IND vs ENG: ઇંગ્લેંડ સામે પડકાર બનશે મિસ્ટર 360 ડીગ્રી થી ઓળખાતો સૂર્યકુમાર યાદવ, જાણો ક્રિકેટ સફર

સુર્યકૂમાર યાદવ, (Suryakumar Yadav) 30 વર્ષના આ ટેલેન્ટેડ ખેલાડીએ ખુબ લાંબી રાહ જોયા બાદ ટીમ ઇન્ડીયા (Team India)માં મોકો મળ્યો છે. ઘરેલુ ક્રિકેટ અને IPL માં શાનદાર પ્રદર્શન બાદ પણ તેને ખુબ રાહ જોવી પડી હતી અને હવે તેને તે તક મળી છે. ઇંગ્લેંડ સામેની T20 શ્રેણી માટેની ટીમમાં તેને સ્થાન મળ્યુ છે.

IND vs ENG: ઇંગ્લેંડ સામે પડકાર બનશે મિસ્ટર 360 ડીગ્રી થી ઓળખાતો સૂર્યકુમાર યાદવ, જાણો ક્રિકેટ સફર
આઇપીએલનો સૌથી સફળ અનકેપ્ડ ખેલાડી.
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Feb 21, 2021 | 11:17 AM

સુર્યકૂમાર યાદવ, (Suryakumar Yadav) 30 વર્ષના આ ટેલેન્ટેડ ખેલાડીએ ખુબ લાંબી રાહ જોયા બાદ ટીમ ઇન્ડીયા (Team India)માં મોકો મળ્યો છે. ઘરેલુ ક્રિકેટ અને IPL માં શાનદાર પ્રદર્શન બાદ પણ તેને ખુબ રાહ જોવી પડી હતી અને હવે તેને તે તક મળી છે. ઇંગ્લેંડ સામેની T20 શ્રેણી માટેની ટીમમાં તેને સ્થાન મળ્યુ છે. મતલબ કે હવે તે ટીમ ઇન્ડીયાની જર્સી પહેરી, આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પણ ધૂમ મચાવતો જોવા મળી શકે છે.

બેડમિન્ટન કે ક્રિકેટ ! આ વાત પર હતુ કન્ફ્યુઝન. કહે છે કેને કે બે નાવ પર સવાર થવુ. બાળપણ થી જ સૂર્યકુમાર યાદવ પણ આમ જ બે રમતોમાં પોતાનો હાથ અજમાવી રહ્યો હતો. ક્રિકેટ અને બેડમીન્ટન (Badminton) આમ બંને રમતો રમતા તે કનફ્યુઝ હતો. તેના પિતાએ તેની કનફ્યુઝનને સમજીને સલાહ આપી હતી. જે મુજબ 10 વર્ષની ઉમર થી સૂર્યકુમાર એ પુર્ણ રુપે ક્રિકેટ પર ધ્યાન આપવુ શરુ કર્યુ હતુ. તેણે દિલીપ વેંગસકર એકડમીમાં એડમીશન લીધુ હતુ, અને અહી થી જ શરુ થઇ હતી તેની પ્રોફેશનલ ક્રિકેટર બનવાની યાત્રા.

IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન

વિરાટ અને શિખર ધવનની ટીમ સામે કર્યુ હતુ ફર્સ્ટ કલાસ ડેબ્યુ. સૂર્યકુમાર યાદવ એ 2010-11માં ફર્સ્ટ કલાસ ક્રિકેટમાં વિરાટ કોહલી (Virat Kohli) અને શિખર ધવન (Shikhar Dhawan) જેવા દિગ્ગજો ભરેલી દિલ્હી ની ટીમ સામે ડેબ્યુ કર્યુ હતુ. તેણે જે મેચમાં ચોગ્ગા અને છગ્ગા સાથે 73 રન બનાવ્યા હતા. એક ઇન્ટરવ્યુમાં તેણે બતાવ્યુ હતુ કે, આ ડેબ્યુ પર વિરાટ અને ધવન જેવા ખેલાડીઓને સામે જોઇને તે નર્વસ હતો. જોકે આ નર્વસનેસને રોહિત શર્મા (Rohit Sharma)એ દુર કરી હતી. તે એ રમત દરમ્યાન નોન સ્ટ્રાઇકર છેડા પર ઉભો હતો. રોહિત એ તેને કહ્યુ કે, બાકીની ચિજોને નજર અંદાજ કર અને માત્ર નેચરલ રમત રમ. ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં ડેબ્યુ ઇનીંગ બાદ સૂર્યકુમાર એ પાછળ વળી ને જોયુ નથી. આગળની સિઝનમાં તેણે 9 મેચમાં 754 રન ફટકાર્યા હતા.

