IND vs ENG: કેવી રહેશે પિચ, કેવુ રહેશે વાતાવરણ, બંને ટીમનો કેવો છે ડે નાઇટ ટેસ્ટ અનુભવ, જાણો

ભારત અને ઇંગ્લેંડ (India vs England) વચ્ચે ટીમ એકબીજા સામે પ્રથમ વાર ડે નાઇટ ટેસ્ટ મેચ રમવા જઇ રહી છે. બંને ટીમો પાસે ડે નાઇટ ટેસ્ટને લઇને ખાસ અનુભવ નથી. અત્યાર સુધીમાં ભારતે 2 અને ઇંગ્લેંડ એ 3 ડે નાઇટ પીંક બોલ ટેસ્ટ (Pinkball Test) રમી છે. ડેમાં ભારતે એક માં જીત અને એક મેચમાં હાર મેળવી છે.

IND vs ENG: કેવી રહેશે પિચ, કેવુ રહેશે વાતાવરણ, બંને ટીમનો કેવો છે ડે નાઇટ ટેસ્ટ અનુભવ, જાણો
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Feb 24, 2021 | 11:55 AM

ભારત અને ઇંગ્લેંડ (India vs England) વચ્ચે ટીમ એકબીજા સામે પ્રથમ વાર ડે નાઇટ ટેસ્ટ મેચ રમવા જઇ રહી છે. બંને ટીમો પાસે ડે નાઇટ ટેસ્ટને લઇને ખાસ અનુભવ નથી. અત્યાર સુધીમાં ભારતે 2 અને ઇંગ્લેંડ એ 3 ડે નાઇટ પીંક બોલ ટેસ્ટ (Pinkball Test) રમી છે. ડેમાં ભારતે એક માં જીત અને એક મેચમાં હાર મેળવી છે. ભારતે તેની પ્રથમ પિંક બોલ ટેસ્ટ બાંગ્લાદેશ સામે રમી હતી, જેમાં તેણે જીત મેળવી હતી. જ્યારે બીજી ટેસ્ટ ઓસ્ટ્રેલીયા સામે રમતા કારમી હાર સહી હતી. તો ઇંગ્લેંડને ત્રણ મેચમાં થી એકમાં જીત મળી હતી, જ્યારે બે માં હારનો સામનો કરવો પડ્યો છે. મોટેરા સ્ટેડિયમ (Motera Stadium) પર રમાનારી ડે નાઇટ ટેસ્ટ મેચને લઇને પિચ સ્પિનરોને મદદગાર રહે તેવી આશા વર્તાઇ રહી છે.

ડે નાઇટ ટેસ્ટ મેચમા ભારત અને ઇંગ્લેંડની સ્થિતી

ભારતઃ કુલ મેચ-02, જીત-01, હાર-01 ઇંગ્લેંડઃ કુલ મેચ-03, જીત-01, હાર-02

IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું

જાણો પિચ અંગે મોટેરાની પિચ ઇડન ગાર્ડન અને એડિલેડ કરતા અલગ હશે. અહી ફક્ત એટલુ જ ઘાસ રાખવામાં આવ્યુ છે, કે જેના થી ગુલાબી બોલ ખરાબ ના થાય. પિચ પર ફક્ત જરુરીયાત પુરતુ જ ઘાસ છે. જ્યારે ગુલાબી બોલની ચમક 80 ઓવર સુધી જાળવી રાખવા માટે છ થી સાત એમએમ ઘાસ હોવુ જોઇએ. જો રુટ એ કહ્યુ હતુ કે, પિચ સુકાઇ રહી છે, માટે બોલીંગ સંતુલન કેવુ હોવુ જોઇએ તેને લઇને સ્પષ્ટતાની જરુર છે. ભારતીય બેટ્સમેન રોહિત શર્માએ કહ્યુ હતુ કે, અમે એવી પિચ ઇચ્છીએ છીએ કે જેમાં અશ્વિન અને અક્ષર પટેલ જેવા સ્પિનરોને મદદ મળી રહે. બરાબર એવી જ રીતે કે જેમ રુટ હેડિંગ્લે અથવા ઓલ્ડ ટ્રેફર્ડમાં ઘાસવાળી પિચને પ્રાથમિકતા અપાય છે.

ઝાકળની ભૂમિકા અમદાવાદમાં આ મેચ બપોરે 2.30 કલાકે શરુ થશે. આમાં ઝાકળની ભૂમિકા મહત્વની રહેશે. જો ઝાકળ વરસસે તો બોલ પર ભીનાશ રહેશે. આવામાં બોલ સ્વિંગ થવાનો બંધ થઇ જશે. સાથએ જ બોલરોને ગ્રીપ બનાવવામાં પણ મુશ્કેલી સર્જાશે. એટલા માટે જ મેચના એક દિવસ પહેલાની સાંજે બંને ટીમોએ મેદાનમાં પડેલી ઝાકળની સ્થિતીનુ નિરીક્ષણ કર્યુ હતુ.

વાતાવરણ અમદાવાદમાં બુધવારે મહત્તમ તાપમાન 34 ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન 18 ડિગ્રી સેલ્સિયસ રહેવાનુ અનુમાન છે. આગળના પાંચ દિવસ સુધી આ પ્રકારનુ જ વાતાવરણ રહેશે. આવામાં પિચ સતત સુકાશે અને સ્પિનરોને ફાયદો મળી રહેશે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">