IND vs ENG: ભારતે ઈંગ્લેન્ડ સામે 6 વિકેટે 156 રન કર્યા, ઓપનીંગ જોડી નિષ્ફળ રહી

ભારત અને ઈંગ્લેન્ડ (India vs England) વચ્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ (Narendra Modi Stadium)માં T20 શ્રેણીની આજે ત્રીજી મેચ રમાઈ રહી છે.

IND vs ENG: ભારતે ઈંગ્લેન્ડ સામે 6 વિકેટે 156 રન કર્યા, ઓપનીંગ જોડી નિષ્ફળ રહી
Virat Kohli-Hardik Pandya
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Mar 16, 2021 | 9:05 PM

ભારત અને ઈંગ્લેન્ડ (India vs England) વચ્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ (Narendra Modi Stadium)માં T20 શ્રેણીની આજે ત્રીજી મેચ રમાઈ રહી છે. ઈંગ્લેન્ડે ટોસ જીતીને પ્રથમ બોલીંગ પસંદ કરી હતી. ભારતે બેટીંગની શરુઆત નબળી કરી હતી અને જેને લઈને ભારત ફરી એકવાર ઈંગ્લેન્ડ સામે મર્યાદિત સ્કોર કર્યો હતો. વિરાટ કોહલી (Virat Kohli)એ ચોથા ક્રમે બેટીંગ માટે આવીને ઈનીંગને સંભાળી હતી. ઋષભ પંત (Rishabh Pant) લયમાં રમવા દરમ્યાન જ રન આઉટ થયો હતો. ઈંગ્લેન્ડનો માર્ક વુડ (Mark Wood) બોલીંગ આક્રમણ કરીને ભારતીય બેટ્સમેનો પર ભારે રહ્યો હતો. કોહલી 77 રન કરીને અણનમ રહ્યો હતો.

અંબાણી પરિવારની દીકરી ઈશા કરતાં મોંઘા ઘરેણા તો ઘરની વહુ પાસે છે, જાણો કેટલી છે કિંમત
IPL 2024 : MS ધોનીએ ઋતુરાજ ગાયકવાડને જ કેમ કેપ્ટન તરીકે પસંદ કર્યો? પોતે જ આપ્યો જવાબ
પ્રેગનેન્સીમાં પપૈયુ ખાવાથી મીસકેરેજ થઇ શકે ? જાણો શું કહે છે ડોક્ટર્સ
નહાતી વખતે કાનમાં પાણી ભરાઈ જાય તો કેવી રીતે કરશો દૂર? જાણો અહીં
એક મહિના સુધી ભીંડાનું પાણી પીવાથી થશે આ ફાયદા
જૂનું કૂલર ઠંડી હવા નથી આપતુ, તો આ ટીપ્સ અપનાવો

ભારતની બેટીંગ ઈનીંગ ભારતીય ટીમે ત્રીજી ઓવરમાં જ 7 રનના સ્કોર પર જ ઓપનર કેએલ રાહુલની વિકેટ ગુમાવી હતી. કેએલ રાહુલ ફરી એકવાર ફ્લોપ રહ્યો હતો, તે સતત બીજીવાર શૂન્યમાં વિકેટ ગુમાવી બેઠો હતો. માર્ક વુડે તેને ક્લીન બોલ્ડ કરી પેવેલીયન પરત મોકલ્યો હતો. ત્યારબાદ રોહિત શર્મા પણ ઝડપથી વિકેટ ગુમાવી બેઠો હતો. તેણે પાંચમી ઓવરમાં માર્ક વુડના બોલ પર જોફ્રા આર્ચરને કેચ આપી બેસતા વિકેટ ગુમાવી હતી. રોહિત શર્માએ 15 રન કર્યા હતા. આમ 20 રન સ્કોર પર જ ભારતે 2 વિકેટ ગુમાવી દીધી હતી.

ઈશાન કિશન પણ 4 રન કરીને આઉટ થતાં એક સમયે ભારતે 24 રનના સ્કોર પર જ 3 મહત્વની વિકેટ ગુમાવી દીધી હતી. આમ ભારતીય બેટીંગ લાઈન દબાણની સ્થિતીમાં આવી ચુકી હતી. વિરાટ કોહલીએ ચોથા ક્રમે મેદાનમાં આવીને સ્થિતીને સંભાળી હતી. કોહલીએ શરુઆતમાં રક્ષણાત્મક રમત દાખવ્યા બાદ, આક્રમક બેટીંગ કરી હતી. કોહલીએ 46 બોલમાં 77 રન ફટકાર્યા હતા. તેણે 4 છગ્ગા અને 8 ચોગ્ગા લગાવ્યા હતા. ઋષભ પંતે પણ 25 રન કરીને તેને સાથ આપવા માટે પ્રયાસ કર્યો હતો, પરંતુ તે રન આઉટ થયો હતો. હાર્દિક પંડ્યાએ નોટઆઉટ 17 રન કર્યા હતા.

ઈંગ્લેન્ડની બોલીંગ

માર્ક વુડે આજે ઈંગ્લેન્ડ તરફથી જબરદસ્ત દેખાવ કર્યો હતો. તેણે બંને ભારતીય ઓપનરોને ઝડપથી પેવેલિયન પરત મોકલ્યા હતા. તેણે 4 ઓવર દરમ્યાન 31 રન આપીને 3 વિકેટ ઝડપી હતી. કેએલ રાહુલને વુડે શૂન્ય પર જ ક્લીન બોલ્ડ કરી દીધો હતો. જ્યારે રોહિત શર્મા અને શ્રેયસ ઐયરને પણ કેચ આઉટ કરાવી વિકેટ ઝડપી હતી. ક્રિસ જોર્ડને 4 ઓવરમાં એક ઓવર મેઈડન કરી હતી, તેને 35 રન આપીને 2 વિકેટ ઝડપી હતી. આદિલ રાશિદે પણ કસીને બોલીંગ કરી હતી. તેણે 4 ઓવરમાં 26 રન આપ્યા હતા. જોકે તેને વિકેટ હાથ લાગી શકી નહોતી. જોફ્રા આર્ચર પણ 4 ઓવર માં 32 રન આપ્યા હા, જોકે તેને પણ વિકેટ મેળવવામાં સફળતા મળી શકી નહોતી.

Latest News Updates

NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
g clip-path="url(#clip0_868_265)">