IND vs ENG: સિરાજને અપશબ્દને લઇ વિરાટ કોહલી અને બેન સ્ટોક્સ વચ્ચે ચકમકનો મામલો, અંતે સ્ટોક્સ એ કહ્યુ આમ

અમદાવાદ (Ahmedabad Test) માં રમાઇ રહેલી ચોથી ટેસ્ટ મેચના પ્રથમ દિવસે વિરાટ કોહલી (Virat Kohli) થી થયેલી શાબ્દીક બોલાચાલી પર ઇંગ્લેંડના ઓલરાઉન્ડર બેન સ્ટોક્સ (Ben Stokes) એ પોતાની વાત રાખી હતી. સ્ટોક્સ એ કહ્યુ હતુ કે, આજકાલ ની ક્રિકેટમાં જો બે વિપક્ષી ખેલાડીઓ આપસમાં વાતચીત કરી લે છે તો, તે ખૂબ ચર્ચાનો વિષય બની જાય છે.

IND vs ENG: સિરાજને અપશબ્દને લઇ વિરાટ કોહલી અને બેન સ્ટોક્સ વચ્ચે ચકમકનો મામલો, અંતે સ્ટોક્સ એ કહ્યુ આમ
વિરાટ કોહલી અને બેન સ્ટોક્સના વચ્ચે પહેલા દિવસે જ શબ્દોની જંગ જોવા મળી હતી.
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Mar 05, 2021 | 7:30 AM

અમદાવાદ (Ahmedabad Test) માં રમાઇ રહેલી ચોથી ટેસ્ટ મેચના પ્રથમ દિવસે વિરાટ કોહલી (Virat Kohli) થી થયેલી શાબ્દીક બોલાચાલી પર ઇંગ્લેંડના ઓલરાઉન્ડર બેન સ્ટોક્સ (Ben Stokes) એ પોતાની વાત રાખી હતી. સ્ટોક્સ એ કહ્યુ હતુ કે, આજકાલ ની ક્રિકેટમાં જો બે વિપક્ષી ખેલાડીઓ આપસમાં વાતચીત કરી લે છે તો, તે ખૂબ ચર્ચાનો વિષય બની જાય છે. તેમણે કહ્યુ હતુ કે, અમે એક બીજા સામે રમી રહ્યા છીએ અને કોઇને પણ નિચુ દેખાડવાની અમારી કોઇ જ ઇચ્છા નથી. વિરાટ કોહલી અને બેન સ્ટોક્સના વચ્ચે પહેલા દિવસે જ શબ્દોની જંગ જોવા મળી હતી. બંને વચ્ચે ચડભડ એટલી હદે વધી ગઇ હતી કે, અંપાયરને વચ્ચે બચાવ કરવો પડ્યો હતો.

સ્ટોક્સ એ આ વિવાદ પર કહ્યુ હતુ કે, ક્રિકેટમાં આજના દિવસોમાં વિપક્ષી ટીમના ખેલાડીઓ વાત કરી લે છે તો પણ તે ચર્ચાનો વિષય બની જાય છે. લોકોને લાગે છે કે, આમ કરી ને અમે ખોટુ કરી રહ્યા છીએ તેને બીજા સ્વરુપે જોવાની જરુર છે, ખેલાડી તેની કેર કરે છે, જે તે કરી રહ્યા છે અને જેનુ પ્રતિનિધીત્વ કરી રહ્યા છે. એક બીજાની સામે રમવાના સમયે, અમે હરીફ છીએ અને અમે કોઇને પણ નિચુ નથી દેખાડવા વાળા. ચાહે કોઇ પણ હોય. જોઇને સારુ લાગ્યુ કે, બે હરીફ એક બીજા સામે કદમ થી કદમ મિલાવીને ચલાવી રહ્યા છીએ અને કોઇ પણ પાછળ હટવા તૈયાર નથી.

સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં
ઉનાળામાં આ વસ્તુઓનું સેવન કરશો તો ડિહાઇડ્રેશનનો શિકાર નહીં બનો
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?

સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહેલા એક વિડીયોમાં મહંમદ સિરાજ (Mohammad Siraj) આ ઘટનાને લઇને વાત કરતા બતાવાયો હતો. કે સ્ટોક્સ એ પહેલા તેને ગાળ આપી હતી, તેના બાદ સિરાજ એ સ્ટોક્ટના અંગે વિરાટને બતાવ્યુ હતુ. પોતાના બોલર ની વિરુદ્ધ અપશબ્દનો ઉપયોગ કરવાને લઇને કોહલીએ સ્ટોક્સ થી કંઇક કહ્યુ હતુ અને બંને વચ્ચે લાંબા સમય સુધી શાબ્દીક ચકમક થઇ હતી. ચકમક એટલી હદે વધી ગઇ હતી કે, અંપાયર એ બંને ખેલાડીઓને શાંત કરવા માટે વચ્ચે આવવુ પડ્યુ હતુ. સ્ટોક્સ એ પ્રથમ ઇનીંગમાં 55 રનની ઇનીંગ રમી હતી. જ્યારે મહંમદ સિરાજે 2 વિકેટ ઝડપી હતી.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">