IND vs ENG: અશ્વિન, હાર્દીક પંડ્યા અને કુલદિપ યાદવે જીમ દરમ્યાન કર્યો ફની ડાન્સ, જુઓ વિડીયો

ભારત અને ઇંગ્લેંડ (India vs England) વચ્ચે ચાર ટેસ્ટ મેચોની શ્રેણી રમાનારી છે. શ્રેણીની ત્રીજી ટેસ્ટ મેચ 24 ફેબ્રુઆરી થી અમદાવાદમાં રમાનારી છે. પ્રથમ બે ટેસ્ટ મેચ ચેન્નાઇમાં રમાઇ હતી. જ્યારે બાકીની બંને ટેસ્ટ મેચ અમદાવાદમાં સરદાર પટેલ સ્ટેડીયમ (Sardar Patel Stadium) મોટેરામાં રમાનારી છે. નવા નિર્માણ થયેલા આ મેદાનમાં પ્રથમ ઇન્ટરનેશનલ મેચ રમાનારી છે.

IND vs ENG: અશ્વિન, હાર્દીક પંડ્યા અને કુલદિપ યાદવે જીમ દરમ્યાન કર્યો ફની ડાન્સ, જુઓ વિડીયો
અશ્વિને સોશિયલ મિડીયા પર આ વિડીયો શેર કર્યો છે.
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Feb 20, 2021 | 11:50 AM

ભારત અને ઇંગ્લેંડ (India vs England) વચ્ચે ચાર ટેસ્ટ મેચોની શ્રેણી રમાનારી છે. શ્રેણીની ત્રીજી ટેસ્ટ મેચ 24 ફેબ્રુઆરી થી અમદાવાદમાં રમાનારી છે. પ્રથમ બે ટેસ્ટ મેચ ચેન્નાઇમાં રમાઇ હતી. જ્યારે બાકીની બંને ટેસ્ટ મેચ અમદાવાદમાં સરદાર પટેલ સ્ટેડીયમ (Sardar Patel Stadium) મોટેરામાં રમાનારી છે. નવા નિર્માણ થયેલા આ મેદાનમાં પ્રથમ ઇન્ટરનેશનલ મેચ રમાનારી છે. બંને ટીમો અમદાવાદ માં પહોંચી ચુકી છે. ત્રીજી ટેસ્ટ માટેની તૈયારીઓમાં બંને ટીમો લાગી ચુકી છે. જીમમાં વર્ક આઉટ દરમ્યાન ટીમ ઇન્ડીયા (Team India) ના અશ્વિન, હાર્દીક પંડ્યા (Hardik Pandya) અને કુલદીપ યાદવને મસ્તી સુઝી હતી. તેઓ ત્રણેય ડાન્સ કરવાના મુડમાં જોવા મળ્યા હતા. અશ્વિને (R Ashwin) પોતાના ઇન્સ્ટાગ્રામ પર આ વિડીયો પણ શેર કર્યો છે.

પ્રથમ બંને ટેસ્ટ મેચ બાદ શ્રેણી હાલમાં 1-1 થી બરાબરી પર છે. પ્રથમ ટેસ્ટ ઇંગ્લેંડએ 227 રન થી જીતી હતી. જ્યારે બીજી ટેસ્ટ મેચ ભારતે 317 રને જીતી લીધી હતી, બીજી ટેસ્ટમાં અશ્વિન એ કુલ 8 વિકેટ ઝડપી હતી. તો અશ્વિને વિકેટ ઉપરાંત દમદાર સદી પણ ફટકારી હતી. અશ્વિન તે મેચમાં મેન ઓફ ધ મેચ તરીકે પસંદ થયો હતો. કુલદીપ યાદવ (Kuldeep Yadav) ને પ્રથમ ટેસ્ટ રમવાનો મોકો મળ્યો નહોતો. પરંતુ બીજી ટેસ્ટમાં તેણે બોલીંગ વડે પ્રભાવિત કર્યા હતા.

નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં
ઉનાળામાં આ વસ્તુઓનું સેવન કરશો તો ડિહાઇડ્રેશનનો શિકાર નહીં બનો
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
View this post on Instagram

A post shared by Ashwin (@rashwin99)

હાર્દીક પંડ્યાએ ટેસ્ટ ટીમનો હિસ્સો તો છે, પરંતુ પ્રથમ બંને ટેસ્ટમાં તેને રમવાનો મોકો મળી શક્યો નથી. એવામાં માનવામા આવે છે કે, હાર્દિક પંડ્યાને ત્રીજી ટેસ્ટમાં સમાવેશ કરવામા આવી શકે છે. ભારત અને ઇંગ્લેંડ વચ્ચેની આ શ્રેણી અનેક પ્રકારે મહત્વ ધરાવે છે. આ સિરીઝ સાથે જ ભારતમાં લાંબા સમય બાદ ઇન્ટરનેશનલ ક્રિકેટ ફરી થી શરુ થઇ છે. સાથે જ સિરીઝ દ્રારા આઇસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની પ્રથમ સિઝનમાં, ન્યુઝીલેન્ડની સામે કઇ ટીમ ફાઇનલમાં મેચ રમશે એ પણ નક્કી થઇ શકશે. હાલમાં ભારત, ઇંગ્લેંડ અને ઓસ્ટ્રેલીયા ત્રણેય ફાઇનલની દોડમાં સામેલ છે. જ્યારે ન્યુઝીલેન્ડ ફાઇનલમાં પહોચી ચુક્યુ છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">