IND vs SA, 2nd Test, Day 1, Highlights: એલ્ગર-પીટરસને મોર્ચો સંભાળ્યો, દક્ષિણ આફ્રિકાએ પહેલા દિવસે 1 વિકેટ ગુમાવી 35 રન બનાવ્યા

TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 03, 2022 | 9:06 PM

IND vs SA, 2nd Test, Day 1, Highlights: જોહાનિસબર્ગમાં ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે બીજી ટેસ્ટ રમાશે

IND vs SA, 2nd Test, Day 1, Highlights: એલ્ગર-પીટરસને મોર્ચો સંભાળ્યો, દક્ષિણ આફ્રિકાએ પહેલા દિવસે 1 વિકેટ ગુમાવી 35 રન બનાવ્યા
2nd Test IND vs SA Live

ભારત અને દક્ષિણ આફ્રિકા (India Vs South Africa) વચ્ચે 3 ટેસ્ટ મેચની શ્રેણીની બીજી મેચ જોહાનિસબર્ગ (Johannesburg Test) માં રમાઈ રહી છે. આજથી જ આ ટેસ્ટ શરૂ થઈ છે અને ભારતીય ટીમે (Indian Cricket Team) ટોસ જીતીને પ્રથમ બેટિંગ પસંદ કરી હતી. પ્રથમ દાવમાં પ્રથમ દિવસે ટીમ 202 સ્કોર પર સમેટાઇ ગઇ હતી. કેપ્ટન કેએલ રાહુલ (KL Rahul) સિવાય અન્ય કોઇ બેટ્સમેન ટીમ માટે યોગ્ય પ્રદર્શન કરી શક્યો નહોતો. ટીમે એક બાદ એક ઝડપથી વિકેટ ગુમાવી હતી. રહાણે અને પુજારા પણ નિષ્ફળ રહ્યા હતા.

ભારતીય ટીમે (Team India) બીજા સત્રમાં 93 રન બનાવ્યા છે, જ્યારે બે વિકેટ પણ ગુમાવી છે. ટીમ માટે આ સેશનમાં કેપ્ટન કેએલ રાહુલે સારી ઇનિંગ રમી અને અડધી સદી ફટકારી હતી. ટીમ ઈન્ડિયાએ આ સેશનમાં રાહુલ અને હનુમા વિહારીની વિકેટ ગુમાવી હતી. કાગીસો રબાડા અને માર્કો યાનસન (Marco Jansen) ને આ સફળતા મળી.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 03 Jan 2022 09:03 PM (IST)

    IND vs SA Live Score: પ્રથમ દિવસની રમત સમાપ્ત

  • 03 Jan 2022 08:59 PM (IST)

    IND vs SA Live Score: સિરાજ ઈજાના કારણે મેદાનની બહાર

    ભારતીય ટીમની મુશ્કેલી વધી ગઈ છે. ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજ ઈજાગ્રસ્ત છે અને મેદાનની બહાર ગયો છે. સિરાજ તેની ઓવરનો છેલ્લો બોલ મેળવવા માટે તેના રન-અપમાં બોલ છોડવા જતો હતો, તે જ સમયે તે અટકી ગયો અને તેનો પગ પકડીને ફ્લેક્સ કરવાનું શરૂ કર્યું. તેની હાલત જોઈને લાગે છે કે હેમસ્ટ્રિંગમાં કોઈ સમસ્યા છે. ટીમના ફિઝિયો નીતિન પટેલ મેદાનમાં આવ્યા હતા, પરંતુ તપાસ કર્યા વિના સિરાજ સાથે નીકળી ગયા હતા. શાર્દુલ ઠાકુરે સિરાજની ઓવરનો છેલ્લો બોલ પૂરો કર્યો.

  • 03 Jan 2022 08:29 PM (IST)

    IND vs SA Live Score: પીટરસને બે ચોગ્ગા ફટકાર્યા

    શામીની ઓવરમાં કીગન પીટરસને બે ચોગ્ગા ફટકાર્યા હતા. શામીની ઓવરના પહેલા જ બોલમાં બાઉન્સ આવ્યો હતો, જેનાથી પીટરસન આશ્ચર્યચકિત થઈ ગયો હતો, પરંતુ તેણે પણ હળવા હાથે હોશિયારીથી બોલ રમ્યો હતો અને બોલ 4 રનમાં થર્ડમેન પાસે ગયો હતો. પછી ઓવરનો પાંચમો બોલ ફ્લિક કર્યો અને મધ્યથી ચાર રન માટે મોકલ્યો હતો