આઇપીએલમાં કલકત્તા માટે પણ રમી ચુક્યો હતો. સૂર્યકુમાર એ આઇપીએલમાં એન્ટ્રી મુંબઇ ઇન્ડીયન (Mumbai Indians) દ્રારા કરી હતી. તેણે આઇપીએલમાં પ્રથમ સિઝન વર્ષ 2012માં રમી હતી. જેમાં તે માત્ર એક જ મેચ રમી શક્યો હતો. ત્યાર બાદ તે કલકત્તા નાઇટ રાઇડર્સ (KKR) નો હિસ્સો બન્યો હતો. વર્ષ 2014 થી 2017 સુધી તે કલકત્તા માટે રમતો રહ્યો હતો. પરંતુ ત્યાર બાદ તે 2018માં મેગા ઓકશનમાં તે એક વાર ફરી થી મુંબઇ ઇન્ડીયન્સનો હિસ્સો બન્યો હતો. ત્યાર થી તે હજુ સુધી મુંબઇ સાથે રમી રહ્યો છે. હવે તે મુંબઇ માટે મહત્વનો અને મેચ વિનર ખેલાડી બની ચુક્યો છે.

આઇપીએલનો સૌથી સફળ અનકેપ્ડ ખેલાડી. સૂર્યકુમાર આઇપીએલ ઇતિહાસમાં સૌથી વધુ 1910 રન બનાવનારો અનકેપ્ડ પ્લેયર છે. તે આઇપીએલની એક સિઝનમાં 500 રનનો આંકડો પાક કરનારો એક માત્ર અનકેપ્ડ ખેલાડી છે. તે પાછળના લગાતાર 3 વર્ષ થી 400 પ્લસનો સ્કોર આઇપીએલમાં બનાવી રહ્યો છે. આમ છતાં પણ તે ઓસ્ટ્રેલીયાની મર્યાદીત ઓવરોની ટીમમાં તેનુ નામ સમાવાયુ નહોતુ. તેને નહી સમાવાતા બબાલ પણ મચી હતી.

ઓસ્ટ્રેલીયા પ્રવાસમાં નહી સમાવાતા ચર્ચાનો મુદ્દો રહ્યો હતો. સૂર્યકુમાર ઘરેલુ અને આઇપીએલ ક્રિકેટમાં ધુમ મચાવતો હતો. આમ છતાં પણ તેના દમદાર પ્રદર્શનને અવગણના કરીને ઓસ્ટ્રેલીયા પ્રવાસમાં તેને સમાવાયો નહોતો. તેની અવગણનાને લઇને BCCI સામે ક્રિકેટ ચાહકો, એક્સપર્ટ અને દિગ્ગજોએ નિશાન તાક્યા હતા. સચિન તેંદુલકર થી લઇને અનેક દિગ્ગજોએ તેની અવગણનાને લઇને સવાલો કર્યા હતા. સૂર્યકુમાર તેની અવગણના થી નિરાશ હતો. પરંતુ રોહિત શર્માએ તેની નિરાશાને દુર કરી હતી.

ઇંગ્લેંડ માટે પડકાર બનશે 360 ડીગ્રી. સૂર્યકુમારની કાબેલીયત થી સૌ કોઇ વાકેફ છે. તે મેદાનના દરેક ખૂણાંમા રન બનાવવાનો દમ રાખી જાણે છે. તેનો અંદાજ પણ એબી ડિવીલીયર્સ વાળો છે. એટલે જ તેને મુંબઇ ઇન્ડીયન્સના સાથી તેને ભારતનો ‘મિસ્ટર 360 ડિગ્રી’ કહે છે. મિશલ મેકઘુલમે પણ તેને લઇને એક ટ્વીટ કર્યુ હતુ.

Latest News Updates

ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
g clip-path="url(#clip0_868_265)">