IND vs ENG: શાનદાર રમત દાખવી સદી ફટકારનાર અશ્વિને પોતાની બેટીંગનો શ્રેય કોચ રાઠોડને આપ્યો

ટીમ ઇન્ડીયા (Team India) ના સ્ટાર અનુભવી ઓફ સ્પિનર રવિચંદ્રન અશ્વિન (Ravichandran Ashwin) એ બેટ્સમેન તરીકે શાનદાર રમત રમી હતી. તેની આ શાનદાર બેટીંગ પ્રદર્શનનો શ્રેય ટીમના બેટીંગ કોચ વિક્રમ રાઠોડ (Vikram Rathore) ને આપ્યો હતો. અશ્વિન એ ચેન્નાઇ (Chennai Test) માં બેટીંગ માટે ચેલેન્જીંગ પિચ પર 106 રનની ઇનીંગ રમી હતી.

IND vs ENG: શાનદાર રમત દાખવી સદી ફટકારનાર અશ્વિને પોતાની બેટીંગનો શ્રેય કોચ રાઠોડને આપ્યો
અશ્વિન, વિક્રમ રાઠોડ સાથે લાંબા સમય થી પ્રેકટીસ કરી રહ્યો હતો.

ટીમ ઇન્ડીયા (Team India) ના સ્ટાર અનુભવી ઓફ સ્પિનર રવિચંદ્રન અશ્વિન (Ravichandran Ashwin) એ બેટ્સમેન તરીકે શાનદાર રમત રમી હતી. તેની આ શાનદાર બેટીંગ પ્રદર્શનનો શ્રેય ટીમના બેટીંગ કોચ વિક્રમ રાઠોડ (Vikram Rathore) ને આપ્યો હતો. અશ્વિન એ ચેન્નાઇ (Chennai Test) માં બેટીંગ માટે ચેલેન્જીંગ પિચ પર 106 રનની ઇનીંગ રમી હતી. આમ તેણે ભારતને જીતનો માર્ગ મોકળો કરી આપ્યો હતો. અશ્વિન એ ત્રીજા દિવસની રમત પૂર્ણ થયા બાદ પોતાની સદીની રમતની ક્રેડીટ આપતી વાત કહી હતી.

અશ્વિન એ બીજી ટેસ્ટ મેચના ત્રીજા દિવસની રમત બાદ કહ્યુ હતુ કે, હું એ નહી કહુ કે આ પાછળના ત્રણ દિવસમાં થયુ છે. હું વિક્રમ રાઠોડ સાથે લાંબા સમય થી પ્રેકટીસ કરી રહ્યો હતો. મારી બેટીંગની ક્રેડીટ હું તેમને આપવા માંગીશ. ઓસ્ટ્રેલીયામાં શાનદાર પ્રદર્શન બાદ તેણે ખુશી દર્શાવી હતી કે, તે ઘરેલુ દર્શકો સામે તેને તે દોહરાવી શક્યો હતો. તેણે કહ્યુ હતુ કે, ખ્યાલ નહી હવે અહી ક્યારે ટેસ્ટ રમાશે પરંતુ હું ખુશ છુ. ખ્યાલ નખી કે ટેસ્ટ ચેન્નાઇમાં ફરી થી રમવાનો મોકો મળે છે કે નહી, મળશે તો પણ ક્યારે મળશે.

અશ્વિનની સાથે બેટીંગ કરી રહેલા 11 નંબરના બેટ્સમેન મહંમદ સિરાજ (Mohammad Siraj) તેના શતક પર વધારે ઉત્સાહિત હતો. અશ્વિન એ કહ્યુ હતુ કે, પહેલા ઇશાંત મારી સાથે રહેતો હતો ત્યારે પણ મે શતક લગાવ્યુ છે. સિરાજના આવવા બાદ મને ખ્યાલ હતો કે કેવી રીતે રમવાનુ છે. હું દંગ રહી ગયો હતો કે મારા શતક પર તે કેટલો રોમાંચિત હતો. તેણે કહ્યુ કે, ખબર નથી ટીમ ઇન્ડીયા કેવો અનુભવ કરી રહી છે, પરંતુ બધા જ ખૂબ રોમાંચિત છે. હું દર્શકોને ધન્યવાદ આપવા માંગુ છુ કે, કે તેમણે પણ ખૂબ સાથ પુરાવ્યો હતો. જેક લીચ સામે શાનદાર સ્વિપ શોટ રમવા વાળા અશ્વિન એ કહ્યુ હતુ કે, હું રાત્રે ચેન થી સુઇ શકીશ. આ સમયે હું એ જ વિચારી રહ્યો છુ. હું ખૂબ ખુશ છુ કે સ્વિપ શોટ સારી રીતે રમી શક્યો.

  • Follow us on Facebook

Click on your DTH Provider to Add TV9 Gujarati