  • 03 Jan 2022 08:28 PM (IST)

    IND vs SA Live Score: શામી સામે એલ્ગર પરેશાન

    પ્રથમ વિકેટ લીધા બાદ શામી વધુ ઘાતક બોલિંગ કરી રહ્યો છે. ખાસ કરીને સાઉથ આફ્રિકાના કેપ્ટન ડીન એલ્ગરને શામીએ પોતાની નવી ઓવરમાં ખરાબ રીતે પરેશાન કર્યો હતો. જમણા હાથના ફાસ્ટ બોલર શામીએ ડાબા હાથના બેટ્સમેન એલ્ગર માટે રાઉન્ડ ધ વિકેટ બોલિંગ કરી અને એલ્ગરના બેટની અંદરની ધાર પર ત્રણ વાર વાર કર્યો. શામીએ એંગલનો સારો ઉપયોગ કર્યો અને એલ્ગર આ ઓવરમાં વધુ સમજી શક્યો નહીં.

  • 03 Jan 2022 08:09 PM (IST)

    IND vs SA Live Score: માર્ક્રરમના રુપમાં પ્રથમ વિકેટ

    SA એ પ્રથમ વિકેટ ગુમાવી, એડન માર્ક્રરમ આઉટ. દક્ષિણ આફ્રિકાની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી અને ચોથી ઓવરમાં જ પહેલી વિકેટ પડી ગઈ હતી. સતત આઉટસ્વિંગ બોલ કરનારા શામીએ આ વખતે ઇનસ્વિંગ બોલ નાખ્યો અને માર્ક્રરમ તેને લેગ સાઇડ તરફ રમવા માંગતો હતો, પરંતુ તેનું બેટ સંપૂર્ણપણે બોલની લાઇન પર ન આવ્યું અને બોલ પેડ સાથે અથડાયો. અમ્પાયરને LBW આઉટ આપવામાં કોઈ સમસ્યા નહોતી. સતત ત્રીજી ઇનિંગમાં શમીએ માર્ક્રરમની વિકેટ લીધી છે.

  • 03 Jan 2022 08:04 PM (IST)

    IND vs SA Live Score: માર્ક્રરમે પ્રથમ ચોગ્ગો ફટકાર્યો

    દક્ષિણ આફ્રિકાને બીજી ઓવરમાં જ પ્રથમ ચોગ્ગો ફટકાર્યો. એડન માર્ક્રરમે ચોગ્ગા સાથે પોતાનું ખાતું ખોલાવ્યું. પ્રોટીયા ઓપનરે શમીના શોર્ટ બોલને શ્રેષ્ઠ રીતે ખેંચ્યો અને તેને 4 રન પર મોકલીને તેના રનની શરૂઆત કરી.

  • 03 Jan 2022 08:01 PM (IST)

    IND vs SA Live Score: દક્ષિણ આફ્રિકાનો દાવ શરૂ થયો

    ભારતના નાના સ્કોર બાદ દક્ષિણ આફ્રિકાનો પ્રથમ દાવ શરૂ થયો છે. કેપ્ટન ડીન એલ્ગર અને એડન માર્કરામની ઓપનિંગ જોડી મેદાનમાં છે. જસપ્રીત બુમરાહે ભારત માટે નવા બોલથી શરૂઆત કરી અને પ્રથમ ઓવર ખેંચી. જો કે બંને બેટ્સમેનોએ પણ મજબૂત બચાવ દર્શાવ્યો હતો.

  • 03 Jan 2022 07:34 PM (IST)

    IND vs SA Live Score: સિરાજની વિકેટ સાથે ભારતનો પ્રથમ દાવ સમેટાયો

  • 03 Jan 2022 07:28 PM (IST)

    IND vs SA Live Score: બુમરાહનો શાનદાર છગ્ગો

  • 03 Jan 2022 07:22 PM (IST)

    IND vs SA Live Score: અશ્વિન 46 રનની ઇનીંગ રમી આઉટ

  • 03 Jan 2022 07:19 PM (IST)

    IND vs SA Live Score: શામીના રુપમાં 8મી વિકેટ

    મોહમ્મદ શામી 9 રન જોડીને રબાડાને તેના જ બોલ પર તેના હાથમાં કેચ આપી વિકેટ ગુમાવી હતી.

