IND vs ENG: લોર્ડ્સ ટેસ્ટ પહેલા ભારતીય ખેલાડી ઘાયલ, પ્લેઇંગ-11માં સ્થાન મેળવવા માટે આ દિગ્ગજો વચ્ચે સ્પર્ધા

IND vs ENG: લોર્ડ્સ ટેસ્ટ પહેલા ભારતીય ખેલાડી ઘાયલ, પ્લેઇંગ-11માં સ્થાન મેળવવા માટે આ દિગ્ગજો વચ્ચે સ્પર્ધા
ફાઈલ ફોટો

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની ટેસ્ટ શ્રેણીની બીજી મેચ લંડનમાં ઐતિહાસિક લોર્ડ્સ મેદાનમાં રમાવાની છે.

TV9 GUJARATI

| Edited By: Jayraj Vala

Aug 11, 2021 | 8:42 PM

ભારત અને ઈંગ્લેન્ડ (India vs England) વચ્ચેની ટેસ્ટ શ્રેણીની બીજી મેચ લંડનમાં ઐતિહાસિક લોર્ડ્સ (Lord’s Test) મેદાનમાં રમાવાની છે. આ મેચ 12 ઓગસ્ટ ગુરુવારથી શરૂ થશે. નોટિંગહામમાં (Nottingham) રમાયેલી શ્રેણીની પ્રથમ મેચ વરસાદને કારણે પૂર્ણ થઈ શકી ન હતી અને ડ્રોમાં સમાપ્ત થઈ હતી. તેના કારણે લોર્ડ્સ ટેસ્ટ પરિણામ માટે ખૂબ મહત્વની છે. પરંતુ તે પહેલા ભારતીય ટીમ માટે મુશ્કેલીઓ વધી છે.

મયંક અગ્રવાલ નોટિંઘમ ટેસ્ટ પહેલા જ ઈજાગ્રસ્ત થયો હતો, તો હવે ઝડપી બોલર શાર્દુલ ઠાકુરની ઈજાએ (Shardul Thakur) લોર્ડ્સ ટેસ્ટ પહેલા ટીમની મુશ્કેલીઓ વધારી દીધી છે. શાર્દુલ ઠાકુર હેમસ્ટ્રિંગ ખેંચાવાને કારણે બીજી ટેસ્ટમાંથી બહાર થઈ ગયો છે. આવી સ્થિતિમાં સવાલ ઉભો થવા લાગ્યો છે કે, શાર્દુલની જગ્યાએ ટીમમાં કોનો સમાવેશ કરવામાં આવશે?

ન્યૂઝ એજન્સીના અહેવાલ મુજબ લોર્ડ્સ ખાતે પ્રેક્ટિસ સેશન દરમિયાન શાર્દુલની મુશ્કેલી વધી હતી. મેચના એક દિવસ પહેલા બુધવારે કેપ્ટન વિરાટ કોહલીએ પ્રેસ કોન્ફરન્સમાં આ વાતની પુષ્ટિ કરી અને કહ્યું કે, શાર્દુલ બીજી ટેસ્ટમાંથી બહાર થઈ ગયો છે. પરંતુ તે ત્રીજી ટેસ્ટ માટે પસંદગી માટે ઉપલબ્ધ રહેશે.

શાર્દુલને નોટિંગહામની પ્રથમ ટેસ્ટ મેચમાં પ્લેઇંગ ઇલેવનમાં સ્થાન મળ્યું હતું. બોલ સ્વિંગ કરવાની ક્ષમતા તેમજ નીચલા ક્રમમાં બેટિંગ કરવાને કારણે તેને ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો. તેણે ટેસ્ટ મેચમાં 4 વિકેટ લીધી જ્યારે માત્ર એક ઇનિંગમાં બેટિંગ કરવાની તક મળી, જેમાં તે ખાતું ખોલાવી શક્યો ન હતો. જોકે, હજુ સુધી એ સ્પષ્ટ થયું નથી કે ઠાકુરને પ્રથમ ટેસ્ટ દરમિયાન ઈજા થઈ હતી કે નહીં.

અશ્વિનને પ્રાધાન્ય મળવાના બે કારણો

શાર્દુલની ઈજાને કારણે લોર્ડ્સ ખાતે ટેસ્ટ મેચની પ્લેઈંગ ઈલેવન અંગે પ્રશ્નો, શક્યતાઓ અને અટકળો છે. માનવામાં આવે છે કે, શાર્દુલની ઈજાને કારણે ટીમમાં અશ્વિનને સ્થાન મળવાનું શક્ય બની શકે છે. અને તેનું સૌથી મોટું કારણ તેની બેટિંગ કરવાની ક્ષમતા છે.

નોટિંઘમ ટેસ્ટ બાદ કેપ્ટન વિરાટ કોહલીએ કહ્યું હતું કે, આ શ્રેણીના બાકીના ભાગમાં 4-1 બોલિંગ કોમ્બિનેશન (4 પેસર્સ, 1 સ્પિનર) ની રણનીતિ મુખ્ય ધ્યાન કેન્દ્રિત કરશે. પરંતુ બીજી ટેસ્ટમાં તે પુનર્વિચારણા કરી શકે છે. કારણ કે, નબળાઈને કારણે નીચલા ક્રમની બેટિંગમાં, કોઈ એક વ્યૂહરચનાને વળગી રહેવું શક્ય નથી.

બીજી તરફ મોટું કારણ લંડનનું હવામાન છે. હાલમાં લંડનમાં મહત્તમ તાપમાન 24 ડિગ્રી અને સરેરાશ તાપમાન લગભગ 14 ડિગ્રી છે. અંદાજ મુજબ, ટેસ્ટ મેચના પાંચ દિવસ સુધી હવામાન સમાન રહેશે. જેના કારણે પીચ સૂકી રહેવાની શક્યતા છે અને આવી સ્થિતિમાં અશ્વિન અને જાડેજા બંનેને ટીમમાં રાખવા ફાયદાકારક સાબિત થઈ શકે છે.

ઈશાંત-ઉમેશ માટે તક!

બીજી બાજુ જો પીચ પર ઘાસ ખૂટે છે અને ટીમ 4-1 કોમ્બિનેશન સાથે જવાનું નક્કી કરે છે, તો શાર્દુલની જગ્યાએ ઇશાંત શર્મા અને ઉમેશ યાદવ વચ્ચે સ્પર્ધા થશે. ઈશાંત ઈજાને કારણે પ્રથમ ટેસ્ટમાં પસંદગી માટે ઉપલબ્ધ નહોતો પરંતુ હવે તે ફિટ છે. ઇશાંત 2014માં લોર્ડ્સમાં ટીમ ઇન્ડિયાની જીતનો હીરો હતો અને આવી સ્થિતિમાં તેના અનુભવને પ્રાથમિકતા મળી શકે છે.

આ પણ વાંચો: IAS ટોપર ટીના ડાબી અને અતહર ખાને લગ્નના 2 વર્ષ બાદ લીધા છૂટાછેડા, ગયા વર્ષે પરસ્પર સંમતિથી દાખલ કરી હતી અરજી

આ પણ વાંચો: Surat: સુરતમા ફરી માથાભારે તત્વોનો આતંક, રામપુરા વિસ્તારમાં કુખ્યાત બૂટલેગરના પુત્ર પર હુમલો થતાં વાતાવરણ બન્યું તંગ

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati