IND vs BAN: ભારતે ટેસ્ટ શ્રેણી 2-0થી જીતી, ઢાકા ટેસ્ટમાં અશ્વિન-અય્યરની રમતે 3 વિકેટે વિજય અપાવ્યો

ભારત સામે બાંગ્લાદેશે માત્ર 145 રનનો આસાન લક્ષ્ય રાખ્યો હતો, પરંતુ ભારતીય ટીમની ચોથી ઈનીંગની શરુઆત ખરાબ રહી હતી અને રાહુલ, ગિલ, પુજારા અને કોહલીની નિષ્ફળ રહ્યા હતા.

IND vs BAN: ભારતે ટેસ્ટ શ્રેણી 2-0થી જીતી, ઢાકા ટેસ્ટમાં અશ્વિન-અય્યરની રમતે 3 વિકેટે વિજય અપાવ્યો
Ashwin અને Shreyas Iyer ની ભાગીદારીએ વિજય અપાવ્યો
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Dec 25, 2022 | 1:33 PM

ભારત અને બાંગ્લાદેશ સિરીઝની અંતિમ મેચ ઢાકાના શેર-એ-બાંગ્લા નેશનલ સ્ટેડિયમમાં રમાઈ હતી. ઢાકા ટેસ્ટ ને ભારતે 3 વિકેટે જીતી લીધી છે. આ સાથે જ ભારતે 2-0 થી ટેસ્ટ સિરીઝ પણ જીતી લીધી હતી. આ પહેલા ભારતે બાંગ્લાદેશને ચટગાંવ ટેસ્ટમાં 188 રનથી હાર આપી હતી. બાંગ્લાદેશના કેપ્ટન શાકિબ અલ હસને ટોસ જીતીને પ્રથમ બેટિંગ પંસદ કરી હતી. જોકે પ્રથમ ઈનીંગમાં બાંગ્લાદેશે 227 રન નોંધાવ્યા હતા. જ્યારે બીજી ઈનીંગમાં 231 રન નોંધાવ્યા હતા. ભારતે 87 રનની સરસાઈ સાથે બાંગ્લાદેશ સામે 145 રનનુ લક્ષ્ય મેળવ્યુ હતુ. જેનો પિછો કરતા ભારતીય ટીમની સ્થિતી મુશ્કેલ બની ગઈ હતી. ભારતની શરુઆત ખરાબ રહી હતી, જેને લઈ મેચ રોમાંચક સ્થિતીમાં આવી ચુકી હતી.

જોકે રવિચંદ્રન અશ્વિન અને શ્રેયસ અય્યરે શાનદાર રમત દર્શાવી હતી, જે ટોપ ઓર્ડરના મહત્વના ખેલાડીઓ નહોતા દર્શાવી શક્યા જેને લઈ ભારતે રોમાંચક મેચને 3 વિકેટ બાકી રહેતા જીતી લીધી હતી. છેલ્લા 7 વર્ષથી ચાલ્યા આવતા રેકોર્ડ મુજબ ચોથી ઈનીંગમાં ભારતીય ટીમ આ પહેલા માત્ર એક જ વાર 140 કે તેથી વધારેના લક્ષ્યને પાર કરવામાં સફળ રહી હતી.

અશ્વિન ઢાકા ટેસ્ટનો હિરો

અશ્વિન અને અય્યર વચ્ચે 71 રનની ભાગીદારે 105  બોલનો સામનો કરીને નોંધાઈ હતી.  ભારતીય ટીમનો ટોપ ઓર્ડર શુભમન ગિલ, કેએલ રાહુલ, ચેતેશ્વર પુજારા અને વિરાટ કોહલી ઝડપથી પેવેલિયન પરત ફર્યા હતા. ટોપ ઓર્ડરના ફ્લોપ શોને લઈ ભારતીય ટીમ ફરી એકવાર આસાન સ્કોર સામે મુશ્કેલીમાં મુકાઈ હતી. અશ્વિને 62 બોલનો સામનો કરીને 42 રન નોંધાવ્યા હતા. જે ભારતીય ટીમ તરફથી બીજી ઈનીંગમાં સૌથી વધુ હતા. આ દરમિયાન તેણે 4 ચોગ્ગા અને 1 છગ્ગો પણ ફટકાર્યો હતો. અશ્વિને બોલથી પણ કમાલ કરતા 6 વિકેટ ઢાકા ટેસ્ટમાં ઝડપી હતી.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

74 રનના સ્કોર પર ભારતે 7 વિકેટ ગુમાવી દીધી હતી. ચોથા દિવસની રમતની શરુઆત કરી હતી, ત્યારે ભારતનો સ્કોર 45 રન 4 વિકેટના નુક્શાન પર હતો. અક્ષર પટેલ અને જયદેવ ઉનડકટ બંને રમતમાં હતા. જોકે એક બાદ એક બંને પણ પેવિલયન પરત ફર્યા હતા. અક્ષરે મહત્વના 34 રન ભારતીય ટીમના સ્કોર બોર્ડમાં ઉમેર્યા હતા. આ માટે 69 બોલનો સામનો તેણે કર્યો હતો. ઉનડકટે 13 રન નોંધાવ્યા હતા, તેણે એક છગ્ગો પણ જમાવ્યો હતો.

મહત્વના બેટ્સમેનોનો ફ્લોપ શો

ઓપનીંગ જોડી માત્ર 3 જ રનનુ યોગદાન આપીને તૂટી ગઈ હતી. સુકાની કેએલ રાહુલના રુપમાં જ ભારતને પ્રથમ ઝટકો લાગ્યો હતો. રાહુલ બેટિંગ ઈનીંગની ત્રીજી ઓવરના પ્રથમ બોલ પરજ શાકિબ અલ હસનનો શિકાર થયો હતો. તે માત્ર 2 રન જોડીને આઉટ થયો હતો. ત્યાર બાદ ચેતેશ્વર પુજારા (6 રન, 12 બોલ) એ વિકેટ ગુમાવી હતી. તે મેંહદી હસનનો શિકાર થયો હતો. મેંહદી હસનના બોલ પર તે પણ સ્ટંપીગ વિકેટ ગુમાવી બેસતા ભારતે 12 રનના સ્કોર પર બીજી વિકેટ ગુમાવી હતી. ઓપનર શુભમન ગિલ પણ 35 બોલનો સામનો કરીને 7 જ રન જોડીને મેંહદી હસનનો શિકાર થયો હતો. ક્રિઝ બહાર રહીને રમતા તેને વિકેટકીપરે સ્ટંપીંગ કરી આઉટ કર્યો હતો.

ઋષભ પંત પણ બેટથી કંઈ ખાસ કરી શક્યો નહોતો. તેણે 13 બોલનો સામનો કરીને 9 રન જોડ્યા હતા. પંતને મેંહદી હસને શિકાર બનાવતા એલબીડબલ્યુ આઉટ કર્યો હતો. મેંહદી હસને બીજી ઈનીંગમાં 5 વિકેટ ઝડપી હતી. જેમાં તેણે ગિલ, પુજારા, અક્ષર, કોહલી અને પંતને પોતાનો શિકાર બનાવ્યા હતા. શાકિબ અલ હસને 2 વિકેટ ઝડપી હતી.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">