  • 03 Jan 2022 07:13 PM (IST)

    IND vs SA Live Score: શામીને પણ પ્રથમ બાઉન્ડ્રી મળી

  • 03 Jan 2022 07:11 PM (IST)

    IND vs SA Live Score: અશ્વિને ફરી એક ફોર ફટકારી

    અશ્વિને ઓલિવિયરના બોલને હવામાં રમીને બાઉન્ડ્રી મેળવી હતી. અશ્વિને ફિલ્ડરો સર્કલની અંદર હોવાનો ફાયદો ઉઠાવ્યો અને ઓલિવિયરની નવી ઓવરના પહેલા જ બોલ પર બાઉન્ડ્રી પર લોંગ પર વધુ 4 રન મેળવવા માટે હાઇ ડ્રાઇવ રમી. અશ્વિન હાલમાં લગભગ 100ની સ્ટ્રાઈક રેટથી રન બનાવી રહ્યો છે.

    IND- 174/7; અશ્વિન-41, શામી-2

  • 03 Jan 2022 06:51 PM (IST)

    શાર્દૂલ શૂન્યમાં આઉટ

    ઓલીવરના બોલ પર શાર્દૂલ ઠાકુર કિગન પિટરસનના હાથમાં કેચ આઉટ ઝડપાયો હતો. ભારતીય ટીમની સ્થિતી ઝડપથી વિકેટ પડવા લાગતા મુશ્કેલ સ્થિતી સર્જાઇ હતી. ઠાકુર શૂન્ય રન પર વિકેટ ગુમાવી દીધી હતી.

  • 03 Jan 2022 06:49 PM (IST)

    પંતના રુપમાં ગુમાવી છઠ્ઠી વિકેટ

    દિવસના અંતિમ સત્રની શરુઆત થઇ ચુકી છે અને ભારતીય ટીમે 150 રનનો સ્કોર પાર કરી લીધો હતો પરંતુ ભારતે આ દરમિયાન છઠ્ઠી વિકેટ ગુમાવી છે. ઋષભ પંતના સ્વરુપમાં વિકેટ ગુમાવી હતી. આમ ભારતીય ટીમ 156 રનના સ્કોર પર 6 વિકેટ ગુમાવી દીધી છે. યેન્સેનેના બોલ પર કેચ આઉટ થયો હતો.

    IND- 156/6; પંત- 00; અશ્વિન- 27

  • 03 Jan 2022 06:13 PM (IST)

    IND vs SA Live: રવિચંદ્રન અશ્વિને બાઉન્ડ્રી ફટકારી

    રવિચંદ્રન અશ્વિનના બેટમાંથી રન ઝડપથી નીકળી રહ્યા છે. એન્ગિડીની ઓવરમાં બે સારા શોટ રમીને ચાર બાઉન્ડ્રી ફટકારનાર અશ્વિને આ વખતે યાનસનની ઓવરમાં બાઉન્ડ્રી ફટકારી હતી.  ડાબા હાથના ફાસ્ટ બોલર યાનસન રાઉન્ડ ધ વિકેટ પર આવ્યો અને લાંબો બોલ ફેંક્યો, જેને અશ્વિન કવર પર રમવા માંગતો હતો, પરંતુ બહારની કિનારી લેતા બોલ 4 રનમાં સ્લિપની ઉપર ગયો.

    IND- 132/5; પંત- 13; અશ્વિન - 15

  • 03 Jan 2022 06:00 PM (IST)

    IND vs SA Live: અશ્વિને ચોગ્ગા સાથે ખાતું ખોલાવ્યું

    રવિચંદ્રન અશ્વિન ચોગ્ગા સાથે તેના રમતની શરૂઆત કરી છે.

    IND- 121/5; પંત -12; અશ્વિન - 5

  • 03 Jan 2022 05:52 PM (IST)

    IND vs SA Live: ભારતની અડધી ટીમ પેવેલિયન પરત ફર્યો,પાંચમો ઝટકો

    ભારતને 45.5 ઓવરમાં પાંચમો ઝટકો લાગ્યો હતો. આ સાથે જ અડધી ભારતીય ટીમ પેવેલિયન પરત ફરી ગઈ છે.રાહુલ 133 બોલમાં 9 ચોગ્ગાની મદદથી 50 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. નવો બેટ્સમેન રવિચંદ્રન અશ્વિન આવ્યો છે.

