IND vs ENG: ઋષભ પંતની રમતને લઇને વિરેન્દ્ર સહેવાગ પણ થયો આફરીન, મીમ શેર કરીને વખાણ કર્યા

ભારત અને ઇંગ્લેંડ (India vs England) વચ્ચે ટેસ્ટ મેચની શ્રેણીની અંતિમ અને ચોથી ટેસ્ટ મેચ અમદાવાદમાં રમાઇ રહી છે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમ (Narendra Modi Stadium) માં રમાઇ રહેલી ટેસ્ટ મેચમાં બીજા દિવસની રમતમાં ઋષભ પંતે (Rishabh Pant) શાનદાર શતક લગાવ્યુ હતુ.

IND vs ENG: ઋષભ પંતની રમતને લઇને વિરેન્દ્ર સહેવાગ પણ થયો આફરીન, મીમ શેર કરીને વખાણ કર્યા
ઋષભ પંત એ બીજા દિવસે 118 બોલમાં જ 101 રનની ઇનીંગ રમી હતી.
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Mar 06, 2021 | 9:27 AM

ભારત અને ઇંગ્લેંડ (India vs England) વચ્ચે ટેસ્ટ મેચની શ્રેણીની અંતિમ અને ચોથી ટેસ્ટ મેચ અમદાવાદમાં રમાઇ રહી છે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમ (Narendra Modi Stadium) માં રમાઇ રહેલી ટેસ્ટ મેચમાં બીજા દિવસની રમતમાં ઋષભ પંતે (Rishabh Pant) શાનદાર શતક લગાવ્યુ હતુ. તેની આ રમત પર સૌ કોઇ આફરીન છે. તેણે ટીમ ઇન્ડીયા (Team India) ની મુશ્કેલીના સમયમાં વધુ એક વખત દમદાર રમત દબાણ વચ્ચે રમી બતાવી હતી. તેના વખાણમાંથી વિરેન્દ્ર સહેવાગ (Virender Sehwag) પણ બાકાત નથી. તેણે એક શાનદાર મીમ ટ્વીટ કરીને તેના વખાણ સાથે મજા લીધી હતી.

પૂર્વ દિગ્ગજ ખેલાડી વિરેન્દ્ર સહેવાગે પોતાના ટ્વીટર પર એક મીમ શેર કર્યુ હતુ. સાથે જ તેણે લખ્યુ હતુ કે, હું જ્યારે ઋષભ પંતને એંડરસન પર ચોગ્ગો લગાવતા અને છગ્ગો લગાવી શતક પુરુ કરતા જોઉ છું… શાબાશ માય બોય ! ટેસ્ટ મેચના બીજા દિવસની રમત દરમ્યાન પંત એ રિવર્સ સ્વિપ શોટ જે ફટકાર્યો હતો, તેની ચર્ચા ખૂબ થવા લાગી હતી. તેણે જેમ્સ એંડરસનની બોલીંગ પર પંત એ અનોખા પ્રકારે રિવર્સ સ્વીપ શોટ રમ્યો હતો. જેનો જોઇને ઇંગ્લેંડના ખેલાડીઓ પણ દંગ રહી ગયા હતા. પંત એ બીજા દિવસે 118 બોલમાં જ 101 રનની ઇનીંગ રમી હતી. આ દરમ્યાન તેણે 13 ચોગ્ગા અને 2 છગ્ગા પણ લગાવ્યા હતા.

ઘરમાં જ ઉગાડો સ્વાદિષ્ટ લીચી, અપનાવો આ સરળ ટીપ્સ
ડ્રોન દીદી બનવા માટે શું લાયકાત હોવી જોઇએ ? જાણો કેટલુ વેતન મળશે
આજનું રાશિફળ તારીખ : 19-03-2024
લગ્ન બાદ પહેલીવાર પત્ની સાથે જોવા મળ્યો આદિલ, જુઓ પત્ની સોમીની સુંદર તસવીર
જાહ્નવી-સારાથી લઈને અનન્યા-દિશા સુધી બોલિવુડ સુંદરીઓ સાડીમાં લાગી કમાલ, જુઓ તસવીર
ડાયાબિટીસના દર્દીઓએ આ 6 શાકભાજી ન ખાવા જોઈએ

ઋષભ પંત એ રોહિત શર્માની વિકેટ ગુમાવ્યા બાદ મુશ્કેલ સ્થિતીમાં મુકાઇ ગયેલ ભારતીય ટીમની સ્થિતીની સંભાળી લેવાની જવાબદારી નિભાવી હતી. તેણે દબાણની સ્થિતી વચ્ચે શાનદાર રમત રમીને સદી ફટકારી ભારતીય પારીને ત્રીજા દિવસની રમતની શરુઆત પહેલા એક મજબુત સ્થિતીમાં લાવી મુક્યુ હતુ. તેણે ટેસ્ટ કેરિયરનુ ત્રીજુ શતક લગાવ્યુ હતુ. પંત એ વોશિંગ્ટન સુંદર સાથે મળીને સાતમી વિકેટ માટે 113 રનની ભાગીદારી રમત રમી હતી. તેની આ રમતને લઇને ભારતીય ટીમનો સ્કોર 300 ના આંકડા એ પહોંચી શકવા સમર્થ બન્યો હતો. ઓસ્ટ્રેલીયા પ્રવાસ થી જ પંત ખૂબ સારા ફોર્મમાં ચાલી રહ્યો છે. તેના બેટ થી સતત રન નિકળી રહ્યા છે. પંત ને ઇંગ્લેંડની સામે રમાનારી T20 શ્રેણી માટે પણ પસંદ કરવામાં આવ્યો છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">