IND vs ENG: મેચ દરમ્યાન રોહિત શર્મા અને શ્રેયસ ઐય્યરને ઈજા પહોંચી, BCCIએ આપ્યું અપડેટ

ભારત અને ઈંગ્લેન્ડ (India vs England) વચ્ચે ત્રણ મેચોની વન ડે આંતરરાષ્ટ્રીય શ્રેણીની પ્રથમ મેચમાં ટીમ ઈન્ડીયાને બે મોટા ઝટકા લાગ્યા છે. બેટીંગ દરમ્યાન ટીમ ઈન્ડીયા (Team India)ના વાઈસ કેપ્ટન રોહિત શર્મા (Rohit Sharma) ઈજાગ્રસ્ત થઈ ગયા હતા.

IND vs ENG: મેચ દરમ્યાન રોહિત શર્મા અને શ્રેયસ ઐય્યરને ઈજા પહોંચી, BCCIએ આપ્યું અપડેટ
Shreyas Iyer Injured

ભારત અને ઈંગ્લેન્ડ (India vs England) વચ્ચે ત્રણ મેચોની વન ડે આંતરરાષ્ટ્રીય શ્રેણીની પ્રથમ મેચમાં ટીમ ઈન્ડીયાને બે મોટા ઝટકા લાગ્યા છે. બેટીંગ દરમ્યાન ટીમ ઈન્ડીયા (Team India)ના વાઈસ કેપ્ટન રોહિત શર્મા (Rohit Sharma) ઈજાગ્રસ્ત થઈ ગયા હતા. જ્યારે ફિલ્ડીંગ દરમ્યાન શ્રેયસ ઐય્યર (Shreyas Iyer) ઈજાગ્રસ્ત થઈને મેદાનથી પરત ફર્યા હતા. ભારતીય ક્રિકેટ કંટ્રોલ ઓફ બોર્ડ (BCCI) દ્વારા બંને ખેલાડીઓની ઈજાને લઈને અપડેટ આપી છે. BCCIએ બતાવ્યુ હતુ કે, ઐય્યરના ખભામાં ઈજા પહોંચી છે. જેને સ્કેન માટે લઈ જવામાં આવ્યા છે.

ઈંગ્લેન્ડની ઈનીંગ દરમ્યાન 8મી ઓવર દરમ્યાન બોલને પકડવા જવા દરમ્યાન ઐય્યરે ડાઈવ લગાવી હતી. ટીમ માટે બે રન પણ બચાવ્યા હતા, પરંતુ આ દરમ્યાન ખભામાં તેને ઈજાઓ પહોંચી હતી. ઐય્યર ત્યારબાદ ખૂબ દર્દ અનુભવતો હોવાની સ્થિતીમાં નજર આવ્યા હતા. ફિઝીયો મેદાન પર પણ આવ્યા હતા અને ત્યારબાદ તેણે મેદાન છોડીને બહાર જવુ પડ્યુ હતુ. બીસીસીઆઈએ બતાવ્યુ હતુ કે, બચેલી મેચમાં ઐય્યર ફિલ્ડીંગ દરમ્યાન મેદાનમાં પરત નહીં ફરી શકે. જોકે હાલમાં તેમને સ્કેન કરવા માટે મોકલવામાં આવ્યા છે.

બીસીસીઆઈએ ટ્વીટમાં આગળ પણ લખ્યુ હતુ કે, બેટીંગ દરમ્યાન રોહિત શર્માને પણ હાથની કોણીમાં ઈજા પહોંચી છે. તે તેને લઈને પીડા અનુભવી રહ્યો છે. જેને લઈને જ તે આ મેચમાં ફિલ્ડીંગ નથી કરી રહી. રોહિત શર્મા બેટીંગ દરમ્યાન 28 રન બનાવીને આઉટ થયા હતા.

આ પણ વાંચો: IND vs ENG: ભારતનો ઈંગ્લેન્ડ સામે 318 રનનો લક્ષ્યાંક, કૃણાલ પંડ્યાએ ધમાકેદાર ફિફટી ફટકારી

  • Follow us on Facebook

Click on your DTH Provider to Add TV9 Gujarati