  • 03 Jan 2022 05:50 PM (IST)

    IND vs SA Live:કેપ્ટન રાહુલની ફિફ્ટી

    રાહુલે શાનદાર લડાયક ઇનિંગ્સ રમીને પોતાની કેપ્ટનશિપની ડેબ્યૂમાં અડધી સદી ફટકારી છે. રાહુલે પોતાની ટેસ્ટ કારકિર્દીની 13મી અડધી સદી 128 બોલમાં એન્ગિડીની ઓવરમાં એક રન લઈને પૂરી કરી હતી. સતત બીજી ટેસ્ટમાં રાહુલે 50નો આંકડો પાર કરી લીધો છે.

    IND- 116/4; રાહુલ - 50, પંત - 12

  • 03 Jan 2022 05:37 PM (IST)

    IND vs SA Live: શાનદાર કેચનો જુઓ , Video

  • 03 Jan 2022 05:35 PM (IST)

    IND vs SA Live:ટીમ ઈન્ડિયા સદી

    ટીમ ઈન્ડિયાએ જોહાનિસબર્ગ ટેસ્ટની પ્રથમ ઈનિંગમાં સદી પૂરી કરી લીધી છે. ઓપનર અને કેપ્ટન કેએલ રાહુલ પણ પોતાની ફિફ્ટીની નજીક છે. રાહુલ સાથે ઋષભ પંત ક્રિઝ પર હાજર છે. ભારતીય ટીમને ચોથો ઝટકો હનુમા વિહારીના રૂપમાં લાગ્યો હતો, વિહારી 20 રન બનાવીને આઉટ થયો હતો.

  • 03 Jan 2022 05:27 PM (IST)

    IND vs SA Live: ભારતનો સ્કોર 40 ઓવરમાં 4 વિકેટે 95 રન

    ભારતનો સ્કોર 40 ઓવરમાં 4 વિકેટે 95 રન છે. કેએલ રાહુલ 116 બોલમાં 42 અને રિષભ પંત 2 બોલમાં 0 રન બનાવીને રમી રહ્યો છે.

  • 03 Jan 2022 05:15 PM (IST)

    IND vs SA Live: ભારતને ચોથો ઝટકો

  • 03 Jan 2022 05:12 PM (IST)

    IND vs SA Live: હનુમાવિહારી આઉટ

    ભારતીય ટીમમાં વાપસી કરનાર હનુમા વિહારી 20 રનના સ્કોર પર કાગીસો રબાડાનો શિકાર બન્યો હતો. રેસી વેન ડેર ડૂસેને શોર્ટ લેગ પર શાનદાર કેચ લઈને ટીમ ઈન્ડિયાને ચોથો ઝટકો આપ્યો હતો. ટીમ ઈન્ડિયાનો સ્કોર 4 વિકેટે 91 રન છે.

  • 03 Jan 2022 05:07 PM (IST)

    IND vs SA Live: હનુમાવિહારીનો શાનદાર શોર્ટ

  • 03 Jan 2022 05:03 PM (IST)

    IND vs SA Live: રાહુલનો અત્યાર સુધીનો સર્વશ્રેષ્ઠ શોટ

    રાહુલે આ ઇનિંગમાં અત્યાર સુધીનો પોતાનો સર્વશ્રેષ્ઠ શોટ રમ્યો છે. છેલ્લા સેશનમાં ભારતને સતત બે ઝટકા આપનાર ડુઆન ઓલિવિયર આ સત્રમાં પ્રથમ વખત બોલિંગ કરવા આવ્યો હતો અને રાહુલે બીજા બોલને શ્રેષ્ઠ રીતે ફ્લિક કરતાં મિડવિકેટ બાઉન્ડ્રી પર બાઉન્ડ્રી મેળવી હતી.

    IND- 77/3; રાહુલ - 30, વિહારી - 15

  • 03 Jan 2022 04:52 PM (IST)

    IND vs SA Live: ભારતનો સ્કોર - 71/3

    34 ઓવર પછી ભારતનો સ્કોર ત્રણ વિકેટે 71 રન છે. કેએલ રાહુલ 95 બોલમાં પાંચ ચોગ્ગાની મદદથી 24 રન રમી રહ્યો છે. તે જ સમયે, હનુમા વિહારીના બેટમાંથી 39 બોલમાં બે ચોગ્ગાની મદદથી 15 રન આવ્યા છે.

  • 03 Jan 2022 04:52 PM (IST)

    IND vs SA Live: હનુમા વિહારીને જીવનદાન મળ્યું

    હનુમા વિહારીને જીવનદાન મળ્યું. તેમ્બા બાવુમાએ વિહારીનો આસાન કેચ છોડ્યો હતો. 2 રન મળ્યા. લુંગી Ngidi આ કેચ ડ્રોપથી ખૂબ જ નિરાશ દેખાતો હતો.

  • 03 Jan 2022 04:41 PM (IST)

    IND vs SA Live: રાહુલે ચોગ્ગો ફટકાર્યો

    કેએલ રાહુલે 33મી ઓવરના બીજા પર ચોગ્ગો ફટકાર્યો હતો

  • 03 Jan 2022 04:39 PM (IST)

    IND vs SA Live:બીજા સેશનની પ્રથમ બાઉન્ડ્રી

    બીજા સેશનની પ્રથમ બાઉન્ડ્રી હનુમા વિહારીના બેટમાંથી આવી હતી. આ ઇનિંગમાં વિહારીનો પણ આ પ્રથમ ચાર છે. સત્રની શરૂઆત સળંગ ત્રણ મેડન ઓવરથી થઈ અને પછી ચોથી ઓવરના પહેલા જ બોલે વિહારીએ ચોગ્ગો ફટકાર્યો. પ્રથમ સત્રથી જ ચુસ્ત બોલિંગ કરી રહેલા Ngidiએ નબળી બોલિંગ આપી અને વિહારીએ તેને મિડ-ઓફની નજીક બાઉન્ડ્રી માટે મોકલ્યો.

    IND- 60/3; રાહુલ - 19, વિહારી - 9

  • 03 Jan 2022 04:26 PM (IST)

    IND vs SA Live: બીજા સેશનની રમત શરૂઆત

    રાહુલ-વિહારી ક્રીઝ પર બીજા સેશનની રમત શરૂ થઈ ગઈ છે. આ સેશનમાં રાહુલ અને વિહારીની મોટી જવાબદારી છે. બંનેએ માત્ર વિકેટ બચાવવાની જ નહીં, પણ રન ઉમેરવા પણ છે. ભારતીય કેપ્ટન રાહુલે પહેલા સેશનમાં કોઈ ભૂલ કરી ન હતી અને વિકેટ જાળવી રાખી હતી, પરંતુ તેણે અત્યાર સુધી 80 બોલમાં માત્ર 19 રન બનાવ્યા છે. લંચ બાદ પ્રથમ ઓવર માટે આવેલા માર્કો યાનસન પર કોઈ રન નોંધાયો ન હતો.

    IND- 53/3; રાહુલ - 19, વિહારી - 4

  • 03 Jan 2022 04:24 PM (IST)

  • 03 Jan 2022 03:40 PM (IST)

    IND vs SA Live: ડુઆને ઓલિવિયરની 50 વિકેટ

    લગભગ અઢી વર્ષ બાદ દક્ષિણ આફ્રિકાની ટીમમાં વાપસી કરી રહેલા ઝડપી બોલર ડુઆન ઓલિવિયરે ટેસ્ટ ક્રિકેટમાં 50 વિકેટ પૂરી કરી લીધી છે. પોતાની 11મી ટેસ્ટ રમી રહેલ ઓલિવિયર આ સ્થાને પહોંચનાર ત્રીજો સૌથી ઝડપી આફ્રિકન બોલર છે.

  • 03 Jan 2022 03:37 PM (IST)

    IND vs SA Live:લંચ બ્રેક સુધી દક્ષિણ આફ્રિકાનું પલડું ભારે, ભારતનો સ્કોર 53/3

    લંચ બ્રેક સુધી ભારતનો સ્કોર 26 ઓવરમાં 3 વિકેટે 53 રન છે. હનુમા વિહારી 12 બોલમાં 4 અને કેએલ રાહુલ 74 બોલમાં 19 રન બનાવીને રમી રહ્યા છે.

  • 03 Jan 2022 03:36 PM (IST)

  • 03 Jan 2022 03:26 PM (IST)

    IND vs SA Live: 23.4 ઓવરમાં ભારતને ત્રીજો ઝટકો

    23.4 ઓવરમાં ભારતને ત્રીજો ઝટકો લાગ્યો હતો. કીગન પીટરસને ડુઆને ઓલિવિયરની બોલ પર અજિંક્ય રહાણેનો કેચ પકડ્યો હતો. અજિંક્ય રહાણે ગોલ્ડન ડક માટે પેવેલિયન પરત ફર્યો. નવો બેટ્સમેન હનુમા વિહારી આવ્યો છે.

  • 03 Jan 2022 03:25 PM (IST)

    IND vs SA Live: ભારતને 23.3 ઓવરમાં બીજો ઝટકો લાગ્યો

    ભારતને 23.3 ઓવરમાં બીજો ઝટકો લાગ્યો હતો. ચેતેશ્વર પૂજારાને ડુઆન ઓલિવિયરની બોલ પર તેમ્બા બાવુમાએ કેચ આઉટ કરાવ્યો હતો. પૂજારા 33 બોલમાં માત્ર 3 રન બનાવીને આઉટ થયો હતો. નવો બેટ્સમેન અજિંક્ય રહાણે આવ્યો છે.

  • 03 Jan 2022 03:15 PM (IST)

    IND vs SA Live: ભારતનો સ્કોર 40 રન

    ભારતનો સ્કોર 20 ઓવરમાં 1 વિકેટના નુકસાન પર 40 રન છે. કેએલ રાહુલ 62 બોલમાં 10 રન અને ચેતેશ્વર પુજારા 22 બોલમાં 3 રન બનાવીને રમી રહ્યા છે.

  • 03 Jan 2022 02:58 PM (IST)

    IND vs SA Live: કોહલીની ગેરહાજરી, દક્ષિણ આફ્રિકાને રાહત

    ભારતીય કેપ્ટન વિરાટ કોહલીનું ન રમવું ટીમ ઈન્ડિયા માટે મોટો ઝટકો, તો દક્ષિણ આફ્રિકા માટે મોટી રાહત. ભારતના ભૂતપૂર્વ ઓલરાઉન્ડર ઈરફાન પઠાણનું પણ માનવું છે કે કોહલીના ખરાબ ફોર્મ છતાં આ ટેસ્ટમાં કોહલીની ગેરહાજરી દક્ષિણ આફ્રિકા માટે સારી છે, કારણ કે તેને ભારતીય કેપ્ટનની આક્રમકતાનો સામનો કરવો પડશે નહીં.

  • 03 Jan 2022 02:54 PM (IST)

    IND vs SA Live: ભારતનો સ્કોર 15 ઓવરમાં 36 રન

    ભારતનો સ્કોર 15 ઓવરમાં 1 વિકેટના નુકસાન પર 36 રન છે. કેએલ રાહુલ 49 બોલમાં 9 અને ચેતેશ્વર પૂજારા 5 બોલમાં 0 રન બનાવીને રમી રહ્યા છે.

  • 03 Jan 2022 02:38 PM (IST)

    IND vs SA Live: ભારતને પહેલો ઝટકો મયંક અગ્રવાલ આઉટ

    ભારતને પહેલો ફટકો 14.1 ઓવરમાં જ લાગ્યો હતો. માર્કો જેન્સનની બોલ પર કાઈલે મયંક અગ્રવાલનો કેચ પકડ્યો હતો. મયંક 37 બોલમાં 5 ચોગ્ગાની મદદથી 26 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. નવો બેટ્સમેન ચેતેશ્વર પુજારા આવ્યો છે.

  • 03 Jan 2022 02:34 PM (IST)

    IND vs SA Live: દક્ષિણ આફ્રિકાને વિકેટ લેવાની તક ગુમાવી

    શરૂઆતની ઓવરોમાં દક્ષિણ આફ્રિકાને વિકેટ પડવાની પ્રથમ તક 11મી ઓવરમાં મળી હતી. કાગીસો રબાડાના બોલનો મયંકે બચાવ કર્યો હતો, પરંતુ બોલ સારી લેન્થથી ઊંચા ઉછાળ સાથે અંદર આવ્યો હતો, જે મયંકના બેટની અંદરની કિનારી પર લાગ્યો હતો અને શોર્ટ લેગ પર કેચ થયો હતો. આવા કેચ માટે એક ફિલ્ડરને તૈનાત કરવામાં આવ્યો હતો, પરંતુ તે થોડો પાછળ હતો અને ડાઇવિંગ કરવા છતાં કેચ સુધી પહોંચી શક્યો ન હતો.

