India Tour of South Africa: વિરાટ કોહલીએ કેપ્ટનશિપ વિવાદ અને ODI સિરીઝ પર આપ્યો જવાબ,

ભારતીય ક્રિકેટ ટીમ બુધવારે ત્રણ ટેસ્ટ મેચ અને ત્રણ વનડે મેચોની શ્રેણીમાં ભાગ લેવા માટે દક્ષિણ આફ્રિકા જવા રવાના થઈ રહી છે. આ સ્થિતિમાં ટેસ્ટ કેપ્ટન વિરાટ કોહલીએ પ્રસ્થાન પહેલા પ્રેસને સંબોધિત કરી હતી.

India Tour of South Africa: વિરાટ કોહલીએ કેપ્ટનશિપ વિવાદ અને ODI સિરીઝ પર આપ્યો જવાબ,
File photo
TV9 GUJARATI

| Edited By: Charmi Katira

Dec 15, 2021 | 1:40 PM

કોરોનાના ઓમિક્રોમ વેરિઅન્ટના કહેર અને વિવાદો વચ્ચે ભારતીય ક્રિકેટ ટીમ દક્ષિણ આફ્રિકા જવા રવાના થવા જઈ રહી છે. ટીમ ઈન્ડિયાના ટેસ્ટ કેપ્ટન વિરાટ કોહલીએ દક્ષિણ આફ્રિકા જતા પહેલા પ્રેસને સંબોધિત કરી હતી. વર્ચ્યુઅલ પ્રેસ કોન્ફરન્સની વચ્ચે વિરાટ કોહલીએ દરેક પાસાઓ પર પોતાનો અભિપ્રાય આપ્યો હતો.

ભારતીય ક્રિકેટ ટીમ દક્ષિણ આફ્રિકાના પ્રવાસે જવા રવાના થયા તેના એક દિવસ પહેલા ટેસ્ટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી અને કોચ રાહુલ દ્રવિડે મુંબઈમાં પ્રેસ કોન્ફરન્સ કરી હતી. ટીમ ઈન્ડિયાના કેપ્ટનશિપ વિવાદ બાદ વિરાટ કોહલી પહેલીવાર જાહેરમાં દેખાયો અને મીડિયા સાથે વાત કરી.

8 ડિસેમ્બરના રોજ દક્ષિણ આફ્રિકા પ્રવાસ માટે ભારતીય ટેસ્ટ ટીમની જાહેરાતની સાથે વિરાટ કોહલી પાસેથી કેપ્ટનશીપ છીનવીને રોહિત શર્માને નવો કેપ્ટન બનાવવાની પણ જાહેરાત કરવામાં આવી હતી. ત્યારથી બીસીસીઆઈના આ નિર્ણય પર વિવાદ થયો હતો.

દરમિયાન, રોહિત શર્મા ઈજાના કારણે ટેસ્ટ શ્રેણીમાંથી બહાર હોવાના સમાચાર આવ્યા હતા અને તેની સાથે કેટલાક અહેવાલો એવો દાવો કરવા લાગ્યા હતા કે વિરાટ કોહલી દક્ષિણ આફ્રિકાના પ્રવાસ પર ODI શ્રેણીમાં નહીં રમે, કારણ કે તેણે આરામની માંગ કરી છે. આને લઈને પણ વિવાદ ચાલુ છે અને આ બધા વિવાદો વચ્ચે કોહલીએ પહેલી પ્રેસ કોન્ફરન્સ સંબોધી હતી.

વિરાટ કોહલીએ કહ્યું છે કે તે વનડે શ્રેણી માટે ઉપલબ્ધ રહેશે. કોહલીએ કહ્યું છે કે તે શરૂઆતથી જ ODI શ્રેણીમાં પસંદગી માટે ઉપલબ્ધ હતો અને તેના ન રમવાના અહેવાલો ખોટા હતા.

વિરાટ કોહલીએ કહ્યું છે કે તેને કેપ્ટનશીપથી હટાવવા અંગે કંઈ કહેવામાં આવ્યું નથી, પરંતુ તેને આ નિર્ણયથી કોઈ સમસ્યા નથી. કોહલીએ કહ્યું, “સિલેકશન કમિટીની બેઠકના દોઢ કલાક પહેલા મારો સંપર્ક કરવામાં આવ્યો હતો. મુખ્ય પસંદગીકારે ટેસ્ટ ટીમ અંગે ચર્ચા કરી હતી. પછી મીટિંગ પૂરી કરતા પહેલા મને કહેવામાં આવ્યું કે હું ODI કેપ્ટન નહીં બનીશ અને મને કોઈ સમસ્યા નથી. પરંતુ અગાઉ કોઈ માહિતી આપવામાં આવી ન હતી.

આપણે બધા જાડેજાની ક્ષમતા વિશે જાણીએ છીએ અને તેની ખૂબ જ ખોટ થશે. પરંતુ અમારી બેન્ચ સ્ટ્રેન્થ ઘણી સારી છે. અમે ચોક્કસપણે તેની ખોટ અનુભવીશું, પરંતુ મને ખાતરી છે કે તે નિર્ણાયક પરિબળ હશે નહીં . ભારતીય ટીમ ટેસ્ટ મેચોમાં રોહિતનો અનુભવ ગુમાવશે. ઉપરાંત, મયંક માટે તેનો અનુભવ બતાવવાની આ એક તક છે.

બીસીસીઆઈના પ્રમુખ સૌરવ ગાંગુલીએ તાજેતરમાં કહ્યું હતું કે તેણે કોહલીને ટી20 કેપ્ટનશીપ ન છોડવા કહ્યું હતું, પરંતુ કોહલીએ તેનો ઈન્કાર કરી દીધો હતો. કોહલીએ કહ્યું, “જ્યારે મેં બીસીસીઆઈ સાથે ટી-20ની કેપ્ટનશીપ અંગે વાત કરી તો તેને સારી રીતે લેવામાં આવ્યું. તે એક પ્રગતિશીલ પગલું છે. મને ક્યારેય T20 ની કેપ્ટનશીપ ન છોડવાનું કહેવામાં આવ્યું હતું.”

કોહલીએ રોહિત શર્મા સાથેના વિવાદ પર પણ સ્પષ્ટતા કરી હતી. કોહલીએ કહ્યું, “મારી અને રોહિત વચ્ચે કંઈ નથી. હું અઢી વર્ષથી આ બધું કહીને કંટાળી ગયો છું. હું જે ઇચ્છું છું અથવા કરું છું  તે ટીમને નીચે લાવવા માટે નહીં હોય. મારી અને રોહિત વચ્ચે કોઈ સમસ્યા નથી.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati