IND vs ENG: વિશાળ લક્ષ્યાંક જોની બેયરસ્ટોના શતક અને બેન સ્ટોકના 99 રનની મદદથી ભેધ્યુ, ભારતની હાર

ભારત અને ઈંગ્લેન્ડ (India vs England) વચ્ચે વન ડે શ્રેણી પુણેના એમસીએ સ્ટેડિયમ (MCA Stadium) ખાતે રમાઈ રહી છે. બીજી વન ડેમાં કેપ્ટન જોસ બટલરે (Jos Buttler) ટોસ જીત્યો હતો

IND vs ENG: વિશાળ લક્ષ્યાંક જોની બેયરસ્ટોના શતક અને બેન સ્ટોકના 99 રનની મદદથી ભેધ્યુ, ભારતની હાર
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Mar 26, 2021 | 9:38 PM

ભારત અને ઈંગ્લેન્ડ (India vs England) વચ્ચે વન ડે શ્રેણી પુણેના એમસીએ સ્ટેડિયમ (MCA Stadium) ખાતે રમાઈ રહી છે. બીજી વન ડેમાં કેપ્ટન જોસ બટલરે (Jos Buttler) ટોસ જીત્યો હતો અને પ્રથમ ફિલ્ડીંગ પસંદ કરી હતી. ભારતે ધીમી શરુઆત અને આક્રમક અંત ભરી રમત રમી, 50 ઓવરના અંતે 6 વિકેટ ગુમાવીને 336 રન કર્યા હતા. કેએલ રાહુલે (KL Rahul) ફોર્મ પરત મેળવતા શતકીય ઈનીંગ રમી હતી. ઇંગ્લેંડના બેટ્સમેનોની આક્રમક રમતને લઇને ભારતે મેચને ગુમાવી હતી. જોની બેયરસ્ટો (Jonny Bairstow)ના શતક અને બેન સ્ટોક્સ (Ben Stokes) ની ધુંઆધાર બેટીંગને લઇને ભારતે મેચ ગુમાવવી પડી હતી. ઇંગ્લેંડે 337 રનનું ટાર્ગેટ 43.3 ઓવરમાં જ લક્ષ્યાંક હાંસલ કરી દીધુ હતુ.

ઇંગ્લેંડ બેટીંગ શરુઆતથી જ આક્રમક શૈલીની રુખ ઇંગ્લેંડે અપનાવી હતી. ઇંગ્લેંડના ઓપનરોએ 110 રનની ભાગીદારી રમત રમી હતી. ઓપનર જોની બેયરસ્ટોએ 112 બોલમાં 124 રનની રમત રમી હતી. તેણે 11 ચોગ્ગા અને 7 છગ્ગા લગાવ્યા હતા. જેસ રોયે 52 બોલમાં 55 રનની રમત રમી હતી. બેન સ્ટોક્સ 99 રન કરીને વિકેટ ગુમાવી બેસતા શતક ચુક્યો હતો. બેન સ્ટોક્સે 52 બોલમાં જ 99 રન ફટકાર્યા હતા. તેણે 10 છગ્ગા અને 4 ચોગ્ગા સાથે આતશી ઈનીંગ રમી હતી. કેપ્ટન જોસ બટલર પ્રસિદ્ધ કૃષ્ણાના બોલ પર ક્લિન બોલ્ડ થયો હતો. ઇંગ્લેંડે 20 છગ્ગા ઈનીંગ દરમ્યાના લગાવ્યા હતા, એટલે કે 20 બોલમાં 120 રન મેળવી લીધા હતા.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં
ઉનાળામાં આ વસ્તુઓનું સેવન કરશો તો ડિહાઇડ્રેશનનો શિકાર નહીં બનો
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક

ભારતની બોલીંગ બોલરોએ શરુઆતથી વિકેટની શોધમાં તરસતા રહ્યા હતા. પરંતુ વિકેટ મળી રહી નહોતી. પ્રથમ વિકેટ હાથ લાગી એ પણ રન આઉટના રુપે હાથ લાગી હતી. આમ ભારતીય બોલરોએ આજે ખૂબ રન લુટાવ્યા હતા. જોકે બાદમાં બીજી વિકેટ ઈંગ્લેંંડના 285 રનના સ્કોર પર ભૂવનેશ્વરે ઝડપી હતી અને બાદમાં પ્રસિદ્ધ કૃષ્ણાએ 2 વિકેટ એક જ ઓવરમાં ઝડપતા ઇંગ્લેંડ 287 રનના સ્કોર પર 4 વિકેટ ગુમાવી ચુક્યુ હતુ. કૃણાલ પંડ્યાએ 6 ઓવરમાં 72 રન લુટાવ્યા હતા. જ્યારે કુલદિપ યાદવે 10 ઓવરમાં 84 રન આપ્યા હતા.

ભારતની બેટીંગ

આજે કેએલ રાહુલે શાનદાર રમત દર્શાવી હતી. પ્રથમ વન ડેમાં શાનદાર અર્ધ શતક બાદ આજે બીજી વન ડેમાં સદી ફટકારી હતી. તેણે 114 બોલમાં 108 રનની રમત રમ્યો હતો. રોહિત શર્મા અને શિખર ધવને ઈનીંગની શરુઆત કરી હતી. ધવન આજે માત્ર 4 રન કરીને જ વિકેટ ગુમાવી બેઠો હતો. ત્યારબાદ રોહિત શર્મા પણ સેટ થયો હતો ત્યાં જ 25 રન કરીને પેવેલિયન પરત ફર્યો હતો. વિરાટ કોહલી અને કેએલ રાહુલે સૌથી વધુ રનની ભાગીદારી રમત રમી હતી. બંનેએ સ્કોર બોર્ડને એક મજબૂત સ્થિતીમાં પહોંચાડવા પ્રયાસ કર્યો હતો. કોહલી 66 રનની ઈનીંગની રમત રમીને આઉટ થયો હતો. ત્યારબાદ રાહુલ અને ઋષભ પંતે આક્રમક શૈલીથી સ્કોર બોર્ડને આગળ વધાર્યુ હતુ.

ઋષભ પંતે 40 બોલમાં 77 રન કર્યા હતા. પંતે સાત છગ્ગા લગાવ્યા હતા અને 3 ચોગ્ગા લગાવ્યા હતા. હાર્દિક પંડયાએ 16 બોલમાં 35 રન કર્યા હતા. હાર્દિક પંડયાએ 4 સિક્સ અને એક ચોગ્ગો ફટકાર્યો હતો. કૃણાલ પંડ્યાએ 9 બોલમાં 12 રન કર્યા હતા.

ઈંગ્લેન્ડની બોલીંગ શરુઆતમાં ઈંગ્લેન્ડના બોલરો ભારતીય બેટ્સમેનો પર પકડ બનાવી રહ્યા હોવાનો અહેસાસ કરીને ઉત્સાહમાં હતા. લગભગ અંતિમ 15 ઓવર સુધી ઇંગ્લેંડના બોલરોનો ઉત્સાહ વર્તાયો હતો, જોકે અંતિમ 15 ઓવરોમાં ભારતીય બેટ્સમેનો સામે ઇંગ્લેંડના બોલરો લાચાર બની ગયા હતા. ટોમ કરને 2 વિકેટ ઝડપી હતી. 10 ઓવરના સ્પેલમાં 83 રન લુટાવ્યા હતા. આદીલ રાશિદે 10 ઓવરમાં 65 રન આપીને એક વિકેટ ઝડપી હતી. સેમ કરને 7 ઓવરમાં 47 રન આપીને એક વિકેટ ઝડપી હતી. રેસ ટોપલે 8 ઓવરમાં 2 વિકેટ ઝડપી હતી.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">