    IND- 34/0; રાહુલ - 9, મયંક - 24

  • 03 Jan 2022 02:24 PM (IST)

    IND vs SA Live: ભારતનો સ્કોર 10 ઓવરમાં 2 રન

    ભારતનો સ્કોર 10 ઓવરમાં કોઈપણ નુકશાન વિના 32 રન છે. મયંક અગ્રવાલ 25 બોલમાં 22 અને કેએલ રાહુલ 36 બોલમાં 9 રન બનાવીને રમી રહ્યો છે.

  • 03 Jan 2022 02:15 PM (IST)

    IND vs SA Live: દક્ષિણ આફ્રિકાએ રિવ્યુ ગુમાવ્યો

    ફરી એકવાર ડુઆન ઓલિવિયરના બોલ પર રાહુલ સામે અપીલ થઈ હતી. . બોલ તેના બેટમાંથી પસાર થયો અને કેચ માટે અપીલ થઈ. અમ્પાયરે તેને ઠુકરાવી દીધી. સાઉથ આફ્રિકાએ રિવ્યુ લીધો, પરંતુ રિપ્લે દર્શાવે છે કે બોલ રાહુલના ખભા પર અથડાયા બાદ વિકેટકીપર પાસે જ ગયો હતો. અમ્પાયરના નિર્ણયને યથાવત રાખવામાં આવ્યો હતો અને દક્ષિણ આફ્રિકાએ રિવ્યુ ગુમાવ્યો હતો.

    IND- 20/0; રાહુલ - 1, મયંક - 18

  • 03 Jan 2022 02:13 PM (IST)

    IND vs SA Live: મયંકે ચોગ્ગો ફટકાર્યો

    સતત સારી બોલિંગ કરી રહેલા રબાડાએ ભૂલ કરી હતી અને મયંક અગ્રવાલે તેને બાઉન્ડ્રી તરફ મોકલવામાં કોઈ ભૂલ કરી નહોતી. રબાડાનો છેલ્લો બોલ લેગ-સ્ટમ્પની લાઇન પર હતો અને લેન્થ પણ ફુલ હતી.  મયંક તરફથી ચોથી બાઉન્ડ્રી.

  • 03 Jan 2022 01:59 PM (IST)

    IND vs SA Live: ભારતનો સ્કોર 5 ઓવરમાં 15 રન

    ભારતનો સ્કોર 5 ઓવરમાં કોઈપણ નુકશાન વિના 15 રન છે. મયંક અગ્રવાલ 11 બોલમાં 13 અને કેએલ રાહુલ 20 બોલમાં 1 રન બનાવીને રમી રહ્યો છે.

  • 03 Jan 2022 01:58 PM (IST)

    IND vs SA Live: ભારતનો સ્કોર - 13/0

    ત્રણ ઓવરના અંતે ભારતે વિના નુકશાને 13 રન બનાવી લીધા છે. મયંક અગ્રવાલ 12 અને કેપ્ટન કેએલ એક રન બનાવીને ક્રિઝ પર છે. દક્ષિણ આફ્રિકા માટે કાગિસો રબાડા અને ડુઆન ઓલિવરે બોલિંગની શરૂઆત કરી હતી.

  • 03 Jan 2022 01:35 PM (IST)

    IND vs SA Live: ભારતનો દાવ શરૂ થયો

    રમત શરૂ થઈ ગઈ છે. ભારત તરફથી કેએલ રાહુલ અને મયંક અગ્રવાલ ઓપનિંગ કરી રહ્યા છે. દક્ષિણ આફ્રિકા માટે કાગિસો રબાડા બોલિંગ આક્રમણની શરૂઆત કરી રહ્યો છે.

  • 03 Jan 2022 01:35 PM (IST)

    IND vs SA Live: વિહારીને એક વર્ષ પછી તક મળી

    કોહલીના કારણે આ ટેસ્ટ મેચમાં હનુમા વિહારીને તક મળી છે.

  • 03 Jan 2022 01:20 PM (IST)

    IND vs SA Live: વિરાટ કોહલી ટેસ્ટમાંથી બહાર

    ભારતીય કેપ્ટન વિરાટ કોહલી આ ટેસ્ટમાંથી બહાર થઈ ગયો છે. કોહલીના આઉટ થવાના સમાચાર ટોસની થોડી જ મિનિટો પહેલા આવ્યા હતા.આવી સ્થિતિમાં વાઇસ કેપ્ટન કેએલ રાહુલ પ્રથમ વખત ટેસ્ટ ટીમની કેપ્ટનશિપ કરવા મેદાનમાં આવ્યા છે. રાહુલે કહ્યું કે, પીઠના ઉપરના ભાગમાં અકડાઈ જવાને કારણે કોહલી આ ટેસ્ટમાંથી બહાર થઈ ગયો છે.

