IND vs ENG: વિરાટ કોહલી ઇંગ્લેંડ સામેની શ્રેણીમાં ધોનીના આ બે મોટા રેકોર્ડ તોડી શકે છે, જાણો

ભારતીય ક્રિકેટ ટીમના નિયમિત કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli) ટીમ ઇન્ડીયા સાથે રજા પર થી વાપસી કરી લીધી છે. તેણે ડિસેમ્બરમા પેટરનીટી લીવી મેળવી હતી, હવે તે ફરી થી ટીમની આગેવાની કરવા માટે તૈયાર છે. ઇંગ્લેડ (England) સામે વિરાટ કોહલી પર ટેસ્ટ સિરીઝ દરમ્યાન સૌની નજર રહેવાની છે.

IND vs ENG: વિરાટ કોહલી ઇંગ્લેંડ સામેની શ્રેણીમાં ધોનીના આ બે મોટા રેકોર્ડ તોડી શકે છે, જાણો
વિરાટ કોહલી પર ટેસ્ટ સિરીઝ દરમ્યાન સૌની નજર રહેવાની છે.

ભારતીય ક્રિકેટ ટીમના નિયમિત કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli)  હવે તે ફરી થી ટીમની આગેવાની કરવા માટે તૈયાર છે. ઇંગ્લેડ (England) સામે વિરાટ કોહલી પર ટેસ્ટ સિરીઝ દરમ્યાન સૌની નજર રહેવાની છે. કારણ કે જે રીતે અજીંક્ય રહાણે (Ajinkya Rahane) એ ભારતીય ટીમને ઐતિહાસિક જીત અપાવી હતી, તેને લઇને કોહલી પાસે પણ અપેક્ષાઓ વધી જશે. આમ કોહલીની કેપ્ટનશીપમાં ઇંગ્લેંડ સામે સફળતા ભર્યુ પરિણામ ભારતને મળે તેવી આશા સેવાશે.

હાલ તો વિરાટ કોહલી ફરીથી જવાબદારીને લઇને તૈયાર છે. તેણે આ માટે શ્રેષ્ઠ બેટીંગની સાથે સાથે પોતાની કેપ્ટનશીપમાં પણ કમાલ કરી દેખાડવો પડશે. કારણ કે ઇંગ્લેંડની ટીમ એક મજબૂત સાઇડ છે, તે હાલમાં જ શ્રીલંકાને 2-0 થી હરાવીને સિરીઝમાં ક્લીન સ્વિપ કરીને ભારત પ્રવાસે આવી છે. ખાસ તો ઇંગ્લેંડના કેપ્ટન જો રુટને કાબુ રાખવો પડશે. જે હાલ જબરદસ્ત ફોર્મમાં ચાલી રહ્યો છે. તેણે શ્રીલંકા સામે બેવડા શતક સાથે સાથે બંને ટેસ્ટમાં 400 થી વધુ રન બનાવ્યા હતા.

ઇંગ્લેંડ સામે વિરાટ કોહલી કેપ્ટનના રુપે એમએસ ધોની (MS Dhoni) ના બે મોટા રેકોર્ડ તોડી શકે છે. જે રેકોર્ડની બીલકુલ નજીક છે કોહલી. જોકે તે સંભવ પણ લાગી રહ્યુ છે, કારણ કે તેની પાસે એક શાનદાર ટીમ છે, જે કોઇ પણ પરિસ્થીમાં હાર નથી માનતી. કેપ્ટન સ્વરુપે એમએસ ધોનીએ ભારતીય ધરતી પર લગાતાર 9 ટેસ્ટ સિરીઝમાં જીત દર્જ કરી હતી. વિરાટ કોહલીપણ ભારતીય ધરતી પર લગાતાર 9 ટેસ્ટ સિરીઝમાં જીત નોંધાવી ચુક્યો છે, આમ બંને હાલ બરાબરી પર છે. જો વિરાટ પોતાની કેપ્ટનશીપમાં ઇંગ્લેંડ સામેની આ ટેસ્ટ સિરીઝ જીતી લે છે તો, ભારતમાં લગાતાર 10 ટેસ્ટ સિરીઝ જીતનારો કેપ્ટન બની જશે.

આ ઉપરાંત મહેન્દ્રસિંહ ધોનીની કેપ્ટનશીપમાં ટીમ ઇન્ડીયાએ ભારતમાં કુલ 21 ટેસ્ટ મેચ જીતી છે. જ્યારે વિરાટ કોહલીની કેપ્ટનશીપમાં ભારતીય ટીમએ પોતાની ધરતી પર 20 ટેસ્ટ મેચોમાં જીત નોંધાવી છે. આવામાં હવે જો ઇંગ્લેંડ સામે બે ટેસ્ટ મેચ જીતી લે છે, તો ધોનીને તે પાછળ છોડી દેશે. ઘર આંગણે ટેસ્ટ મેચના કેપ્ટન તરીકે સૌથી વધુ મેચ જીતવાનો રેકોર્ડ પણ કોહલીને નામે થઇ જશે. ટીમ ઇન્ડીયાએ મહંમદ અઝહરુદ્દીન ની કેપ્ટનશીપમાં ભારતમાં 13 ટેસ્ટ મેચ જીતી હતી, તે ત્રીજા સ્થાન પર છે. જ્યારે સૌરવ ગાંગુલીએ ભારતમાં જ 10 ટેસ્ટ મેચમાં જીત મેળવી હતી, તે ચોથા સ્થાન પર છે.

Click on your DTH Provider to Add TV9 Gujarati