IND vs ENG Preview: વિરાટ સેના દ્વારા શ્રેણી પર પકડ બનાવતી રમતની આશા, મોટેરામાં રમાશે પિંક બોલ ટેસ્ટ

ભારત અને ઇંગ્લેંડ (India vs England, ) વચ્ચેની ટેસ્ટ સિરીઝની ત્રીજી અને મેચ પિંક બોલ (Pink Ball Test) થી રમાનારી છે. જે ડે-નાઇટ ટેસ્ટ મેચ રમાનારી છે.

IND vs ENG Preview: વિરાટ સેના દ્વારા શ્રેણી પર પકડ બનાવતી રમતની આશા, મોટેરામાં રમાશે પિંક બોલ ટેસ્ટ
ભારત અને ઇંગ્લેંડ બને પાસે પિંક બોલ ટેસ્ટ રમવાનો અનુભવ છે.
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Feb 23, 2021 | 11:38 PM

ભારત અને ઇંગ્લેંડ (India vs England, ) વચ્ચેની ટેસ્ટ સિરીઝની ત્રીજી અને મેચ પિંક બોલ (Pink Ball Test) થી રમાનારી છે. જે ડે-નાઇટ ટેસ્ટ મેચ રમાનારી છે. જેમાં ભારતીય કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli) ની કોશિષ એ રહેશે કે એક તીરથી બે નિશાન તાકી શકાય. તો જો રુટ (Joe Root) ને પણ કોહલીના પ્રયાસોને નિષ્ફળ બનાવીને ઇંગ્લેંડના સૌથી સફળ કેપ્ટન તરીકે નામ અંકિત કરાવી લઉ. સૌથી મહત્વની વાત એ છે કે, પિંક બોલ ટેસ્ટના પરિણામ બંને ટીમોને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની (World Test Championship) ફાઇનલમાં રમવા માટેનો નિર્ણય કરશે.

અમદાવાદના મોટેરામાં બનેલા ખૂબસૂરત અને વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ મોટેરા સ્ટેડિયમ (Motera Stadium) પર ભારત અને ઇંગ્લેંડ વચ્ચે પિંક બોલ ટેસ્ટ મેચ શરુ થવાને લઇને હવે કલાકોની જ ગણતરી કરાઇ રહી છે. બંને ટીમોએ કમર કસી લીધી છે. ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ મેચ પહેલા જ શંખ ફૂંકી લીધો છે કે, તેમનુ ફોકસ પોતાની તાકાત અને વિરોધીઓની નબળાઇઓ બંને પર છે. મોટેરાની પિચ પણ સ્પિનર ફ્રેંડલી હોવાની જાણકારી સામે આવી રહી છે. જોકે કોહલીનુ કહેવુ છે કે, જો સ્થિતી ઝડપી બોલરોને અનૂકૂળ આવશે તો, અમે ઇંગ્લેંડ માટે મુશ્કેલીઓ ઉભી કરીને તેને મજબૂત પડકાર આપીશુ.

પિંક બોલ ટેસ્ટમાં ભારત અને ઇંગ્લેંડ ભારત અને ઇંગ્લેંડ બંંને પાસે પિંક બોલ ટેસ્ટ રમવાનો અનુભવ છે. ભારત માટે આ ત્રીજી પિંક બોલ ટેસ્ટ હશે, તો ઇંગ્લેંડ માટે આ ચોથી પિંક બોલ ટેસ્ટ હશે. ભારતને પાછળની 2 ડે-નાઇટ ટેસ્ટમાંથી એક ઘર આંગણે બાંગ્લાદેશ સામે રમતા જીત મેળવી હતી. જ્યારે ઓસ્ટ્રેલીયા પ્રવાસ દરમ્યાન ખરાબ રીતે ભારતે હાર સહન કરવી પડી હતી. ભારતની માફક ઇંગ્લેંડ એ પણ ઘરની બહાર પિંક બોલ ટેસ્ટમાં જીત નથી મેળવી. અત્યાર સુધીમાં રમેલી 3 પિંક ટેસ્ટમાં એક મેચ ઘર આંગણે ઇંગ્લેંડ રમ્યુંં હતુંં, જેમાં તેણે જીત મેળવી હતી. જ્યારે બહાર રમેલી બંને મેચ ગુમાવી હતી.

અતીક અને મુખ્તાર અસાંરી નહીં..પણ આ છે યુપીનો સૌથી ધનિક માફિયા ડોન
ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો

ઇંગ્લેંડ પર ભારતનુ પલડુ ભારે સ્પષ્ટ વાત છે, ઘરની બહાર પિંક બોલ ટેસ્ટમાં ઇંગ્લેંડનો રેકોર્ડ ખરાબ છે. સાથે આ જ બાબત મોટેરા સ્ટેડિયમમાં રમાનારી મેચમાં ટીમ ઇન્ડીયાને ભારે આંકવામાં આવી રહી છે. ભીરતીય ટીમ જો પિંક બોલ ટેસ્ટમાં ઇંગ્લેંડને મહાત આપે છે તો, તેનાથી બે કામ બની જશે. એક તો 2-1 થી લીડ મળશે. સાથે જ સિરીઝ જીતની તક ઉજ્જવળ બની શકે છે. તો બીજી બાબત એ છે કે, વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઇનલ રમવાના અંગેની સ્થિતિ પણ સ્પષ્ટ બની શકે છે. એટલુ જ નહી, પિંક બોલ ટેસ્ટમાં ભારતનો અજય રેકોર્ડ પણ બરકરાર રહેશે.

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ

પિંક બોલ ટેસ્ટનુ પરિણામ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઇનલને લઇને ખૂબ જ મહત્વની મેચ છે. પરંતુ કેપ્ટન વિરાટ કોહલીનુંં કહેવુ છે, કે હાલમાં તે એટલુંં દુરનુંં નથી વિચારી રહ્યો. હાલમાં તેનુ ફોકસ 5 દિવસમાં શ્રેષ્ઠ ક્રિકેટ રમવા પર છે. તેણે કહ્યુ હતુંં કે, દર્શકોનો સપોર્ટ આ ટેસ્ટ મેચમાં અમારા માટે પાવર બુસ્ટર તરિકે કામ કરશે. સાથે જ તેનાથી અમને વિરોધી ઇંગ્લેંડ પર દબાણ વધારવા માટેની મદદ મળશે. જણાવી દઇએ કે, અમદાવાદમાં રમાનારી બંને ટેસ્ટ મેચ માટે મેદાન પર દર્શકોની હાજરી જોવા મળશે.

Latest News Updates

કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
Surendranagar : પરસોત્તમ રૂપાલના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Surendranagar : પરસોત્તમ રૂપાલના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Gandhinagar :RTO ઓફિસમાં અરજદારોને ખાવા પડી રહ્યા છે ધક્કા
Gandhinagar :RTO ઓફિસમાં અરજદારોને ખાવા પડી રહ્યા છે ધક્કા
Rain : ભર ઉનાળે દક્ષિણ ગુજરાતમાં મેઘ મહેર, વલસાડ, ડાંગ, તાપીમાં વરસાદ
Rain : ભર ઉનાળે દક્ષિણ ગુજરાતમાં મેઘ મહેર, વલસાડ, ડાંગ, તાપીમાં વરસાદ
Chhota Udepur : ઉનાળાની આકરી ગરમી વચ્ચે વરસ્યો વરસાદ
Chhota Udepur : ઉનાળાની આકરી ગરમી વચ્ચે વરસ્યો વરસાદ
g clip-path="url(#clip0_868_265)">