IND vs ENG: ઇંગ્લેંડ સામે ટક્કર પહેલા ઋષભ પંતે ધોની પરિવાર સાથે પસાર કર્યો સમય

ઓસ્ટ્રેલીયાની સામે ભારતે ઐતિહાસિક જીત મેળવી હતી. જે જીત માટે અંતિમ મેચ બ્રિસબેન ટેસ્ટ (Brisbane Test) માં વિકેટકિપર બેટ્સમેન ઋષભ પંતે (Rishabh Pant) મહત્વનો રોલ નિભાવ્યો હતો. પંત હવે તેનો આવનારો પડકાર ઝીલવા માટે તૈયાર થઇ રહ્યો છે.

IND vs ENG: ઇંગ્લેંડ સામે ટક્કર પહેલા ઋષભ પંતે ધોની પરિવાર સાથે પસાર કર્યો સમય
Rishabh Pant & MS Dhoni

ઓસ્ટ્રેલીયાની સામે ભારતે ઐતિહાસિક જીત મેળવી હતી. જે જીત માટે અંતિમ મેચ બ્રિસબેન ટેસ્ટ (Brisbane Test) માં વિકેટકિપર બેટ્સમેન ઋષભ પંતે (Rishabh Pant) મહત્વનો રોલ નિભાવ્યો હતો. પંત હવે તેનો આવનારો પડકાર ઝીલવા માટે તૈયાર થઇ રહ્યો છે. આગામી મહિને ટીમ ઇન્ડીયા (Team India) નો સામનો ઇંગ્લેંડ (England) સામે થનારો છે. જેમાં એક વાર ફરીથી ઋષભ પંતથી સારા પ્રદર્શનની આશા હશે. જે મહત્વની સિરીઝમાં પોતાની પુરી તાકાત લગાવતા પહેલા પંતે કેટલોક સમય પોતાના પરિવાર અને નજીકના લોકો સાથે પસાર કર્યો છે. આ સાથે જ ઋષભ પંતે ટીમ ઇન્ડીયાના પૂર્વ કેપ્ટન અને મહાન વિકેટકીપર એમએસ ધોની (MS Dhoni) સાથે મળવા માટે પહોંચ્યા હતા. જ્યાં તે એકદમ હળવાશ મિજાજમાં જોવા મળ્યો છે.

ધોનીની પત્નિ સાક્ષી ધોની એ મંગળવારે એક ફોટો પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોષ્ટ કર્યો હતો. જેમાં સાક્ષી અને એમએસ ધોની સાથે ઋષભ પંત પણ હતો. આ તસ્વીરમાં ધોની મસ્ત મૂડમાં જણાતો હતો, જ્યારે પંત આ પળનો આનંદ લઇ રહ્યો હતો. આ પહેલા પણ ઋષભ પંત અનેક વાર ધોની અને તેના પરિવાર સાથે સમય ય વિતાવતો જોવા મળ્યો હતો.

Rishabh Pant & MS Dhoni

Rishabh Pant & MS Dhoni

https://www.instagram.com/p/CKgcKbeHhDg/?utm_source=ig_web_copy_link 

ઋષભ પંતને ઇંગ્લેંડ સામેની પ્રથમ બે ટેસ્ટ મેચ માટે પસંદ કરવામાં આવ્યો છે. પોતાની વિકેટકીપીંગને લઇને લગાતાર આલોચના વેઠી રહેલા ઋષભ પંતે હવે ઘર આંગણે મોટા પડકારનો સામનો કરવાનો છે. સ્પિનરોની મદદગાર ભારતીય પિચ પર પંતે રવિચંદ્રન અશ્વિન અને કુલદીપ યાદવ જેવા ધુરંધરોના બોલ પર કિપીંગ કરવાની છે. આવામાં સ્વાભાવિક રીતે જ પંતે ધોની પાસેથી આગામી સિરીઝને લઇને વાત કરી હશે. સાથે જ વિકેટકિપીંગને લઇને ધોનીએ તેને કેટલીક જરુરી ટીપ્સ આપી હશે. જે તેને સ્પિનરો સામે કિપીંગ કરવામાં સુધારો કરવા માટે કામ આવી શકે છે.

લગભગ બે વર્ષમાં વિકેટકીપીંગની ઉપરાંત ઋષભ પંત પોતાની બેટીંગને લઇને ક્રિકેટ એક્સપર્ટ અને ફેંસના નિશાના પર રહ્યો હતો. વિકેટકિપીંગની ચર્ચા હજુ પણ છે, પરંતુ બેટીંગની બાબતમાં પંતે સૌને જબરદસ્ત જવાબ આપ્યો છે. ઓસ્ટ્રેલીયા સામે ટીમ ઇન્ડીયાને સિરીઝ જીતાડવા માટે તેનુ મોટુ યોગદાન રહ્યુ છે. સિડની ટેસ્ટની આખરી પારીમાં 97 રન બનાવીને મેચને ડ્રો બનાવ્યા બાદ, બ્રિસબેનમાં તેણે 89 રનની અણનમ રમત રમી હતી. આ રમતથી તેણે મેચની સાથે સિરીઝમાં પણ ભારતને ઐતિહાસિક જીત અપાવી હતી. આ સિરીઝમાં પંતે 274 રન બનાવીને ભારત તરફથી શ્રેષ્ઠ સ્કોરર રહ્યો હતો.

Click on your DTH Provider to Add TV9 Gujarati