IND vs ENG: તમે જો કંઇ બોલાવવા માંગતા હશો તો એ નહી થઇ શકે, રહાણેને લઇને કોહલીએ કહ્યુ

ઇંગ્લેંડ (England) ના હાથે પ્રથમ ટેસ્ટ માં ભારતને 227 રન થી હાર મળ્યા બાદ હવે અજીંક્ય રહાણે (Ajinkya Rahane) ની પણ આલોચના થવા લાગી છે. પ્રથમ ટેસ્ટ દરમ્યાન બંને ઇનીંગમાં રહાણે બેટીંગમાં નિષ્ફળ રહ્યો હતો.

IND vs ENG: તમે જો કંઇ બોલાવવા માંગતા હશો તો એ નહી થઇ શકે, રહાણેને લઇને કોહલીએ કહ્યુ
અજીંક્ય રહાણે અને ચેતેશ્વર પુજારા અમારા બધાથી સૌથી વધુ મહત્વપૂર્ણ ટેસ્ટ બેટ્સમેન છે.
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Feb 10, 2021 | 6:23 PM

ઇંગ્લેંડ (England) ના હાથે પ્રથમ ટેસ્ટમાં ભારતને 227 રનથી હાર મળ્યા બાદ હવે અજીંક્ય રહાણે (Ajinkya Rahane) ની પણ આલોચના થવા લાગી છે. પ્રથમ ટેસ્ટ દરમ્યાન બંને ઇનીંગમાં રહાણે બેટીંગમાં નિષ્ફળ રહ્યો હતો. કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli) જો કે રહાણેનો બચાવ કરતા કહી રહ્યા છે કે, જો તમે કંઇક બોલવા ઇચ્છતા હશો તો તે નહી થઇ શકે.

પૂર્વ ક્રિકેટર સંજય માંજરેકર (Sanjay Manjrekar) એ ટ્વીટ કર્યુ હતુ કે, મારો મુદ્દો બેટ્સમેનના રુપમાં રહાણેથી છે. મેલબોર્નમાં શતક બાદ તેણે 27, 22, 04, 37, 24, 01 અને 00 રન બનાવ્યા છે. શતક બાદ ઉમદા ખેલાડી ફોર્મ કાયમ રાખે છે અને ખરાબ ફોર્મમાં ચાલી રહેલા ખેલાડીઓનુ દબાણ ઓછુ કરતા હોય છે.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

ઓસ્ટ્રેલીયામાં કેપ્ટનના રુપમાં ટેસ્ટ સિરીઝમાં ઐતિહાસીક જીત અપાવવાને લઇને રહાણેના વખાણ થયા હતા. પરંતુ મેલબોર્નમાં શતક બાદ તેના બેટથી કોઇ જ કમાલ કરી શક્યો નથી. કોહલીએ કહ્યુ હતુ કે, હું પણ બોલ્ડ થઇ ગયો હતો. જો તમે કંઇ ઉગલવા માંગતા હશો તો તે નહિ થઇ શકે. કારણ કે એવુ કંઇ છે જ નહી. અજીંક્ય રહાણે અને ચેતેશ્વર પુજારા અમારા બધાથી સૌથી વધુ મહત્વપૂર્ણ ટેસ્ટ બેટ્સમેન છે. અમને તેમની કાબિલીયત પર પુરો ભરોસો છે.

કોહલીએ ચેન્નાઇમાં રહાણેના પ્રદર્શનના અંગે પણ કહ્યુ હતુ, આ ફક્ત એક ટેસ્ટ અને બે પારીઓની વાત છે. આપ આ પારીને એક બાજુ પર રાખી શકો છો. પરંતુ પ્રથમ પારીમાં તે ચોગ્ગો લગાવવા માંગતા હતા, જેને જો રુટ એ શાનદાર કેચમાં પલટી દીધો. જો એ બોલ બાઉન્ડ્રી પાર જતો, તો એવી વાત નથી થઇ રહી હોતી. કોઇ સમસ્યા નથી, દરેક ખેલાડી સારુ રમી રહ્યા છે.

ભારતીય કેપ્ટન એ કહ્યુ કે, આપણે તે ચીજોને સમજવી પડશે. જે અમે આ મેચમાં સારી રીતે કરી અને જે ચિજો અમે નથી કરી શક્યા. એક ટીમના રુપમાં અમે હંમેશા સુધાર કરવા માંગીએ છીએ. ઇંગ્લેંડની ટીમ આ ટેસ્ટ મેચમાં અમારી તુલનામાં તે વધારે પ્રોફેશનલ હતી. ભારતીય કેપ્ટન કોહલીએ આશા દર્શાવી હતી કે, ટીમ આગળની મેચોમાં ખૂબ પડકાર આપીશુ. અમારે એ સુનિશ્વત કરવુ પડશે કે આગળની ત્રણ મેચોમાં અમે આકરી ટક્કર આપીશુ. અમે એવી ચિજોને પણ હાથમાં થી નિકળવા નહી દઇએ જે આ ટેસ્ટમાં થયુ હતુ.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">