IND vs ENG: અમદાવાદ મા રમાનારી ઇંગ્લેંડ સામેની શ્રેણીમાં ટીમ ઇન્ડીયા રેટ્રો ડ્રેસીંગમાં જોવા મળશે

ઇંગ્લેંડ () ની સામે 12 માર્ચ થી અમદાવાદ (Ahmedabad) માં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ (Narendra Modi Stadium) માં T20 શ્રેણીની શરુઆત થનારી છે. બંને દેશો વચ્ચે પાંચ T20 મેચોની શ્રેણી રમાનારી છે. T20 સિરીઝમાં ટીમ ઇન્ડીયા (Team India) એક વાર ફરી થી રેટ્રો ડ્રેસીંગ (Retro Dressing) માં નજર આવશે.

Avnish Goswami
| Edited By: | Updated on: Mar 11, 2021 | 11:12 AM

ઇંગ્લેંડની સામે 12 માર્ચથી અમદાવાદ (Ahmedabad) માં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ (Narendra Modi Stadium) માં T20 શ્રેણીની શરુઆત થનારી છે. બંને દેશો વચ્ચે પાંચ T20 મેચોની શ્રેણી રમાનારી છે. T20 સિરીઝમાં ટીમ ઇન્ડીયા (Team India) એક વાર ફરી થી રેટ્રો ડ્રેસીંગ (Retro Dressing) માં નજર આવશે. ભારતીય ક્રિકેટ ટીમ આ અગાઉ ઓસ્ટ્ર્લીયા પ્રવાસ દરમ્યાન પણ આ ડ્રેસીંગમાં નજર આવી હતી. ઋષભ પંત (Rishabh Pant) એ તેના ટ્વીટર એકાઉન્ટ પર રેટ્રો ડ્રેસમાં કેટલાક ખેલાડીઓ સાથે ની તસ્વીર શેર કરી છે. તેણે લખ્યુ છે કે, ટેસ્ટ સિરીઝ ખતમ, હવે બ્લુ પહેરીને T20 માં ઇંગ્લેંડ સામે ઉતરવાનો સમય છે.

આ તસ્વીરમાં પંત સાથે અક્ષર પટેલ, ઇશાન કિશન, નવદિપ સૈની અને હાર્દિક પંડ્યા નજર આવ્યા હતા. આ તમામ ખેલાડીઓએ રેટ્રોમાં પોઝ આપ્યો હતો. ઇંગ્લેંડ સામેની ટેસ્ટ શ્રેણીમાં ઋષભ પંત અને અક્ષર પટેલે શાનદાર પ્રદર્શન કર્યુ હતુ. T20 શ્રેણીમાં પણ તેમના થી સારા પ્રદર્શનની આશા ટીમ અને ફેંસ સેવી રહ્યા છે.

વર્ષના અંતમાં ભારતમાં જ આઇસીસી T20 વિશ્વકપ રમાનારો છે. જેને લઇને ભારત અને ઇંગ્લેંડ વચ્ચેની T20 શ્રેણીને મહત્વની માનવામાં આવી રહી છે. બંને દેશો વચ્ચેની સિરીઝને વિશ્વકપ અગાઉના રિહર્સલના રુપમાં જોવામાં આવે છે. તો આઇસીસી ના રેન્કિંગમાં પણ ઇંગ્લેંડ અને ભારત બંને ટીમો ટોચના સ્થાન ધરાવે છે. T20 શ્રેણી બાદ બંને દેશ વચ્ચે ત્રણ વન ડે મેચની શ્રેણી રમાનારી છે.

https://twitter.com/BCCI/status/1369620832239067138?s=20

 

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">