IND vs ENG: ક્વોરન્ટાઇન હેઠળ રહેલા વિરાટ કોહલી બંધ રુમમાં અથાગ પરિશ્રમ કરી રહ્યો છે, જુઓ વિડીયો

ભારત અને ઇંગ્લેંડ (India vs England) વચ્ચે 5 ફેબ્રુઆરી થી ચાર ટેસ્ટ મેચની સિરીઝ શરુ થઇ રહી છએ. બંને ટીમો પ્રથમ ટેસ્ટ મેચ માટે હાલમાં ચેન્નાઇ (Chennai Test) માં રોકાયેલી છે. આ દરમ્યાન બંને ટીમો ક્વોરન્ટાઇન સમય પસાર કરી રહી છે.

IND vs ENG: ક્વોરન્ટાઇન હેઠળ રહેલા વિરાટ કોહલી બંધ રુમમાં અથાગ પરિશ્રમ કરી રહ્યો છે, જુઓ વિડીયો
Virat Kohli

ભારત અને ઇંગ્લેંડ (India vs England) વચ્ચે 5 ફેબ્રુઆરીથી ચાર ટેસ્ટ મેચની સિરીઝ શરુ થઇ રહી છએ. બંને ટીમો પ્રથમ ટેસ્ટ મેચ માટે હાલમાં ચેન્નાઇ (Chennai Test) માં રોકાયેલી છે. આ દરમ્યાન બંને ટીમો ક્વોરન્ટાઇન સમય પસાર કરી રહી છે. ટીમ ઇન્ડીયા (Team India) ઓસ્ટ્રેલીયાને તેની જ ધરતી પર ટેસ્ટ સિરીઝમાં હરાવીને પરત ફરી છે. પેટરનીટી લીવને લઇને ઓસ્ટ્રેલીયા (Team India) સામેની ત્રણ ટેસ્ટ મિસ કરનાર, નિયમીત કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli) હવે ઇંગ્લેંડ સામેની શ્રેણીમાં પરત ફર્યો છે. આ દરમ્યાન ક્વોરન્ટાઇન હેઠળ રહેલા વિરાટ કોહલીએ એક વિડીયો પોતાના ઇન્સ્ટાગ્રામ પર પોષ્ટ કર્યો છે. જે વિડીયોમાં પોતે વર્કઆઉટ કરી રહ્યો હોવાનુ નજરે ચઢે છે.

ટીમ ઇન્ડીયાના કેપ્ટન પોતાના ઇન્સ્ટાગ્રામ પર વિડીયો શેર કર્યો હતો. જેમાં તે સાયકલીંગ કરતો નજરે ચઢ્યો હતો. કોહલીએ વિડીયો શેર કરતા કેપ્શન લખી હતી, મ્યુઝિક અને જીમનો સામાન, આટલુ તો જોઇએ ક્વોરન્ટાઇનના દિવસો દરમ્યાન. કામ તો ક્યાંય પણ કરી શકાય છે. જો કરવાની ઇચ્છા હોય તો. આપ સૌનો દિવસ સારો રહે. વિરાટ કોહલીએ આ વિડીયોના બેકગ્રાઉન્ડમાં પંજાબી મ્યુઝીક વાગી રહ્યુ છે. કોહલી પંજાબી ગીતોના ખૂબ શોખીન છે. તે પોતાની ફીટનેશનુ પણ ખૂબ ધ્યાન રાખે છે.

https://www.instagram.com/p/CKnsxNWAzNl/?utm_source=ig_web_copy_link 

વિરાટ કોહલી હાલમાં જ પિતા બન્યા છે. કોહલીના ઉપરાંત ઇંગ્લેંડ સામે પ્રથમ બે ટેસ્ટ મેચમાં હાર્દિક પંડ્યા અને ઇશાંત શર્મા પણ ટીમમાં સામેલ થયા છે. ઓસ્ટ્રેલીયા સામે બ્રિસબેનમાં પોતાના પ્રદર્શનથી સૌને પ્રભાવિત કરનારા વોશિંગ્ટન સુંદર અને શાર્દુલ ઠાકુર પણ ટીમમાં સ્થાન મેળવવામાં સફળ રહ્યા છે. ઇંગ્લેંડની ટીમમાં બેન સ્ટોક્સ અને જોફ્રા આર્ચર પણ પરત ફર્યા છે.

 

Click on your DTH Provider to Add TV9 Gujarati