રહ્યા છે. રૂટે રિવર્સ સ્વીપમાં અશ્વિનના બોલ પર એક જોરદાર ચોકકો ફટકાર્યો આ સાથે જ ઇંગ્લેન્ડનો સ્કોર 60ને પાર થયો
ઇંગ્લેન્ડને ત્રીજો ફટકો આપવાનો શ્રેય ઇશાંતને ફાળે જાય છે. તેને 18 રન પર જ લોરેન્સે LBW કર્યો. ટેસ્ટ ક્રિકેટમાં ઈશાંત શર્માની આ 300 મી વિકેટ છે.
બીજી પારીમાં અશ્વિનની 8મી ઓવરમાં ઈંગ્લેન્ડના કેપ્ટન જો રુટે એક શાનદાર ચોકકો ફટકાર્યો. આ ચોક્કાની સાથે જ ઇંગ્લેન્ડનો સ્કોર 50 ને પાર થયો. આ બે ચોક્કાની સાથે અશ્વિનની 8મી ઓવરમાં ઇંગ્લેન્ડે 13 રન બનાવ્યા
ખતરનાક દેખાતો સીબલેને અશ્વિને પેવેલિયનનો રસ્તો બતાવી દીધો. ઇંગ્લેન્ડને આ બીજો ઝટકો લાગ્યો. બંને વિકેટ અશ્વિને પોતાના ખાતે અંકે કરી. સીબલે 16 રન બનાવીને પેવેલિયન ભેગા થયો.
ચેન્નાઈ ટેસ્ટ મેચના ચોથા દિવસે લંચ બાદની રમતનો પ્રારંભ થયો છે. લંચ સમયે ઈગ્લેન્ડનો સ્કોર એક વિકેટના ભોગે એક રન હતા. જો કે લંચ બાદ ઈગ્લેન્ડે 2 ઓવરમાં સાત રન કર્યા છે. બીજી ઈનિગ્સમાં ઈગ્લેન્ડનો સ્કોર 1 વિકેટ પર 8 રન કર્યા છે.
ભારતે બીજી ઈનિગ્સમાં બોલીગની શરૂઆત આર અશ્વિનથી કરાવી હતી. અશ્વિને પહેલા જ બોલે રોરી બન્સને સ્લિપમાં રહાણેના હાથમાં ઝડપાવી દિધો હતો.
ચેન્નાઈમમાં ભારત અને ઈગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી પ્રથમ ટેસ્ટના ચોથા દિવસે ભારતે 300 રનનો આકડો પાર કર્યો છે. ભારતની પ્રથમ ઈનિગ્સ 337 રને સમેટાઈ ગઈ છે. સાતમી વિકેટ માટે આર અશ્વિન અને વોશિગ્ટન સુંદર વચ્ચે 80 રનની ભાગીદારી થઈ છે.
સ્પીન બોલિગ દ્વારા ભારતીય બેટ્સમેન સામે કોઈ સફળતા ના મળતા, ઈગ્લેન્ડે ફાસ્ટરને અજમાવ્યા છે. નવો બોલ લેવા સાથે બન્ને છેડે ફાસ્ટરને બોલીગનો દોર સોપ્યો છે. ચોથા દિવસે નવા બોલ સાથે પહેલી ઓવર મેઈડન રહી હતી. ત્યાર બાદની ઓવરમાં આર્ચરે, પોતાની ઓવરમાં એક ચોગ્ગા સાથે પાંચ રન આપ્યા છે.
ચેન્નાઈ ટેસ્ટ મેચના ચોથા દિવસે, રમતની શરૂઆત સ્પિન બોલીગ સાથે થઈ હતી. એક છેડે, બેસ તો બીજા છેડે લીચે બોલીગનો મોરચો સંભાળ્યો હતો. ભારતીય બેટ્સમેન આર અશ્વિન અને વોશિગ્ટન સુંદર ઈગ્લેન્ડના બોલિગ આક્રમણને જવાબ આપી રહયા છે. બન્ને બોલરને ભારતીય બેટ્સમેન અને લોકલ બોય તરીકે જાણીતા અશ્વિન અને સુંદર મચક આપતા નથી. બન્ને જણાએ 50 રનની ભાગીદારી કરી લીધી છે. તો સુંદરે 50 રન પણ ફટકાર્યા છે.
ચેન્નાઈમાં રમાઈ રહેલી ઈગ્લેન્ડ સામેની પ્રથમ ટેસ્ટ મેચના ચોથા દિવસની રમતની ત્રીજી ઓવર નાખવા આવેલ બેસની બોલિગમાં આર અશ્વિને છગ્ગો ફટકાર્યો હતો. આ છગ્ગા સાથે ભારતનો સ્કોર 270 થયા હતા.
ચેન્નાઈ ટેસ્ટમાં ત્રણ દિવસની રમત બાદ પણ પિચ હજુ પણ જીવંત છે. ક્રિકેટના નિષ્ણાંત દિપદાસ ગુપ્તાએ કહ્યુ છે કે, આગામી બે દિવસની રમત અત્યંત રોમાંચકારી રહેશે. પિચથી સ્પિનર્સને તો મદદ મળતી રહેશે. પરંતુ બેટ્સમેન અને ઝડપી બોલરને પણ પિચ ફાયદો આપશે.
Published On - Feb 08,2021 5:26 PM