IND vs ENG: ચોથી T20 મેચને લઈને ICCએ ઈંગ્લેન્ડની ટીમને ફટકાર્યો દંડ, મેચ ફીના 20 ટકા દંડ

ભારત (India) સામે ચોથી T20 આંતરરાષ્ટ્રીય મેચમાં ધીમી ઓવર રેટ માટે ઈંગ્લેન્ડ (England)ના ખેલાડીઓ પર મેચ ફીના 20 ટકા દંડ ફટકારવામાં આવ્યો છે. ઈયોન મોર્ગન (Eoin Morgan)ની ટીમ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ (Narendra Modi Stadium) ખાતે રમાયેલી મેચમાં આપવામાં આવેલા સમય કરતા એક ઓવર કરતા વધુ સમય ધીમી હતી.

IND vs ENG: ચોથી T20 મેચને લઈને ICCએ ઈંગ્લેન્ડની ટીમને ફટકાર્યો દંડ, મેચ ફીના 20 ટકા દંડ
Team England
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Mar 19, 2021 | 11:29 PM

ભારત (India) સામે ચોથી T20 આંતરરાષ્ટ્રીય મેચમાં ધીમી ઓવર રેટ માટે ઈંગ્લેન્ડ (England)ના ખેલાડીઓ પર મેચ ફીના 20 ટકા દંડ ફટકારવામાં આવ્યો છે. ઈયોન મોર્ગન (Eoin Morgan)ની ટીમ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ (Narendra Modi Stadium) ખાતે રમાયેલી મેચમાં આપવામાં આવેલા સમય કરતા એક ઓવર કરતા વધુ સમય ધીમી હતી. જેના કારણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ (ICC) એલીટ પેનલ મેચ રેફરી જવાગલ શ્રીનાથે (Javagal Srinath) દંડ ફટકાર્યો છે. ICCએ શુક્રવારે એક નિવેદન બહાર પાડતાં કહ્યું કે, ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફ માટે ICCની આચારસંહિતા (ICC Code of Conduct)ની કલમ 2.22 ન્યૂનતમ ઓવર સ્પીડ ઉલ્લંઘન સંબંધિત છે. જેમાં, ટીમના ખેલાડીઓની ફીના 20 ટકા ફી આપેલા સમયથી ધીમી ગતીથી ઓવર માટે દંડ કરવામાં આવે છે.

ભારતે ગુરુવારે રાત્રે આઠ રનથી મેચ જીતીને પાંચ મેચની શ્રેણી 2-2થી બરાબર કરી હતી. ઈયોન મોર્ગને પ્રસ્તાવિત દંડ સ્વીકાર કરી લીધો હતો. જેના કારણે સત્તાવાર સુનાવણીની કોઈ જરૂર ઉભી થઈ નહોતી. ફીલ્ડ અમ્પાયર એન. અનંતપદ્મનાભન, નીતિન મેનન અને ત્રીજા અમ્પાયર વીરેન્દ્ર શર્માએ પેનલ્ટી નક્કી કરી હતી. અગાઉ ધીમા ઓવરરેટને કારણે ભારતને બીજી T20 મેચ દરમિયાન મેચ ફીના 20 ટકા દંડ ફટકારવામાં આવ્યો હતો. તે મેચમાં ટીમ ઈન્ડિયાએ નિર્ધારિત સમય કરતા એક ઓવર ધીમી કરી હતી. જેના કારણે કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli) સહિતના તમામ ખેલાડીઓની મેચ ફીના 20 ટકા દંડ લાગુ કરવામાં આવ્યો હતો.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે

પાંચ T20 મેચની શ્રેણીમાં ભારત અને ઈંગ્લેન્ડ બરાબરી પર છે. ઈંગ્લેન્ડે પ્રથમ અને ત્રીજી T20માં જીત મેળવી હતી. દરમ્યાન યજમાન ભારતીય ટીમએ બીજી અને ચોથી T20 મેચમાં જીત મેળવી શ્રેણીને જીવંત રાખી હતી. હવે શ્રેણી વિજેતાનો નિર્ણય 20 માર્ચે રમાનારી પાંચમી મેચના અંતે આવશે.

ચોથી T20 મેચની સ્થિતિ કેવી હતી સૂર્યકુમારને વિવાદાસ્પદ આઉટ આપવાના અગાઉ 31 બોલમાં 57 રન બનાવ્યા હતા. વિવાદિત રીતે આઉટ થયા પહેલા તેની ઈનીંગમાં 6 ચોગ્ગા અને 3 છગ્ગા સામેલ હતા. શ્રેયસ ઐય્યર 18 બોલમાં 37 રન, 5 ચોગ્ગા અને 1 છગ્ગા સાથે કર્યા હતા. ઋષભ પંતે 23 બોલમાં 30 રન, ચાર ચોગ્ગાની મદદથી ઉપયોગી યોગદાન પુરુ પાડ્યું હતું. આ સાથે ભારતે પ્રથમ બેટિંગ કરીને આઠ વિકેટે 185 રન બનાવ્યા હતા. ઈંગ્લેન્ડ માટે આર્ચર સૌથી સફળ બોલર રહ્યો હતો. તેણે 33 રન આપીને ચાર વિકેટ ઝડપી હતી, પરંતુ ઈંગ્લેંડનો કોઈ બેટ્સમેન લાંબી ઈનિંગ રમી શક્યો ન હતો.

જેસન રોયે 27 બોલમાં 40 રન, છ ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી કર્યા હતા. બેન સ્ટોક્સે 23 બોલમાં 46 રન કર્યા હતા. તેણે 4 ચોગ્ગા અને 3 છગ્ગા લગાવ્યા હતા. આ બંને ખેલાડીઓએ ભારતનું સમીકરણ બગાડવાનો પ્રયાસ કર્યો હતો, જોકે નિષ્ફળ રહ્યા હતા. અંતમાં જોફ્રા આર્ચરે આઠ બોલમાં 18 રન અણનમ કરીને મેચને રોમાંચક બનાવતી રમત રમી હતી. જોકે અંતે, ઇંગ્લેન્ડ 8 વિકેટ પર 177 રન સુધી જ પહોંચવામાં સફળ રહ્યું. પરિણામે ભારત સામે ઈંગ્લેેન્ડની હાર થઈ હતી.

આ પણ વાંચો: જસપ્રિત બુમરાહ અને સંજના ગણેશનના ગ્રાન્ડ રિસેપ્શનના ફોટો આવ્યા સામે, જુઓ

Latest News Updates

મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
g clip-path="url(#clip0_868_265)">