સાઉથ આફ્રિકા 176 રનમાં ઓલઆઉટ, ભારતને જીતવા માટે 79 રનનો લક્ષ્યાંક મળ્યો

ટીમ ઈન્ડિયાએ બીજી ઈનિંગમાં સાઉથ આફ્રિકાને 176ના સ્કોર પર ઓલઆઉટ કરી દીધું છે. ભારત તરફથી જસપ્રીત બુમરાહે 6 વિકેટ ઝડપી છે, જ્યારે હવે ટીમ ઈન્ડિયાને જીત માટે 79 રનનો ટાર્ગેટ મળ્યો છે.

સાઉથ આફ્રિકા 176 રનમાં ઓલઆઉટ, ભારતને જીતવા માટે 79 રનનો લક્ષ્યાંક મળ્યો
| Updated on: Jan 04, 2024 | 4:03 PM

બીજા દિવસે સાઉથ આફ્રિકાએ 62/3ના સ્કોરથી પોતાની ઈનિગ્સ આગળ વધારી હતી. જસપ્રિત બુમરાહે પહેલી ઓવરમાં ડેવિડને પેવેલિયન મોકલ્યો હતો. ટીમે પહેલા સેશનમાં 19.5 ઓવરમાં 7 વિકેટ 114 રન બનાવી ગુમાવી હતી. બુમરાહે 6 વિકેટ લઈ પોતાનો સ્પેલ પૂર્ણ કર્યો હતો.

ભારતને 79 રનનો ટાર્ગેટ મળ્યો

સાઉથ આફ્રિકાના એડન માર્કરામે 106 રનની ઈનિગ્સ રમી હતી. તેના સદીથી સાઉથ આફ્રિકાનો સ્કોર 176 બન્યો હતો. ટીમે 78 રનની લીડ લીધી હતી જેના કારણે ભારતને 79 રનનો ટાર્ગેટ મળ્યો છે.તમને જણાવી દઈએ કે, કેપટાઉનના આ જ ન્યુલેનડ્સ મેદાન પર બુમરાહે 6 વર્ષ પહેલા ડેબ્યુ કર્યું હતુ.

 

ટીમ ઈન્ડિયા માટે આજે આ મેચ જીતવાની તક

આ સાથે ભારતીય ટીમને આ મેચ જીતવા માટે 79 રનનો ટાર્ગેટ મળ્યો છે. સાઉથ આફ્રિકા તરફથી બીજી ઇનિંગમાં એડન માર્કરામે સદી ફટકારી હતી, જ્યારે ભારત તરફથી જસપ્રિત બુમરાહે 6 વિકેટ લીધી હતી. ટીમ ઈન્ડિયા માટે આજે આ મેચ જીતવાની તક છે.

બીજી ઈનિગ્સમાં સાઉથ આફ્રિકા ઓલઆઉટ

પહેલા દિવસે સાઉથ આફ્રિકા પહેલી ઈનિગ્સમાં 55 અને ભારત 153 રન પર ઓલઆઉટ થઈ હતી. ટીમ ઈન્ડિયાને પહેલી ઈનિગ્સમાં 98 રનની લીડ મળી હતી. બીજી ઈનિગ્સમાં સાઉથ આફ્રિકા ઓલઆઉટ થયા બાદ ભારતની ઈનિગ્સ લંચ સેશન બાદ શરુ થશે. ટીમ પાસે ટારગેટ હાંસલ કરવા માટે 3 દિવસ અને 2 સેશનનો સમય છે.

બુમરાહે 6 વિકેટ, મુકેશ કુમારને 2 વિકેટ લીધી

માર્કરામે 103 બોલમાં 106 રન બનાવ્યા હતા. તેના સિવાય માત્ર 3 અન્ય ખેલાડીઓ ડબલ આંકડાના રન બનાવી શક્યા હતા. કેપ્ટન ડીન એલ્ગરે પોતાના કરિયરની છેલ્લી ઈનિગ્સમાં 12 રન બનાવ્યા હતા. ડેવિડ અને માર્કે યાનસેને 11-11 રનની ઈનિગ્સ રમી હતી. ભારત માટે જસપ્રિત બુમરાહે 6 વિકેટ, મુકેશ કુમારને 2 સફળતા મળી હતી. પ્રસિદ્ધ કૃષ્ણા અને મોહમ્મદ સિરાજે 1-1 વિકેટ લીધી હતી.

આ પણ વાંચો : અમદાવાદના જસપ્રિત બુમરાહે સાઉથ આફ્રિકાના 6 ખેલાડીઓને પેવેલિયન મોકલ્યા

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

 

Published On - 3:35 pm, Thu, 4 January 24