IND vs PAK: ભારત પાકિસ્તાન વચ્ચે T20 સિરીઝને લઈને BCCIનું અપડેટ, રાજીવ શુકલાએ આપ્યું મોટું નિવેદન

ભારત અને પાકિસ્તાન (India vs Pakistan) વચ્ચે લાંબા સમયથી તણાવભર્યા રાજનૈતિક સંબંધોને લઈ બંને દેશો વચ્ચે ક્રિકેટ લાંબા સમયથી બંધ છે. બંને ટીમોએ 2012-13 બાદ કોઈ જ દ્રીપક્ષીય સિરીઝ રમી નથી.

IND vs PAK: ભારત પાકિસ્તાન વચ્ચે T20 સિરીઝને લઈને BCCIનું અપડેટ, રાજીવ શુકલાએ આપ્યું મોટું નિવેદન
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Mar 27, 2021 | 6:08 PM

ભારત અને પાકિસ્તાન (India vs Pakistan) વચ્ચે લાંબા સમયથી તણાવભર્યા રાજનૈતિક સંબંધોને લઈ બંને દેશો વચ્ચે ક્રિકેટ લાંબા સમયથી બંધ છે. બંને ટીમોએ 2012-13 બાદ કોઈ જ દ્રીપક્ષીય સિરીઝ રમી નથી. હાલમાં પણ બંને બચ્ચે સંઘર્ષ વિરામ ઘોષણા કરવામાં આવી હતી. જેના બાદ અંદાજ લગાવવામાં આવી રહ્યો હતો કે બંને વચ્ચે T20 સિરીઝ રમાઈ શકે છે. જોકે હજુ સુધી BCCIએ કંઈ પણ સ્પષ્ટ કર્યુ નથી.

એક મહિના સુધી ભીંડાનું પાણી પીવાથી થશે આ ફાયદા
જૂનું કૂલર ઠંડી હવા નથી આપતુ, તો આ ટીપ્સ અપનાવો
આજનું રાશિફળ તારીખ 28-03-2024
IVF ટેકનીક દ્વારા કઈ ઉંમર સુધી માતા-પિતા બની શકાય ?
આ 5 બ્રાન્ડની બીયર ખૂબ પીવે છે ભારતીયો
હિના ખાનની સાદગી જોઈને ફેન્સ થયા દિવાના, જુઓ ફોટો

બંને વચ્ચે અંતિમ T20 અને વન ડે સિરીઝ ડિસેમ્બર 2012માં રમાઈ હતી. T20 સિરીઝ 1-1થી ડ્રો રહી હતી. જ્યારે વન ડે શ્રેણીને પાકિસ્તાનની ટીમે 2-1થી જીતી હતી. પાકિસ્તાની મીડિયામાં સમાચાર વહેતા થવા લાગ્યા હતા કે ભારત અને પાકિસ્તાન વચ્ચે T20 વિશ્વકપ (World Cup)ની આસપાસ ત્રણ મેચોની T20 આંતરરાષ્ટ્રીય શ્રેણી રમાનારી છે. જો કે તે અટકળો પર BCCIના પદાધિકારી રાજીવ શુકલા (Rajiv Shukla)એ હાલમાં વિરામ મૂકી દીધો છે.

રાજીવ શુકલાએ કહ્યુ હતુ કે અત્યાર સુધીમાં આ અંગે કોઈ જ ચર્ચા કરવામાં આવી નથી. તેમણે કહ્યુ હતુ કે હાલમાં બોર્ડમાં આ વાતને લઈ કોઈ ચર્ચા થઈ નથી. અમારી પાછળના 10 વર્ષથી આજ નીતિ રહી છે કે જ્યાં સુધી સરકારથી કોઈ પણ પ્રકારના સંકેત ના મળે અથવા તેમની તરફથી કહેવામાં ના આવે ત્યાં સુધી અમે પાકિસ્તાન સામે કોઈ દ્રિપક્ષીય સિરીઝ નથી રમી શકતા. પાકિસ્તાનના જંગ સમાચાર પત્રએ ગત બુધવારે પીસીબીના અધિકારીના હવાલાથી લખ્યુ હતુ કે, ભારત સાથે સીધી કોઈ ચર્ચા નથી ચાલી રહી, પરંતુ અમને આવી સિરીઝ માટે તૈયાર રહેવા માટે કહેવામાં આવ્યુ છે. જેના બાદ પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન શાહિદ આફ્રિદી (Shahid Afridi)એ પણ કહ્યુ હતુ કે, ભારત અને પાકિસ્તાન વચ્ચે ક્રિકેટ ખૂબ મહત્વપૂર્ણ છે. બંને દેશો વચ્ચે કૂટનિતીક સંબંધો સુધરી શકે છે.

પાકિસ્તાનના સમાચાર પત્ર જંગ દ્વારા લખવામાં આવ્યુ હતુ કે કેટલાક લોકો પાડોશી દેશો વચ્ચે શાંતિ સમજૂતી કરવાની કોશિષમાં લાગેલા છે. તે જ લોકો ભારત પાકિસ્તાનની સિરીઝને લઈને પણ પ્રયાસ કરી રહ્યા છે. બતાવવામાં આવી રહ્યુ છે કે, જો સિરીઝ પર પરવાનગી મળી શકે છે તો ત્રણ મેચોની સિરીઝ રમાઈ શકે છે. વર્ષ 2008 બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધ્યો હતો. જેના બાદ સ્થિતી વધારે વણસવા લાગી હતી. વર્ષ 2019માં તો બંને દેશો વચ્ચે યુદ્ધની સ્થિતી સર્જાઈ ગઈ હતી. જોકે તે ખૂબ જ મુશ્કેલ સંજોગો ટળી ગયા હતા, હવે બંને દેશો સીઝફાયર સમજૂતી દ્વારા ફરીથી શાંતી તરફ ડગ માંડવાનો નિર્ણય કરવામાં આવી રહ્યો છે.

આ પણ વાંચો: IPL 2021: રવિન્દ્ર જાડેજા ચેન્નાઇ સુપર કિંગ્સની ટીમ સાથે જોડાઇ ગયો, મળી શકે છે મોટી જવાબદારી

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">