IND vs ENG: અમ્પાયર સાથે વિવાદ કરવા બદલ એક ટેસ્ટ માટે સસ્પેન્ડ થઇ શકે છે વિરાટ કોહલી

ભારત અને ઇંગ્લેંડ (India vs England) વચ્ચેની ચાર ટેસ્ટ મેચોની સિરીઝમાં બીજી ટેસ્ટ મેચ દરમ્યાન ચેન્નાઇમાં કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli) અંપાયર સાથે ઝઘડી પડ્યો હતો. મેચના ત્રીજા દીવસે કોહલી ઓનફિલ્ડ અંપાયર નિતિન મેનન (Nitin Menon) ની સાથે બાખડ્યો હતો. જો રુટ (Joe Root) ની સામે DRS લીધા બાદ થર્ડ અંપાયર કોલનો નિર્ણય આપ્યો હતો.

IND vs ENG: અમ્પાયર સાથે વિવાદ કરવા બદલ એક ટેસ્ટ માટે સસ્પેન્ડ થઇ શકે છે વિરાટ કોહલી
વિડીયો પણ સોશિયલ મિડીયામાં ખૂબ વાયરલ થવા લાગ્યો હતો.
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Feb 17, 2021 | 10:00 AM

ભારત અને ઇંગ્લેંડ (India vs England) વચ્ચેની ચાર ટેસ્ટ મેચોની સિરીઝમાં બીજી ટેસ્ટ મેચ દરમ્યાન ચેન્નાઇમાં કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli) અંપાયર સાથે ઝઘડી પડ્યો હતો. મેચના ત્રીજા દીવસે કોહલી ઓનફિલ્ડ અંપાયર નિતિન મેનન (Nitin Menon) ની સાથે બાખડ્યો હતો. જો રુટ (Joe Root) ની સામે DRS લીધા બાદ થર્ડ અંપાયર કોલનો નિર્ણય આપ્યો હતો. જેના થી જો રુટને જીવતદાન મળી ગયુ હતુ. હકીકતમાં આ પહેલા બીજી ઇનીંગમાં વિરાટ કોહલીને પણ આ જ રીતે આઉટ આપવામાં આવ્યો હતો. જે પ્રકારના બોલ પર જ રુટને નોટ આઉટ આપ્યો હતો. રિવ્યુ બાદ થર્ડ અંપાયરનો નિર્ણય આવવા બાદ વિરાટ કોહલી અંપાયર મેનન સાથે ઘર્ષણ જેવી સ્થીતીમાં આવી ગયો હતો. જેનો વિડીયો પણ સોશિયલ મિડીયામાં ખૂબ વાયરલ થવા લાગ્યો હતો.

વિરાટ અને મેનન વચ્ચેનો આ તણાવ કેટલીક વાર ચાલ્યો હતો. અંપાયર ના નિર્ણય પર નારાજગી દર્શાવવી અથવા તેની પર ઝઘડવુ આઇસીસીના કોડ ઓફ કંડક્ટ ના આર્ટીકલ 2.8 મુજબ આવે છે. જેનને લઇને ખેલાડી પર લેવલ 1 અથવા લેવલ 2 ના ચાર્જ લાગી છે. આ માટે ખેલાડીના ખાતામાં ચાર ડિમેરિટ પોઇન્ટ ઉમેરાઇ શકે છે. તો તેને એક ટેસ્ટ અથવા બે વન ડે કે પછી બે ટી20 આંતરરાષ્ટ્રીય મેચોમાંથી સસ્પેંશન આપવામાં આવી શકે છે.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

વિરાટ ના ખતામાં પહેલા થી જ બે ડિમેરિટ પોઇન્ટસ છે. જો તેના ખાતમાં વધુ બે અથવા તેથી વધુ ડિમેરિટ પોઇન્ટસ મળે છે, તો તેને એક ટેસ્ટ મેચ થી સસ્પેન્ડ કરવામાં આવી શકે છે. મેચના ચોથા દિવસે ટીમ ઇન્ડીયાએ 317 રન થી જીત નોંધાવી હતી. આઇસીસી એ હજુ સુધી તેને લઇને વિરાટ કોહલીની સજા સંભળાવી નથી.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">