IND vs PAK, T20 World Cup 2021: મહા મુકાબલા પહેલા કેપ્ટન વિરાટ કોહલીનો પડકાર કહ્યું, અમે તૈયાર છીએ

24 ઓક્ટોબરે ભારત-પાકિસ્તાન (India vs Pakistan)વચ્ચે ટક્કર જામશે. પાકિસ્તાને સુપર સન્ડે ભારત સામેની હાઈ વોલ્ટેજ મેચ માટે પોતાની ટીમની જાહેરાત કરી છે.

IND vs PAK, T20 World Cup 2021:  મહા મુકાબલા પહેલા કેપ્ટન વિરાટ કોહલીનો પડકાર કહ્યું, અમે તૈયાર છીએ
Virat Kohli
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 23, 2021 | 2:41 PM

T20 વર્લ્ડ કપ 2021 (T20 World Cup 2021) માં ભારત અને પાકિસ્તાન (India vs Pakistan) 24 ઓક્ટોબરે સ્પર્ધા કરવા જઈ રહ્યા છે.પાકિસ્તાન (Pakistan) ની ટીમ આજ સુધી વર્લ્ડકપ (World Cup) માં ભારત સામે રમાયેલી મેચ જીતી શકી નથી, જ્યારે વિશ્વકપમાં ભારત હંમેશા જીત્યું છે.

આ વર્લ્ડ કપ ફરી એક વખત એક મહાસંગ્રામ બનવા જઈ રહ્યો છે. ભારત 24 ઓક્ટોબરથી દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં પાકિસ્તાન સામે પોતાનું અભિયાન શરૂ કરશે. આ મેચને લઈને ઘણી ચર્ચા થઈ રહી છે અને હવે ટીમ ઈન્ડીયા (Team India) ના કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli) એ આ મેચ વિશે વાત કરી છે.

પાકિસ્તાન સામે રમાનારી મેચ પહેલા વિરાટે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે, હાર્દિક પંડ્યા (Hardik Pandya)ની હાલની સ્થિતિ દિવસેને દિવસે સુધરી રહી છે અને તે વિશ્વકપમાં કોઈ ને કોઈ સમયે બોલિંગ કરશે. ભારત પાસે અન્ય વિકલ્પો છે,

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં
ઉનાળામાં આ વસ્તુઓનું સેવન કરશો તો ડિહાઇડ્રેશનનો શિકાર નહીં બનો
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક

વિરાટ કોહલીએ આ વર્લ્ડ કપ પહેલા જ કહી દીધું હતું કે, તે આ ટૂર્નામેન્ટ પછી ટી-20માં ટીમ ઈન્ડિયા (Team India)ની કેપ્ટનશીપ છોડી દેશે. કોહલીએ આ અંગે કહ્યું કે, “મેં આ વિશે પહેલેથી જ મારી વાત કહી દીધી છે,

કોહલી(Virat Kohli)એ ટી20માં ટીમ ઈન્ડિયાના કેપ્ટન પદેથી રાજીનામું આપવાના નિર્ણય પાછળ વર્કલોડને એક કારણ ગણાવ્યું હતું. જો કે, તે વનડે અને ટેસ્ટમાં ટીમના કેપ્ટન તરીકે ચાલુ રહેશે. આ પછી, કોહલીએ તેની આઈપીએલ ટીમ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની કેપ્ટનશિપ છોડવાનો પણ નિર્ણય કર્યો. તેણે કહ્યું હતું કે IPL-2021 બેંગ્લોર માટે કેપ્ટન તરીકેની તેની છેલ્લી IPL હશે.

વર્લ્ડ કપમાં પાકિસ્તાન જીતી શક્યું નથી

જો પાકિસ્તાન(Pakistan) નો વર્લ્ડકપ ઇતિહાસ જોવામાં આવે તો, તે ક્યારેય ભારત સામે વર્લ્ડકપની મેચ જીતી શક્યા નથી. જેમાં ટી20 વર્લ્ડકપ અને વનડે વર્લ્ડ કપનો સમાવેશ થાય છે. બંને ટીમો 12 વખત એકબીજાનો સામનો કરી ચૂકી છે. વનડે વર્લ્ડ કપમાં સાત વખત અને ટી20 વર્લ્ડ કપમાં પાંચ વખત. પરંતુ પાકિસ્તાન એક પણ વખત જીતી શક્યું નથી.

ભારતે 2007 માં ટી-20 વર્લ્ડકપનો ખિતાબ જીત્યો હતો. તેણે ફાઈનલમાં જ પાકિસ્તાનને હરાવ્યું હતું. એક જ સિઝનમાં, બંને ટીમો ફાઇનલ પહેલા એક વખત વધુ મળી હતી અને તેમાં પણ ભારતે બોલ આઉટ પહોંચેલી મેચને જીતી હતી.

ચેમ્પિયન્સ ટ્રોફી જીત

આઇસીસી ઇવેન્ટની વાત કરીએ તો, આ બંને ટીમો છેલ્લે 2019 વર્લ્ડ કપમાં રૂબરૂ થઇ હતી.તેમાં ભારતે જીત મેળવી હતી. આ દરમિયાન આ મેચ પહેલા, ભારત અને પાકિસ્તાને આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી-2017 ની ફાઇનલમાં પણ ટક્કર કરી હતી અને પાકિસ્તાન તેમાં જીત્યું હતું.

ભારત સામેની પ્લેઈંગ ઈલેવનની પસંદગી કરતા પહેલા પાકિસ્તાન દ્વારા જે 12 ખેલાડીઓના નામની જાહેરાત કરવામાં આવી છે તે આ પ્રમાણે છે – બાબર આઝમ (કેપ્ટન), મોહમ્મદ રિઝવાન, ફખર ઝમાન, મોહમ્મદ હફીઝ, શોએબ મલિક, આસિફ, ઈમાદ વસીમ, શાદાબ ખાન, હસન અલી. શાહીન શાહ આફ્રિદી. હેરિસ રઉફ, હૈદર

આ પણ વાંચો : Amit Shah jammu kashmir Visit: શહીદ ઇન્સ્પેક્ટર પરવેઝ અહેમદના ઘરે પહોંચ્યા અમિત શાહ, પરિવારને સોંપ્યા સરકારી નોકરીના કાગળો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">