IND vs ENG: બેટીંગની સાથે કિપીંગમાં પણ સફળ રહ્યો ઋષભ પંત, 270 રન સાથે 13 શિકાર ઝડપ્યા

ભારતે (India) ત્રણ દિવસમાં જ અમદાવાદમાં ઈંગ્લેન્ડ (England)ને એક ઈનીંગ અને 25 રનથી હરાવીને 4 ટેસ્ટ મેચોની સિરીઝને 3-1થી જીતી લીધી હતી. ટીમ ઈન્ડીયા (Team India)ના માટે આ સિરીઝમાં જીતનો કોઈ હીરો રહ્યો હોય તો તેમાંનો એક છે ઋષભ પંત (Rishabh Pant).

IND vs ENG: બેટીંગની સાથે કિપીંગમાં પણ સફળ રહ્યો ઋષભ પંત, 270 રન સાથે 13 શિકાર ઝડપ્યા
Rishabh Pant
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Mar 06, 2021 | 11:42 PM

ભારતે (India) ત્રણ દિવસમાં જ અમદાવાદમાં ઈંગ્લેન્ડ (England)ને એક ઈનીંગ અને 25 રનથી હરાવીને 4 ટેસ્ટ મેચોની સિરીઝને 3-1થી જીતી લીધી હતી. ટીમ ઈન્ડીયા (Team India)ના માટે આ સિરીઝમાં જીતનો કોઈ હીરો રહ્યો હોય તો તેમાંનો એક છે ઋષભ પંત (Rishabh Pant). પંતે ઓસ્ટ્રેલીયા સામેની મેચમાં જે રીતે વર્ષની શરુઆત કરી હતી, તેને જ તેણે આ સિરીઝમાં આગળ વધાર્યુ હતુ. આ સિરીઝમાં પંત માટે વિકેટ આગળ અને પાછળ અનેક શાનદાર મોકા આવ્યા, પરંતુ તેમાં સૌથી શ્રેષ્ઠ રહ્યુ, ચોથી ટેસ્ટનો બીજો દિવસ, જે દરમ્યાન પંતે પોતાની કેરીયરનું ત્રીજુ શતક લગાવ્યુ હતુ. ફક્ત શતક જ નહીં, પરંતુ આ દરમ્યાન લગાવેલ એક શોટે સૌથી વધારે વાહ વાહી મેળવી હતી. મોકો મળતા ફરીથી તેનુ પુનરાવર્તન કરવાનુ કહ્યુ હતુ.

લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય
ગરમીમાં વારંવાર થઈ જતા Loose Motionથી બચવા શું કરશો? જાણો અહીં.

બેટ વડે ચમકદાર પ્રદર્શન કરવા સાથે જ પંતે આ સિરીઝમાં વિકેટકીપીંગને લઈને ઉભા થવાવાળી શંકાઓને પણ દુર કરી દીધી હતી. તેણે શ્રેણી દરમ્યાન 13 શિકાર ઝડપ્યા હતા. જેમાં તેણે સ્પિનરોના બોલ પર કરેલ 5 સ્ટંપિંગ પણ સામેલ રહ્યા છે. તેમજ બેટથી પણ પંતે વર્ષનો પ્રારંભ જ શાનદાર કર્યો છે. સિડની અને બ્રિસબેન ટેસ્ટમાં શરુ કરેલો સીલસીલો ચેન્નાઈ થઈને અમદાવાદ પહોંચ્યો હતો. જ્યાં પંતે એક ખાસ મુકામ હાંસલ કર્યુ હતુ. પંતે આ શ્રેણીમાં 270 રન બનાવ્યા હતા.

અમદાવાદમાં ચોથી ટેસ્ટ મેચની પ્રથમ ઈનીંગમાં 118 બોલમાં 101 રનની કાઉન્ટર એટેકીંગ ઈનીંગ રમી હતી. જેમાં તેણે ભારતને મેચમાં વાપસી કરાવી હતી. તેની આ ઈનીંગને લઈને પંતને મેન ઓફ ધ મેચ તરીકે પંસદ કરવામાં આવ્યો હતો. જે રમત દરમ્યાન તે 89 રન પર હતો, ત્યારે તેણે દુનિયાના સૌથી સફળ બોલર જેમ્સ એંન્ડરસનના બોલ પર રિવર્સ ફ્લિક ચોગ્ગો લગાવી દીધો હતો. તેના એ શોટે સૌ કોઈને હેરાન કરી દીધા હતા. મેચ બાદ તેણે કહ્યુ હતુ કે, તે તેનુ પુનરાવર્તન કરવાથી ચુકશે નહીં. પંતે કહ્યુ જો મને ફરી એક વાર ઝડપી બોલર પર રિવર્સ ફ્લિક કરવાનો મોકો મળે છે તો નિશ્વિત રુપથી આમ કરીશ.

પંતે આ ઉપરાંત પણ પોતાના વિકેટકીપીંગમાં આવેલા સુધારને લઈને પણ વાત કરી હતી. જે માટે તેણે પોતાની બેટીંગથી મળેલા આત્મવિશ્વાસને શ્રેય આપ્યો હતો. આ શ્રેણીમાં જબરદસ્ત કીપીંગ કરનારા પંતે કહ્યુ હતુ કે, મને લાગે છે કે, ડ્રિલ્સથી મદદ મળી હતી અને મારા આત્મવિશ્વાસએ મદદ કરી હતી. જે મારી બેટીંગથી લઈને વિકેટકીપીંગમાં જોવા મળી હતી.

આ મેચમાં પંતે 101 રનની પારી રમી હતી. જે ટેસ્ટ ક્રિકેટમાં તેનુ ત્રીજુ અને ભારતીય ધરતી પર પ્રથમ શતક હતુ. આ શતકથી પહેલા તે અનેક વાર 90 રનની પાસે પહોંચી ચુક્યો છે. પરંતુ તે સદી કરી ચુકી જતો હતો. તે તમામ કમીઓ પંતે આ વખતે પુરી કરી હતી. પોતાની ઈનીંગને લઈને કહ્યુ હતુ કે, આ ખૂબ જ મહત્વપૂર્ણ ઈનીંગ છે. વિશેષકરી જ્યાં સુધી ટીમ દબાણમાં હતી. અમે 6 વિકેટ પર 146 રન પર મુશ્કેલ સ્થિતીમાં હતા અને તેનાથી વધારે કંઈ થઈ શકે એમ નહોતુ. ત્યારે જ તમે શાનદાર પ્રદર્શન કરો જ્યારે ટીમને તમારી સૌથી વધારે જરુર હોય.

આ પણ વાંચો: IPL 2021: 9 એપ્રિલથી શરૂ થશે IPLની 14મી સિઝન, જાણો કયા શહેરોમાં રમાશે મેચ

Latest News Updates

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">