IND vs ENG: સંકટ મોચનની ભૂમિકા ભજવતા વોશિંગ્ટન સુંદર આઉટ ઓફ પેવેલીયન

ભારત અને ઇંગ્લેંડ (India vs England) વચ્ચેની બીજી ટેસ્ટમાં અક્ષર પટેલ (Akshar Patel) ના ડેબ્યુ અને કુલદિપ યાદવ (Kuldeep Yadav) ને અંતિમ ઇલેવનમાં સ્થાન સાથે એક આશ્વર્યજનક બદલાવ કર્યો છે. કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli) એ સંકટ મોચન બની રહેલા વોશિંગ્ટન સુંદર (Washington Sundar) ને જ ટીમમાંથી બહાર કરી દીધો છે.

IND vs ENG: સંકટ મોચનની ભૂમિકા ભજવતા વોશિંગ્ટન સુંદર આઉટ ઓફ પેવેલીયન
વોશિંગ્ટન સુંદર ને ઇંગ્લેંડની સામે બીજી ટેસ્ટમાંથી બહાર રાખીને કુલદિપને સ્થાન આપ્યુ છે.
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Feb 13, 2021 | 10:32 AM

ભારત અને ઇંગ્લેંડ (India vs England) વચ્ચેની બીજી ટેસ્ટમાં અક્ષર પટેલ (Akshar Patel) ના ડેબ્યુ અને કુલદિપ યાદવ (Kuldeep Yadav) ને અંતિમ ઇલેવનમાં સ્થાન સાથે એક આશ્વર્યજનક બદલાવ કર્યો છે. કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli) એ સંકટ મોચન બની રહેલા વોશિંગ્ટન સુંદર (Washington Sundar) ને જ ટીમમાંથી બહાર કરી દીધો છે. વોશિંગ્ટન સુંદર બ્રિસબેન થી લઇને ચેન્નાઇ (Chennai Test) સુધી સંકટ મોચન બની રહ્યો હતો. વોશિંગ્ટન સુંદર ને ઇંગ્લેંડની સામે બીજી ટેસ્ટમાંથી બહાર રાખીને કુલદિપને સ્થાન આપ્યુ છે. સુંદરને જોકે ટેસ્ટમાં સ્થાન મેળવ્યાને લાંબો સમય પણ નથી થયો, ત્યાં જ હવે આ ખેલાડીને બહાર કરી દેવામાં આવ્યો છે. સુંદરે ઓસ્ટ્રેલીયા પ્રવાસ દરમ્યાન નિર્ણાયક અને ચોથી ટેસ્ટમાં જ તેણે પદાર્પણ કર્યુ હતુ.

સુંદરે બ્રિસબેન ટેસ્ટમાં તક મેળવી હતી. જેમાં તેણે ત્રણ મહત્વની વિકેટ ઝડપી હતી. જે મેચમાં 186 રન પર છ વિકેટ ભારતે ગુમાવી હતી ત્યારે, શાર્દુલ ઠાકુર સાથે મળીને સ્કોર 336 રન પર પહોંચાડ્યો હતો. સુંદરે 162 બોલમાં 62 રનની કિંમતી પારી રમી હતી. બીજી ઇનીગમાં પણ તેણે 22 રન કર્યા હતા. આમ તેમે બ્રિસબેન ટેસ્ટની ઐતિહાસિક જીતમાં ખૂબ જ મહત્વની ભૂમિકા ભજવી હતી.

IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું

ઇંગ્લેંડ સામેની ટેસ્ટ શ્રેણીની પ્રથમ ટેસ્ટમાં પણ સુંદરે શાનદાર પારી રમી હતી. ભારતે ભલે ચેન્નાઇ ટેસ્ટ હારી હોય, પરંતુ પ્રથમ પારીમાં મોટા ખેલાડીઓ જ્યારે પેવેલિયનનો રસ્તો માપી રહ્યા હતા, ત્યારે વોશિંગ્ટન સુંદરે મોરચો સંભાળ્યો હતો. સુંદરે પ્રથમ ઇનીંગમાં 138 બોલ રમીને અણનમ 85 રન ફટકાર્યા હતા. જેમાં 12 ચોગ્ગા અને 2 છગ્ગા સામેલ હતા. જોકે બોલીંગની બાબતમાં તે સફળ રહી શક્યો નહોતો. વોશિંગ્ટન સુંદરે પોતાની કેરીયરમાં બે ટેસ્ટમાં 56.33 ની સરેરાશ થી 169 રન કર્યા હતા. જ્યારે 4 વિકેટ ઝડપી છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">