IND vs ENG: વોશિંગ્ટન સુંદર અણનમ રહી સદી ચુકતા પિતા ખફા, ઈશાંત અને સિરાજ થોડીવાર ઉભા ના રહી શક્યા

ઈંગ્લેન્ડ (England)ની સામે અમદાવાદ (Ahmedabad)માં રમાયેલી ટેસ્ટ સિરીઝની આખરી ટેસ્ટ મેચમાં ત્રીજા દિવસે જ ભારત (India)એ સરળતાથી જીત મેળવી હતી.

  • Avnish Goswami
  • Published On - 21:55 PM, 7 Mar 2021
IND vs ENG: વોશિંગ્ટન સુંદર અણનમ રહી સદી ચુકતા પિતા ખફા, ઈશાંત અને સિરાજ થોડીવાર ઉભા ના રહી શક્યા

ઈંગ્લેન્ડ (England)ની સામે અમદાવાદ (Ahmedabad)માં રમાયેલી ટેસ્ટ સિરીઝની આખરી ટેસ્ટ મેચમાં ત્રીજા દિવસે જ ભારત (India)એ સરળતાથી જીત મેળવી હતી. આ મેચમાં ભારત માટે લગભગ બધુ જ સારુ રહ્યુ હતુ. ટીમની સાથે દેશભરમાં ભારતીય ક્રિકેટ ફેન્સ પણ ખુશ થઈ ગયા હતા. ફક્ત એક જ બાબતમાં ભારતને થોડી નિરાશા વ્યાપી હતી. જે વોશિંગ્ટન સુંદર (Washington Sundar)નું શતક ચુકી જવાને લઈને નિરાશા વ્યાપી હતી. ત્રણ દિવસની રમતના પ્રથમ સેશનમાં વોશિંગ્ટન સુંદર 96 રન કરીને અણનમ પેવેલિયન પરત ફર્યો હતો.

 

જ્યારે બાકીના તમામ ખેલાડીઓ આઉટ થઈ ગયા હતા. વોશિંગ્ટને એમ જરુર કહ્યુ હતુ કે, પોતે ખાસ નિરાશ નથી થયો, પરંતુ તેના પિતા એમ સુંદર (M Sundar)એ પોતાની હતાશા વ્યક્ત કરી હતી. સાથે જ ટેઈલએન્ડર્સ પ્રત્યે પોતાની નારાજગી પણ છુપાવી શક્યા નહોતા.

 

વોશિંગ્ટન મેચના બીજા દિવસે ઋષભ પંતની સાથે મળીને એક શાનદાર ભાગીદારી રમત દર્શાવી હતી. તે સમયે ભારતીય ટીમ મુશ્કેલ સ્થિતીમાંથી પસાર થઈ રહી હતી. જેમાંથી પંત અને સુંદરે ટીમને ઉગારીને એક મજબૂત સ્થિતી તરફ લઈ ગયા હતા. ત્રીજા દિવસની રમતની શરુઆતે વોશિંગ્ટન અને અક્ષર પટેલે સારી ભાગીદારી સાથે 350 રનને પાર સ્કોર પહોંચાડ્યો હતો. તે વખતે વોશિંગ્ટન 90 રનની પાર પહોંચી ચુક્યો હતો, સાથે જ પોતાના પ્રથમ ટેસ્ટ શતકની નજીક પણ પહોંચી ગયો હતો. આ દરમ્યાન અક્ષર પટેલ પણ રન આઉટ થયો હતો. ત્યારબાદ આગળના 4 બોલમાં ઈશાંત શર્મા અને મહંમદ સિરાજ પણ વિકેટ ગુમાવી બેઠા હતા.

 

વોશિંગ્ટન સુંદર 96 રન પર જ રહી જઈને શતક ચુકી જવાને કારણે હવે તેના પિતા એમ સુંદર વધારે નારાજ દેખાઈ આવ્યા છે. તેમણે સવાલ પણ ઉઠાવ્યા હતા કે, આ રીતે જો ભારત હારી જતુ તો શું કરતા? સમાચાર એજન્સી IANSથી વાત કરતા તેમણે કહ્યુ હતુ કે, હું ટેઈલએન્ડર્સને લઈને વધારે નિરાશ છુ. તે થોડી વાર માટે પણ ટકી ના શક્યા. માનો કે ભારત રમી રહ્યુ છે અને જીતવા માટે 10 રન જોઈએ છે. ત્યારે શું તે મોટી ભૂલ ના હોત? લાખો યુવાઓ આ મેચને જોઈ રહ્યા હશે, તેમણે એ નહીં શિખવુ જોઈએ, જે ટેઈલએન્ડર્સે કર્યુ હતુ.

 

તે એ વાતથી વધારે ખફા નજરે આવ્યા કે ઈશાંત શર્મા અને મંહમદ સિરાજ ક્રિઝ પર ટકવા માટે સાહસ ના દેખાડ્યુ અને આસાનીથી વિકેટ ગુમાવી દીધી હતી. એમ સુંદરએ કહ્યુ કે આ ટેકનીક અથવા સ્કિલની વાત નથી. આ સાહસની વાત છે. ઇંગ્લેન્ડવાળા પુરી રીતે થાકી ગયા હતા. સ્ટોક્સ 13-126ની ગતીથી બોલીંગ કરી રહ્યો હતો. એમ તો હતુ નહીં કે કોઈ ઘાતક બોલીંગ થઈ રહી હતી.

 

વોશિંગ્ટન માટે આ સિરીઝમાં બીજો મોકો હતો, જ્યારે તે શતકની નજીક આવીને ચુકી ગયો હતો. કારણ કે બાકીના બેટ્સમેન આઉટ થયો હતો. ચેન્નાઈમાં રમાયેલી પ્રથમ ટેસ્ટમાં પહેલી ઈનીંગમાં પણ તેણે અણનમ 85 રન બનાવ્યા હતા. તેના પહેલા ઓસ્ટ્રેલિયા પ્રવાસ દરમ્યાન બ્રિસ્બેનમાં પોતાની ડેબ્યૂ મેચની પ્રથમ ઈનીંગમાં પણ તેણે શાનદાર અર્ધ શતક ફટકાર્યુ હતુ. તે વખતે શતક ચૂકી જવા પર વોશિંગ્ટન ના પિતા પોતાના પુત્ર પર ખફા હતા.

 

આ પણ વાંચો: Gujaratમાં વિધાનસભા ચૂંટણી વહેલી યોજવાના સંકેત, વન પ્રધાન રમણ પાટકરે કહ્યું દેશમાં ભાજપ તરફી વાતાવરણ