INDvsENG: પ્રથમ બેટીંગ ઇનીંગમાં ઇંગ્લેંડના 205 રન, સ્ટોક્સની ફીફટી, અક્ષર પટેલની 4 અશ્વિનની 3 વિકેટ

ભારત અને ઇંગ્લેંડ (India vs England) વચ્ચે ટેસ્ટ શ્રેણીની અંતિમ ચોથી ટેસ્ટ મેચ અમદાવાદમાં રમાઇ રહી છે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ (Narendra Modi Stadium) માં રમાઇ રહેલી મેચમાં ફરી એકવાર સ્પિનર ને પ્રથમ દિવસે જ સફળતા મળી હતી.

INDvsENG: પ્રથમ બેટીંગ ઇનીંગમાં ઇંગ્લેંડના 205 રન, સ્ટોક્સની ફીફટી, અક્ષર પટેલની 4 અશ્વિનની 3 વિકેટ
Team India
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Mar 04, 2021 | 5:14 PM

ભારત અને ઇંગ્લેંડ (India vs England) વચ્ચે ટેસ્ટ શ્રેણીની અંતિમ ચોથી ટેસ્ટ મેચ અમદાવાદમાં રમાઇ રહી છે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ (Narendra Modi Stadium) માં રમાઇ રહેલી મેચમાં ફરી એકવાર સ્પિનર ને પ્રથમ દિવસે જ સફળતા મળી હતી. સ્થાનિક હિરો ગણાતા અક્ષર પટેલે (Akshar Patel) ફરી એક વાર તેની ફીરકીનો જાદુ અમદાવાદમાં બતાવતા ઇંગ્લેંડના બંને ઓપનરોને સસ્તામાં આઉટ કરવા સાથે 4 વિકેટ મળી હતી. જ્યારે અશ્વિને (Ashwin) 3 વિકેટ મેળવી હતી. ઇંગ્લેંડે ટોસ જીતીને પ્રથમ બેટીંગ કરતા 205 રન કરીને ઓલઆઉટ થયુ હતુ. ઇંગ્લેંડ તરફ થી બેન સ્ટોક્સ (Ben Stokes)એ અર્ધ શતક કર્યુ હતુ.

ઇંગ્લેંડ પ્રથમ બેટીંગ ઇનીંગ કેપ્ટન જો રુટ એ ટોસ જીતીને પ્રથમ બેટીંગ પસંદ કરી હતી. ઇંગ્લેંડના બંને ઓપનરો જેક ક્રાઉલી અને ડોમ સિબ્લીએ ઝડપ થી વિકેટ ગુમાવી હતી. અક્ષર પટેલના બોલ પર સૌથી પહેલા ડોમ સિબ્લી માત્ર 2 રન કરીને ક્લીન બોલ્ડ થઇ જતા, ઇંગ્લેંડે 10 રનના સ્કોર પર જ પ્રથમ વિકેટ ગુમાવી હતી. જ્યારે ઇંગ્લેંડનો સ્કોર માંડ 5 રન વધ્યો હતો ત્યાં જ જેક ક્રાઉલી પણ અક્ષર પટેલનો શિકાર થઇ જતા બીજી વિકેટ ગુમાવી હતી. ક્રાઉલીએ 9 રન કર્યા હતા. કેપ્ટન જો રુટ પણ 5 જ રનના વ્યક્તિગત સ્કોર કરીને ત્રીજી વિકેટના સ્વરુપમાં મહંમદ સિરાજનો શિકાર થયો હતો. આમ 30 રન પર ટીમે 3 વિકેટ ગુમાવી હતી. જોની બેયરસ્ટોએ સ્થીતી સંભાળવા કોશિષ કરી ત્યાં જ તેને સિરાજે શિકાર બનાવ્યો હતો. જોકે બેન સ્ટોક્સ એ ઇંગ્લેંડની મુશ્કેલ સ્થિતી સુધરવા પિચ પર ટકી રહેવા પ્રયાસ કરી અર્ધ શતક કર્યુ હતુ. તેણે 55 રન કર્યા હતા અને તે વોશિંગ્ટન સુંદરનો શિકાર થયો હતો. ડ્વેન લોરેન્સ એ પણ સ્કોરને આગળ વધારવા પ્રયાસ કરતા 46 રન કર્યા હતા. આમ મિડલ ઓર્ડરે સ્થિતી સંભાળતા ઇંગ્લેંડ 200 ના સ્કોરને પાર કરી શક્યુ હતુ.

આજનું રાશિફળ તારીખ : 19-03-2024
લગ્ન બાદ પહેલીવાર પત્ની સાથે જોવા મળ્યો આદિલ, જુઓ પત્ની સોમીની સુંદર તસવીર
જાહ્નવી-સારાથી લઈને અનન્યા-દિશા સુધી બોલિવુડ સુંદરીઓ સાડીમાં લાગી કમાલ, જુઓ તસવીર
ડાયાબિટીસના દર્દીઓએ આ 6 શાકભાજી ન ખાવા જોઈએ
Amazon પરથી ખરીદો ચેતક ઈ-સ્કૂટર, નો-કોસ્ટ EMI સાથે મળશે ફ્રી ડિલીવરી
વિરાટ કોહલી ખાસ ટી-શર્ટ પહેરીને RCBમાં પરત ફર્યો, કિંમત જાણીને ચોંકી જશો

ભારતીય બોલીંગ અક્ષર પટેલ અને અશ્વિનની બોલીંગનો જાદુ અમદાવાદમાં બરકાર રહ્યો હતો. બંને એ ત્રીજી ટેસ્ટની માફક જ બોલીંગ કરી ઇંગ્લેંડની મુશ્કેલીઓ વધારી હતી. અક્ષર પટેલે શરુઆતમાં જ ઇંગ્લેંડના ઓપનરોને પેવેલિયન મોકલી આપ્યા હતા. તેણે પ્રથમ બંને વિકેટો ઝડપી લઇને હરીફ ઇંગ્લેંડની ટીમની સ્થિતી મુશ્કેલ કરી દીધી હતી. મહંમદ સિરાજે પણ તેમનો સાથ પુરાવતા મહત્વની વિકેટ ઝડપી ને ભારતીય પક્ષને મજબુત બનાવવા પ્રયાસ કર્યો હતો. અક્ષર પટેલે 26 ઓવરમાં 7 મેડન ઓવર કરીને 4 વિકેટ ઝડપી હતી. અશ્વિને 19.5 ઓવર કરીને 4 મેઇડન ઓવર કરી 3 વિકેટ ઝડપી હતી. મહંમદ સિરાજે 2 વિકેટ અને વોશિંગ્ટન સુંદર એ 1 વિકેટ ઝડપી હતી.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">