ભારતીય બોલરોની સામે વેસ્ટ ઈન્ડીઝની ટીમ ધરાશાયી, અજિંક્ય રહાણે ‘મેન ઓફ ધ મેચ’

ભારતીય ટીમ અને વેસ્ટ ઈન્ડીઝ વચ્ચે 2 મેચની ટેસ્ટ સીરીઝનો પ્રથમ મુકાબલો એન્ટીગામાં રમાયો હતો. આ મેચમાં દુનિયાની નંબર-1 ટેસ્ટ ટીમ ભારતે મેજબાન ટીમને 318 રનના મોટા અંતરથી હરાવી દીધી. આ હાર પછી 2 મેચોની ટેસ્ટ સીરીઝમાં ભારતે વેસ્ટ ઈન્ડીઝ સામે 1-0થી જીત મેળવી હતી. ભારતની આ જીત રનની દ્રષ્ટિએ વિદેશમાં સૌથી મોટી જીત છે. […]

ભારતીય બોલરોની સામે વેસ્ટ ઈન્ડીઝની ટીમ ધરાશાયી, અજિંક્ય રહાણે 'મેન ઓફ ધ મેચ'
Kunjan Shukal

|

Aug 26, 2019 | 2:20 AM

ભારતીય ટીમ અને વેસ્ટ ઈન્ડીઝ વચ્ચે 2 મેચની ટેસ્ટ સીરીઝનો પ્રથમ મુકાબલો એન્ટીગામાં રમાયો હતો. આ મેચમાં દુનિયાની નંબર-1 ટેસ્ટ ટીમ ભારતે મેજબાન ટીમને 318 રનના મોટા અંતરથી હરાવી દીધી. આ હાર પછી 2 મેચોની ટેસ્ટ સીરીઝમાં ભારતે વેસ્ટ ઈન્ડીઝ સામે 1-0થી જીત મેળવી હતી.

ભારતની આ જીત રનની દ્રષ્ટિએ વિદેશમાં સૌથી મોટી જીત છે. તેની સાથે વિરાટ કોહલીની કેપ્ટનશીપમાં ભારતીય ટીમે ICC ટેસ્ટ ચેમ્પિયનશિપની શરૂઆત શાહી જીતની સાથે કરી. અજિંક્ય રહાણે સદી ફટકારી હતી તેથી તેમને ‘મેન ઓફ ધ મેચ’ જાહેર કર્યા હતા.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

ભારત તરફથી જસપ્રીત બુમરાહનું પ્રદર્શન શાનદાર રહ્યુ અને તેમને 5 વિકેટ ઝડપી લીધી હતી, જ્યારે ઈશાંત શર્માએ 3 અને શમીએ 2 વિકેટ લીધી હતી. જસપ્રીત બુમરાહે તેમના કરિયરમાં ચોથી વખત ઈનિંગમાં 5 વિકેટ ઝડપી લીધી છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

મેચના ચોથા દિવસે ભારતીય ટીમે બીજી ઈનિંગમાં 7 વિકેટ પર 343 રન બનાવ્યા હતા. ત્યારબાદ ભારતને કુલ 418 રનથી લીડ મળી હતી અને વેસ્ટ ઈન્ડીઝને જીતવા માટે 419 રનનું લક્ષ્ય મળ્યુ હતું. તેના જવાબમાં વેસ્ટ ઈન્ડીઝની ટીમ બીજી ઈનિંગમાં 100 રન પર ઓલ આઉટ થઈ ગઈ હતી.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

બીજી ઈનિંગમાં ભારતીય બોલરોની સામે વેસ્ટ ઈન્ડીઝની ટીમ પુરી રીતે ધરાશાયી થઈ ગઈ હતી. ભારત તરફથી બુમરાહે સૌથી વધારે 5 વિકેટ લીધી હતી.

[yop_poll id=”1″]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati