IND vs ENG: પ્રથમ T20 મેચમાં જ હારને લઇને વિરાટ કોહલીએ ગણાવ્યા કારણ, કયાં રહી ગઇ ચુક

ભારત અને ઇંગ્લેંડ (India vs England) વચ્ચેની પ્રથમ T20 માં ભારતીય ટીમે (Team India) હાર સહન કરવી પડી છે. પાંચ T20 મેચની શ્રેણીમાં હવે ઇંગ્લેંડ 1-0 આગળ થઇ ચુક્યુ છે. ઇંગ્લેંડ એ અમદાવાદ (Ahmedabad) માં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ (Narendra Modi Stadium) માં રમાયેલી શ્રેણીની પ્રથમ મેચમાં 8 વિકેટે જીત મેળવી હતી.

IND vs ENG: પ્રથમ T20 મેચમાં જ હારને લઇને વિરાટ કોહલીએ ગણાવ્યા કારણ, કયાં રહી ગઇ ચુક
Virat Kohli
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Mar 13, 2021 | 8:49 AM

ભારત અને ઇંગ્લેંડ (India vs England) વચ્ચેની પ્રથમ T20 માં ભારતીય ટીમે (Team India) હાર સહન કરવી પડી છે. પાંચ T20 મેચની શ્રેણીમાં હવે ઇંગ્લેંડ 1-0 આગળ થઇ ચુક્યુ છે. ઇંગ્લેંડ એ અમદાવાદ (Ahmedabad) માં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ (Narendra Modi Stadium) માં રમાયેલી શ્રેણીની પ્રથમ મેચમાં 8 વિકેટે જીત મેળવી હતી. ભારતે ટોસ હારીને પ્રથમ બેટીંગ ઇનીંગ રમી હતી. જેમાં ભારતે 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 124 રન કર્યા હતા. આસાન સ્કોરને પહોંચવા માટે ઇંગ્લેંડને કોઇ જ મુશ્કેલી અનુભવાઇ નહી જીતને મેળવી હતી. ટીમ ઇંગ્લેંડ એ 15.3 ઓવરમા જ બે વિકેટ ગુમાવીને 130 રન કર્યા હતા. મેચ ના બાદ કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli) એ હારના કારણ ગણાવ્યા હતા.

કેપ્ટન વિરાટ કોહલી એ કહ્યુ હતુ કે, અમને પિચ અંગે વધારે જાણકારી નહોતી કે આ પ્રકારના સરફેશ પર શુ કરવુ જોઇએ. આ ઉપરાંત કેટલાક શોટ્સ રમવાની ખોટ વર્તાઇ હતી. અમારે મજબૂત ઇરાદા અને યોજનાની સ્પષ્ટતા સાથે પરત ફરવુ પડશે. આ ઉપરાંત તેણે કહ્યુ હતુ કે, આ વિકેટ એ અમને એ પ્રકારના શોટ્સ રમવા માટે ની પરમિશન ના આપી કે જેવા અમે ઇચ્છતા હતા. બેટીંગ અમારા પ્રદર્શન અમારુ ન્યૂનત્તમ સ્તરનુ રહ્યુ હતુ. અમારે તેનુ પરીણામ અમારે હાર ભોગવીને ચુકવવુ પડ્યુ હતુ.

વિરાટ એ મેચ બાદ શાનદાર રમત રમવા વાળા શ્રેયસ ઐયરની ખૂબ તારીફ કરી હતી. વિરાટ એ કહ્યુ હતુ કે તેને જોઇને એ શિખી શકાય છે કે, ક્રિઝની ઉંડાઇનો કેવી રીતે ઉપયોગ કરી શકાય છે. અમે કંડીશનને સમજવા માટે પોતાને વધારે સમય ના આપ્યો. શ્રેયસ એ આમ કરી દેખાડ્યુ, જોકે શરુઆતમાં જ વધારે વિકેટ પડી જવા બાદ 150-160 સુધી પહોંચવુ ખૂબ મુશ્કેલ બની ગયુ હતુ. આ ઇન્ટરનેશનલ ક્રિકેટની પુરી યાત્રા છે. જ્યારે તમે લાંબા સમય સુધી રમત રમો છો, તો તમારી સામે ઉતાર અને ચઢાવ આવતા રહેશે. તમારે એક બેટ્સમેનના રુપમાં એ સ્વિકાર કરવો પડશે.

Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક

ઇંગ્લેંડ અને ભારત વચ્ચે રમાયેલી 15 T20 મેચ પૈકી ઇંગ્લેંડની આ 8 મી જીત હતી. આ પહેલા બંને દેશો વચ્ચે T20 ફોર્મેટની મેચ રમતા ભારત અને ઇંગ્લેંડ 7-7 મેચ જીતી હતી. મેચમાં નિચો સ્કોર હોવાને લઇને બોલરો પાસે પણ બચાવ ને માટે કંઇ ખાસ તક રહી નહોતી. જસપ્રિત બુમરાહ અને મહંમદ શામી જેવા બોલરો નહી હોવાને લઇને એ પણ એક મુશ્કેલી નડી રહી છે. ટીમમાં ત્રણ સ્પિનર હતા. પરંતુ તેઓ કોઇ જ પ્રભાવ સર્જી શક્યા નહોતા. ઇંગ્લેંડના ઓપનર જેસન રોય અને જોસ બટલર એ છ ઓવરના પાવર પ્લે દરમ્યાન જ 50 રન ટીમ માટે જોડી દીધા હતા. આમ ઇંગ્લેંડના ઓપનરોએ જ ભારત માટે સંઘર્ષ કરવાની સ્થિતીને પણ પૂર્ણ કરી દીધી હતી.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">