IND vs ENG: ઇંગ્લેન્ડ સામે કે એલ રાહુલનો સતત ફ્લોપ શો, વિરાટ કોહલીએ આપ્યું પોતાનુ જ ઉદાહરણ

ભારતીય ટીમ (Team India) એ ઇંગ્લેંડ સામે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ (Narendra Modi Stadium) મા રમાયેલી ત્રીજી T20 મેચોમાં હાર મળી હતી. પાંચ મેચોની શ્રેણીમાં જે મેચમાં ભારત એ ઇંગ્લેંડ (India vs England) સામે 157 રનનુ લક્ષ્યાંક રાખ્યુ હતુ.

IND vs ENG: ઇંગ્લેન્ડ સામે કે એલ રાહુલનો સતત ફ્લોપ શો, વિરાટ કોહલીએ આપ્યું પોતાનુ જ ઉદાહરણ
KL Rahul-Virat Kohli
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Mar 17, 2021 | 11:52 AM

ભારતીય ટીમ (Team India) એ ઇંગ્લેન્ડ સામે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ (Narendra Modi Stadium) મા રમાયેલી ત્રીજી T20 મેચોમાં હાર મળી હતી. પાંચ મેચોની શ્રેણીમાં જે મેચમાં ભારત એ ઇંગ્લેન્ડ (India vs England) સામે 157 રનનુ લક્ષ્યાંક રાખ્યુ હતુ. જવાબમાં ઇંગ્લીશ ટીમ એ 18.2 ઓવરમાં જ 2 વિકેટ ગુમાવીને જીત મેળવી, શ્રેણી પર 2-1 થી લીડ મેળવી હતી. ઓપનર કેએલ રાહુલ (KL Rahul) T20 શ્રેણીમાં સતત ફ્લોપ રહ્યો છે, જેને લઇને હવે તે હવે ફેન્સનાં નિશાને પણ ચઢવા લાગ્યા છે.

ભારતીય ટીમ ટોસ હારીને પ્રથમ બેટીંગ કરવા માટે મેદાનામાં આવી હતી. ફરી એકવાર ભારતીય ટીમ એ ખરાબ શરુઆત કરી હતી. ઓપનર કેએલ રાહુલ સતત બીજી મેચમાં ખાતુ ખોલ્યા વિના જ પરત ફર્યો હતો. શ્રેણીની રમાયેલી પ્રથમ ત્રણ મેચમાં તેણે માત્ર એક જ રન બનાવ્યો છે. પ્રથમ મેચમાં 4 બોલ રમીને તે એક રન બનાવી શક્યો હતો. ત્યાર બાદ બીજી મેચમાં 6 બોલ રમીને શૂન્ય અને ત્રીજી મેચમાં 4 બોલ રમીને શૂન્ય રને આઉટ થયો હતો.

મેચ બાદ જ્યારે વિરાટ કોહલીને આ અંગે પૂછવામાં આવ્યુ હતુ, જેને લઇને તેણે રાહુલ નો બચાવ કર્યો હતો. કહ્યુ કે, બે દિવસ પહેલા સુધી હું પણ એક એવા જ ફોર્મમાં થી પસાર થઇ રહ્યો હતો, તે અમારો એક ચેમ્પિયન ખેલાડી રહ્યો છે. તે રોહિત શર્માની સાથે ટોપ ઓર્ડરમાં અમારી ટીમ ના એક મુખ્ય ખેલાડીના રુપે જ ટીમમાં હશે. આ ફોર્મેટમાં માત્ર પાંચ કે છ બોલની જ વાત હોય છે.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

પ્રથમ મેચમાં ઇંગ્લેંડ ની ટીમ એ 8 વિકેટ થી જીત નોંધાવી ને શ્રેણીમાં આગળ થયુ હતુ. ત્યાર બાદ ભારતે 7 વિકેટ થી જીત હાંસલ કરી ને શ્રેણીને 1-1 થી બરાબર કરી હતી. જ્યારે ત્રીજી મેચમાં 8 વિકેટ થી મોટી જીત ઇંગ્લેન્ડે મેળવીને ફરી થી શ્રેણી 2-1 લીડ કરી છે. હવે ચોથી મેચમાં ભારત માટે કરો અથવા મરોની સ્થિતી છે. ભારત જો હવે ચોથી મેચ હારી જાય છે તો, શ્રેણી ગુમાવવી પડશે. આવી સ્થિતીમાં ચોથી મેચને કોઇ પણ રીતે જીતવી જરુરી બની રહેશે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">