IND vs ENG: બેટીંગમાં ફ્લોપ રહેલા રાહુલે ફિલ્ડીંગમાં દમ દેખાડ્યો, બાઉન્ડરી પર લગાવી ડાઇવ, જુઓ વિડીયો

ભારત અને ઇંગ્લેંડ (India vs England) વચ્ચે અમદાવાદ ના નરેન્દ્ર મોદી સ્ટેડીયમ (Narendra Modi Stadium) માં રમાયેલી T20 શ્રેણીની પ્રથમ મેચમાં ભારતે 8 વિકેટે હાર નો સામનો કરવો પડ્યો છે. શ્રેયસ ઐયર (Shreyas Iyer) સિવાય ના મોટા ભાગના બેટ્સમેનો ફ્લોપ રહ્યા હતા.

Avnish Goswami
| Edited By: | Updated on: Mar 13, 2021 | 12:23 PM

ભારત અને ઇંગ્લેંડ (India vs England) વચ્ચે અમદાવાદ ના નરેન્દ્ર મોદી સ્ટેડીયમ (Narendra Modi Stadium) માં રમાયેલી T20 શ્રેણીની પ્રથમ મેચમાં ભારતે 8 વિકેટે હાર નો સામનો કરવો પડ્યો છે. શ્રેયસ ઐયર (Shreyas Iyer) સિવાય ના મોટા ભાગના બેટ્સમેનો ફ્લોપ રહ્યા હતા. ટીમ ઇન્ડીયા (Team India) ના ખેલાડીઓ ઇંગ્લેંડની ઝડપી બોલીંગ આક્રમણ સામે ટકી શક્યા નહોતા. ઇંગ્લેંડ સામે ટેસ્ટ મેચની શ્રેણીમાં એક પણ મેચ નહી રમનારા કેએલ રાહુલને (KL Rahul) T20 શ્રેણીમાં પ્રથમ મેચ રમવાની તક મળી છે. કેએલ રાહુલ જોકે IPL ની ગત સિઝનમાં તેના શાનદાર કરેલા દેખાવને અહી જારી રાખી શક્યો નહોતો. માત્ર એક જ રન બનાવીને તે જોફ્રા આર્ચર (Joffra Archer) નો શિકાર થયો હતો. કેએલ રાહુલ ક્લીન બોલ્ડ થઇને પેવેલિયન પરત ફર્યો હતો. રાહુલ બેટીંગમાં ભલે ફ્લોપ રહ્યો હોય, પરંતુ તેણે ઇંગ્લેંડની બેટીંગ ઇનીંગ દરમ્યાન જબરદસ્ત ફીલ્ડીંગ કરીને ચાહકોના દિલ જીતી લીધા હતા.

ઇંગ્લેંડની ઇનીંગ રમાઇ રહી ત્યારે, ફીલ્ડીંગમાં રાહુલે પોતાની ટીમ માટે 4 રન બચાવ્યા હતા. રાહુલ નો તે વિડીયો હવે સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થવા લાગ્યો છે. કેએલ રાહુલ એ બાઉન્ડરી પર જબરદસ્ત ફીલ્ડીંગ કરી હતી. ઇંગ્લેંડની ટીમની બેટીંગ ઇનીંગ દરમ્યાન પાંચમી ઓવરમાં અક્ષર પટેલ બોલીંગ કરી રહ્યો હતો. જે ઓવરના પ્રથમ બોલ પર જ ઇંગ્લેંડના ઓપનર જોસ બટલર એ એક મોટો શોટ ફટકાર્યો હતો. જે શોટ સિધો જ છગ્ગા સ્વરુપે બાઉન્ડ્રી તરફ જઇ રહ્યો હતો. જ્યાં બાઉન્ડરી પર ઉભેલા રાહુલ એ ડાઇવ લગાવીને બોલને કેચ કરી લીધો હતો, અને પોતાને બાઉન્ડ્રી લાઇન બહાર પડતો જોઇ બોલને મેદાનમાં ફેંકી દઇને ટીમના ચાર રન બચાવી લીધા હતા.

https://twitter.com/PuneriSpeaks/status/1370403764696281092?s=20

જોકે તેના એ પ્રયાસને સૌ કોઇએ વખાણ્યો હતો. પરંતુ ટીમ એ ઇંગ્લેડ સામે હાર સહન કરવી પડી હતી. કારણ કે ભારતીય ટીમના આસાન સ્કોરને ઇંગ્લેંડ એ માત્ર બે વિકેટ ગુમાવીને જ પાર કરી લીધો હતો. ટીમ ઇન્ડીયા ને 16 મી ઓવરમાં જ હાર મેળવવી પડી હતી. ઇંગ્લેંડના બંને ઓપનરો જેસન રોય અને જોસ બટલરે શરુઆત સારી કરી હતી અને તેઓ વચ્ચે 72 રનની ભાગીદારી પ્રથમ વિકેટ માટે નોંધાઇ હતી. જેને લઇ ઇંગ્લેંડની ટીમને લક્ષ્યાંક સુધી પહોંચવુ સરળ બન્યુ હતુ અને મેચ એકતરફી બની હતી.

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">