IND vs ENG: અમદાવાદની પિચને લઇ ઇંગ્લીશ કેપ્ટન જો રુટએ કહ્યુ, ICC ફેંસલો કરે, ખેલાડીઓ નહી

ભારત અને ઇંગ્લેંડ (India vs England) વચ્ચેની ટેસ્ટ સિરીઝની ત્રીજી ટેસ્ટ મેચ ફક્ત 12 કલાકમાં જ ખતમ થવાને લઇને એક વાર ફરી થી, પિચ પર ફોકસ થયુ છે. બે દિવસ થી ઓછા સમયમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ (Narendra Modi Stadium) ની પિચ પર 30 વિકેટ પડી હતી. જેમાં 28 વિકેટ સ્પિનર બોલરોના ખાતામાં રહી હતી. જેમાંથી 17 વિકેટ બીજા જ દિવસે પડી ગઇ હતી.

IND vs ENG: અમદાવાદની પિચને લઇ ઇંગ્લીશ કેપ્ટન જો રુટએ કહ્યુ, ICC ફેંસલો કરે, ખેલાડીઓ નહી
English captain Joe Root
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Feb 26, 2021 | 10:09 AM

ભારત અને ઇંગ્લેંડ (India vs England) વચ્ચેની ટેસ્ટ સિરીઝની ત્રીજી ટેસ્ટ મેચ ફક્ત 12 કલાકમાં જ ખતમ થવાને લઇને એક વાર ફરી થી, પિચ પર ફોકસ થયુ છે. બે દિવસ થી ઓછા સમયમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ (Narendra Modi Stadium) ની પિચ પર 30 વિકેટ પડી હતી. જેમાં 28 વિકેટ સ્પિનર બોલરોના ખાતામાં રહી હતી. જેમાંથી 17 વિકેટ બીજા જ દિવસે પડી ગઇ હતી. પ્રથમ સેશનમાં ભારતે 7 વિકેટ ગુમાવી હતી. જ્યારે બીજા સેશનમાં ઇંગ્લેંડની ટીમ ઓલઆઉટ થઇ ગઇ હતી. આવમાં અનેક દિગ્ગજોએ ફરી થી પિચને મુદ્દો બનાવી દિધો હતો. જોકે ઇંગ્લેંડના કેપ્ટન જો રુટ (Joe Root) એ પિચને દોષ આપવાને બદલે બેટીંગને જવાબદાર ગણાવી હતી. જોકે તેણે કહ્યુ હતુ કે, પિચને લઇને કોઇ પણ પ્રકારનો નિર્ણય ખેલાડીઓના બદલે ICC એ કરવો જોઇએ.

અમદાવાદના નવા સ્ટેડિયમમાં બુધવાર 24 ફેબ્રુઆરી થી શરુ થયેલી ડે નાઇટ ટેસ્ટ મેચમાં જાણે કે ગુલાબી બોલનો કહેર વર્તાયો હતો. ઇંગ્લેંડની ટીમ પ્રથમ દિવસે ફક્ત 112 રન પર જ સમેટાઇ ગઇ હતી. જવાબમાં બીજા દિવસની રમતમાં પ્રથમ સેશનમાં ભારત 145 રન પર જ ઓલઆઉટ થઇ ગયુ હતુ. તો બીજી ઇનીંગને રમતા ઇંગ્લેંડ ફક્ત 81 રન જ કરી શક્યુ અને ઓલઆઉટ થયુ હતુ. આમ ભારતને લીડ સાથે માત્ર 49 રનનુ લક્ષ્ય મળ્યુ હતુ. જ્યારે ત્રીજા સેશનના પ્રથમ અડધા કલાકમાં જ ભારતે વિકેટ ગુમાવ્યા વિના જ લક્ષ્ય પાર કરી લીધુ હતુ. ભારતે 10 વિકેટે જીત મેળવી હતી.

મેચ બાદ જો રુટ એ ટીમના પ્રદર્શનને લઇને સવાલ કર્યા હતા. રુટ નુ માનવુ છે કે, પિચ બેટીંગ માટે આસાન નહોતી. સમાચાર એજન્સી PTI ના રિપોર્ટ મુજબ રુટ એ કહ્યુ હતુ કે, પિચની ફિટનેશ પર નિર્ણય ICC કરી શકે છે. ઇંગ્લીશ કેપ્ટે કહ્યુ, મને લાગે છે કે આ પિચ ખૂબ જ પડકાર જનક છે. તેની પર બેટીંગ કરવી ખૂબ જ કઠીન છે. આ પિચ પોતાના ઉદેશ્ય થી ફીટ છે કે નહી તે નક્કિ કરવાનુ કામ ખેલાડીઓનુ નથી. તે કામ ICC પર છે. ખેલાડીના સ્વરુપ એ અમે દરેક તેવી સ્થિતીનો સામનો કરવાનો પ્રયાસ કરીએ છીએ, જે અમારી સામે હોય છે.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

રુટે આગળ પણ વાત કરતા કહ્યુ હતુ કે, આ હાર નિરાશાજનક છે અને આ એક કઠણ સપ્તાહ રહ્યુ છે. અમે તેના થી સકારાત્મક બાબતો લઇને તેના થી શિખીશુ. પરંતુ આ અમને એક ટીમના રુપમાં પરિભાષિત નથી કરતી અને એક હાર થી જીતો રાતોરાત બદલાતી નથી. અમારે આનો સ્વિકાર કરવાનો રહેશે અને આગળ વધવાનુ છે અને સારુ કરવાનુ છે.

ઇંગ્લેંડના કેપ્ટન રુટ એ સાથે જ ભારતીય બોલરોના વખાણ કર્યા હતા. તેણે કહ્યુ હતુ કે, ભારતીય બોલરોએ સ્થિતીનો સારી રીતે ફાયદો ઉઠાવ્યો હતો. રુટ એ ગુલાબી બોલના કારણે બનેલી સ્થિતીને પણ યાદ કરી હતી, જેને રમવી મુશ્કેલ હતી. રુટ એ કહ્યુ કે, ગુલાબી બોલ એ પિચ પર ગતી પકડી, પરંતુ ભારતે અમને દરેક ક્ષેત્રે પાછળ છોડી દીધુ. જ્યારે એસજી બોલ સ્પિનરો માટે ચમક ખોઇ ચુકી હતી, ત્યારે તેની પર સંદેહ થયો હતો. અક્ષર એ આ પિચનો ફાયદો ઉઠાવ્યો હતો અને પોતાના લાભ માટે તેનો ઉપયોગ પણ કર્યો હતો. કેટલાક ખેલાડીઓ માટે તે મુશ્કેલ હશે, પરંતુ તમારે એને પાછળ રાખવુ પડશે.

Latest News Updates

આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
g clip-path="url(#clip0_868_265)">