  • 03 Jan 2022 01:16 PM (IST)

    IND vs SA Live: ભારતનો પ્લેઇંગ 11 - કોહલી આઉટ, વિહારી ઇન

  • 03 Jan 2022 01:14 PM (IST)

    IND vs SA Live: ભારતે ટોસ જીત્યો

    વિરાટ કોહલીની ગેરહાજરીમાં પ્રથમ વખત ભારતીય ટીમની કેપ્ટનશીપ કરી રહેલા કેએલ રાહુલે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે. કોહલીની જગ્યાએ હનુમા વિહારીને ભારતીય ટીમમાં જગ્યા મળી છે.

    સાઉથ આફ્રિકાની ટીમમાં બે ફેરફાર કરવામાં આવ્યા છે - નિવૃત્ત વિકેટકીપર બેટ્સમેન ક્વિન્ટન ડી કોકના સ્થાને કાયલ રેનનો સમાવેશ કરવામાં આવ્યો છે. તે જ સમયે, ઝડપી બોલર ડુઆન ઓલિવિયર ઓલરાઉન્ડર વિયાન મુલ્ડરની જગ્યાએ આવ્યો છે.

  • 03 Jan 2022 01:13 PM (IST)

    IND vs SA, 2nd Test :કોહલી જોહાનિસબર્ગ ટેસ્ટમાંથી બહાર

    ભારતનો  ટેસ્ટ કેપ્ટન વિરાટ કોહલી બીજી ટેસ્ટમાંથી બહાર થઈ ગયો છે. તેના સ્થાને કેએલ રાહુલ ટીમનું સુકાની પદ સંભાળશે.

  • 03 Jan 2022 01:13 PM (IST)

    IND vs SA, 2nd Test : ભારત 3 ટેસ્ટ મેચની શ્રેણીમાં 1-0થી આગળ

    જો ભારત જોહાનિસબર્ગમાં શરૂ થનારી બીજી ટેસ્ટ જીતી જશે તો આ સાથે તે શ્રેણી પર કબજો કરી લેશે. ભારત હાલમાં 3 ટેસ્ટ મેચની શ્રેણીમાં 1-0થી આગળ છે. અને આ અર્થમાં, તે યજમાન દક્ષિણ આફ્રિકા માટે કરો યા મરો છે. કારણ કે હવે વધુ એક હાર તેની શ્રેણી જીતવાની આશા તોડી શકે છે.

  • 03 Jan 2022 01:12 PM (IST)

    IND vs SA, 2nd Test : જોહાનિસબર્ગમાં ભારતની છઠ્ઠી ટેસ્ટ

    જોહાનિસબર્ગમાં આજે ભારત દક્ષિણ આફ્રિકા સામે વર્તમાન ટેસ્ટ શ્રેણીની બીજી મેચ રમશે. આ મેદાન પર ટીમ ઈન્ડિયાની આ છઠ્ઠી ટેસ્ટ હશે. આ પહેલા ભારતે અહીં રમાયેલી 5 ટેસ્ટમાંથી 2માં જીત મેળવી છે, જ્યારે 3 ટેસ્ટ ડ્રો રહી છે.

Published On - Jan 03,2022 1:09 PM

Follow Us:
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
Surendranagar : પરસોત્તમ રૂપાલના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Surendranagar : પરસોત્તમ રૂપાલના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Gandhinagar :RTO ઓફિસમાં અરજદારોને ખાવા પડી રહ્યા છે ધક્કા
Gandhinagar :RTO ઓફિસમાં અરજદારોને ખાવા પડી રહ્યા છે ધક્કા
Rain : ભર ઉનાળે દક્ષિણ ગુજરાતમાં મેઘ મહેર, વલસાડ, ડાંગ, તાપીમાં વરસાદ
Rain : ભર ઉનાળે દક્ષિણ ગુજરાતમાં મેઘ મહેર, વલસાડ, ડાંગ, તાપીમાં વરસાદ
Chhota Udepur : ઉનાળાની આકરી ગરમી વચ્ચે વરસ્યો વરસાદ
Chhota Udepur : ઉનાળાની આકરી ગરમી વચ્ચે વરસ્યો વરસાદ
g clip-path="url(#clip0_868_265)">