IND vs ENG: ચેતેશ્વર પુજારા ફરી એકવાર થયો કમનસીબ રીતે આઉટ, જુઓ VIDEO

ટીમ ઈન્ડીયા (Team India)નો સૌથી વિશ્વાસપાત્ર બેટ્સમેન ચેતેશ્વર પુજારા (Cheteshwar Pujara) માટે હાલમાં ચાલી રહેલી શ્રેણી હજુ સુધી તેના માટે સારી નથી નિવડી. ચાર ઈનીંગમાં પુજારાના બેટથી માત્ર એક જ અર્ધ શતક જ આવ્યુ છે.

IND vs ENG: ચેતેશ્વર પુજારા ફરી એકવાર થયો કમનસીબ રીતે આઉટ, જુઓ VIDEO
Cheteshwar Pujara
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Feb 15, 2021 | 4:19 PM

ટીમ ઈન્ડીયા (Team India)નો સૌથી વિશ્વાસપાત્ર બેટ્સમેન ચેતેશ્વર પુજારા (Cheteshwar Pujara) માટે હાલમાં ચાલી રહેલી શ્રેણી હજુ સુધી તેના માટે સારી નથી નિવડી. ચાર ઈનીંગમાં પુજારાના બેટથી માત્ર એક જ અર્ધ શતક જ આવ્યુ છે. પુજારાની બેટીંગ પર જોકે આમ કોઈ સવાલ નથી, પરંતુ તેની કિસ્મત જ એવી રહી છે. તેનુ કિસ્મત જ જાણે કે એવુ રહ્યુ છે કે, જેણે ખાસ સાથ ના આપ્યો. ઈંગ્લેન્ડ (England)નો એક ખેલાડી તો જાણે કે તેની પાછળ જ પડી ગયો છે. બે મેચમાં બે વાર પુજારાને અજીબોગરીબ રીતે આઉટ કરી દીધો છે.

ચેન્નાઈમાં બીજી ટેસ્ટ મેચના ત્રીજા દિવસે ભારતની બીજી ઈનીંગમાં સારી ભાગીદારીની જરુરીયાત હતી. પરંતુ ટીમની શરુઆત જ ખરાબ રહી હતી. પ્રથમ અડધાએક કલાકની રમતમાં જ ત્રણ વિકેટ ભારતે ગુમાવી દીધી હતી. જેની શરુઆત પુજારાની વિકેટ પડવા સાથે થઈ હતી. જે કમનસીબ રીતે રન આઉટ થયો હતો. એકવાર ફરીથી તેના માટે મુસીબત બન્યો હતો, ફોરવર્ડ શોર્ટ લેગ પર ઉભેલો ફિલ્ડર ઓલી પોપ (Ollie Pooe).

ઈંગ્લેન્ડના સ્પનિર જેક લિચના બોલ પર પુજારાએ ક્રિઝની બહાર જઈને બોલને ઓનસાઈડ રમવા માટે પ્રયાસ કર્યો હતો. પરંતુ બોલ સીધો પોપના હાથમાં પહોંચ્યો હતો. પુજારાએ ક્રિઝમાં પરત ફરવા માટે પ્રયાસ કર્યો હતો, પરંતુ તેનુ બેટ ક્રિઝથી એક બે ઈંચ પહેલા જ પીચ પર ફસાઈ ગયુ હતુ. પુજારાએ હાથ ક્રિઝમાં લાવવા માટે પ્રયાસ કર્યો હતો, પરંતુ પોપે બોલને સ્ટંપ તરફ નાંખ્યો હતો અને આમ પુજારાએ પેવેલિયન પરત ફરવુ પડ્યુ હતુ.

આ પણ વાંચો: Ind Vs Eng: મોટેરા સ્ટેડિયમ ખાતે રમાનારી ત્રીજી ટેસ્ટ માટે ઓનલાઇન ટિકિટ બુકિંગ શરૂ, 15 હજારથી વધુ ટિકિટ બુક

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">