IND vs ENG: રોહિત શર્માએ ઋષભ પંતને માથામાં મારતો VIDEO થયો વાયરલ
ભારત અને ઈંગ્લેન્ડ ( India vs England) વચ્ચે હાલમાં ચેન્નાઈમાં ટેસ્ટ (Chennai Test) મેચ રમાઈ રહી છે. પ્રથમ દિવસની બેટીંગના દબદબા બાદ હવે ભારત બીજા દિવસે બોલીંગમાં પણ કમાલનો દેખાવ કર્યો હતો.
ભારત અને ઈંગ્લેન્ડ ( India vs England) વચ્ચે હાલમાં ચેન્નાઈમાં ટેસ્ટ (Chennai Test) મેચ રમાઈ રહી છે. પ્રથમ દિવસની બેટીંગના દબદબા બાદ હવે ભારત બીજા દિવસે બોલીંગમાં પણ કમાલનો દેખાવ કર્યો હતો. ઓફ સ્પિનર આર અશ્વિન (R Ashwin)ની આગેવાનીમાં ભારતીય બોલરોએ ઈંગ્લેન્ડને પ્રથમ ઈનીંગમાં માત્ર 134 રનમાં જ સમેટી લીધા હતા. યુવા વિકેટકીપર ઋષભ પંતે (Rishabh Pant) કીપીંગમાં પણ જબરદસ્ત કમાલ દાખવ્યો હતો. તેણે બે કમાલના કેચ ઝડપ્યા હતા. જે કેચ તેણે મહંમદ સિરાજ (Mohammad Siraj) અને ઈશાંત શર્મા (Ishant Sharma)ના બોલ પર ઝડપ્યા હતા. જ્યારે સ્પિનર મોરચો સંભાળી રહ્યા હતા ત્યારે પંત ખૂબ જ એક્ટીવ જોવા મળ્યો હતો. તેણે DRSને લઈને પણ ખૂબ જ સક્રિયતા દાખવી હતી. તેણે પોતાના સિનીયરોને પણ ખૂલીને સલાહ આપી હતી.
આ દરમ્યાન તેનો એક વીડિયો પણ હવે સોશિયલ મીડિયા પર વાયરલ થવા લાગ્યો છે. જેમાં રોહિત શર્મા અને ઋષભ પંત વચ્ચે હંસી મજાક જોવા મળી રહી છે. જે વીડિયો ઈંગ્લેન્ડના બેટ્સમેન ઓલી સ્ટોનના આઉટ થવા બાદનો છે. હકીકતમાં અશ્વિનના બોલ પર રોહિત શર્માએ શોર્ટ મિડ વિકેટ પર સ્ટોનનો કેચ ઝડપ્યો હતો. સ્ટોન એક રન જ બનાવી શક્યો હતો. તેના બાદ જ્યારે ભારતીય ખેલાડી વિકેટની ખુશી દર્શાવી રહ્યા હતા ત્યારે રોહિત શર્માએ હળવા હાથે ઋષભ પંતના માથામાં હળવેકથી મારતો જોવા મળ્યો હતો. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે બંને વચ્ચે કોઈ વાતને લઈને મજાક ચાલી રહી હતી. BCCI એ પોતાની વેબસાઈટ પર જે વીડિયો પોષ્ટ કર્યો છે, તેમાં પણ બાદમાં બંને હસી મજાક કરતા અને વાતચીત કરતા જોવા મળી રહ્યા છે.
What was @ImRo45 doing to @RishabhPant17 here??! 👀😂🥲 #INDvENG #INDvsENG pic.twitter.com/h4DssKHHnI
— 🏏Flashscore Cricket Commentators (@FlashCric) February 14, 2021
ટીમ ઈન્ડીયાની મેચો દરમ્યાન મોટેભાગે જોવા મળ્યુ છે કે, પંત અને રોહિત શર્મા બંને વચ્ચે મજાક મસ્તી ચાલતી રહે છે. ઋષભ પંત પોતાની હરકતોને લઈને અનેક વાર ચર્ચામાં રહે છે તો વળી રોહિત શર્મા પણ તેની આવી હરકતો પર તેને મજાક બનાવતા પણ જોવા મળતો હોય છે. પંતે જે રીતે કેચ પકડ્યો હતો અથવા વિકેટની પાછળથી સલાહ આપતો હોય છે, તેને લઈને પણ રોહિત શર્મા તેની સાથે મસ્તી ભર્યો વ્યવહાર કરી લેતો હોય છે.
આ પણ વાંચો: IND vs ENG: ‘થોડા સા આગે-મિલ્ખા સિંહ ભાગે, મુંહ પર ડાલ બોલ ઈસકે’ ઋષભ પંતે બોલી બોલીને મજા પાડી દીધી