IND vs ENG: ઇંગ્લેંડ સામે અક્ષર પટેલે પોતાના દમદાર પ્રદર્શનને લઇને બતાવ્યા અનુભવ, જાણો

પોતાની બીજી ટેસ્ટ મેચમાં જ 38 રન આપીને 6 વિકેટ ઝડપતા ઇંગ્લેંડ (England)ની ટીમ 112 રન પર જ સમેટાઇ ગઇ હતી. ઇંગ્લેંડની ટીમને ઝડપથી ઓલઆઉટ કરવામાં અક્ષર પટેલે (Akshar Patel) મહત્વની ભૂમિકા ભજવી હતી.

IND vs ENG: ઇંગ્લેંડ સામે અક્ષર પટેલે પોતાના દમદાર પ્રદર્શનને લઇને બતાવ્યા અનુભવ, જાણો
Akshar Patel
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Feb 25, 2021 | 9:07 AM

પોતાની બીજી ટેસ્ટ મેચમાં જ 38 રન આપીને 6 વિકેટ ઝડપતા ઇંગ્લેંડ (England)ની ટીમ 112 રન પર જ સમેટાઇ ગઇ હતી. ઇંગ્લેંડની ટીમને ઝડપથી ઓલઆઉટ કરવામાં અક્ષર પટેલે (Akshar Patel) મહત્વની ભૂમિકા ભજવી હતી. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ (Narendra Modi Stadium) માં પિંક બોલ ડે નાઇટ ટેસ્ટ મેચ રમાવાના પ્રથમ દિવસની રમત બાદ અક્ષર પટેલે અનુભવ શેર કર્યો હતો. તેણે કહ્યુ હતુ કે, અનુકૂળ પરિસ્થિતિઓનો પુરો ફાયદો મળ્યો હતો. અક્ષર ઉપરાંત રવિચંદ્રન અશ્વિન (Ashwin) એ ત્રણ અને ઝડપી બોલર ઇશાંત શર્માને એક વિકેટ મળી હતી. જેનાથી ઇંગ્લેંડની ટીમ 48.4 ઓવરમાં જ સમેટાઇ હતી. ભારતે જવાબમાં પ્રથમ દિવસની રમતના અંત સુધીમાં 3 વિકેટ ગુમાવીને 99 રન બનાવ્યા હતા. જેમાં રોહિત શર્મા (Rohit Sharma) નુંં અર્ધ શતક સામેલ છે.

અક્ષર પટેલ એ ડે નાઇટ ટેસ્ટ મેચના પ્રથમ દિવસની રમતના અંત બાદ કહ્યુ હતુંં કે, જ્યારે પરિસ્થિતિ તમારી અનુકૂળ હોય તો તેનો ફાયદો ઉઠાવવો જોઇએ. મારુ લક્ષ્ય વિકેટ ટુ વિકેટ બોલીંગ કરવાનો અને વિકેટથી મળી રહેલી મદદનો ફાયદો ઉઠાવવાનો હતો. ચેન્નાઇમાં બોલ ‘સ્કિડ’ નહોતો કરી રહ્યો પરંતુ અહી કરી રહ્યો છે, જેને લઇને અહી વધારે પ્રમાણમાં બેટ્સમેન એલબીડલબ્યુ આઉટ થયા હતા. તેણે કહ્યુ હતુંં કે, ઇંગ્લેંડના બેટ્સમેન સકારાત્મક વલણ અપનાવી નહોતા રહ્યા, જેનાથી પણ તેમની પર હાવી થવામાં મદદ મળી રહી હતી.

સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં
ઉનાળામાં આ વસ્તુઓનું સેવન કરશો તો ડિહાઇડ્રેશનનો શિકાર નહીં બનો
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?

પટેલ એ કહ્યુ હતુંં કે, T20 ક્રિકેટ વધારે હોવાને લઇને તેનો પ્રભાવ પણ ટેસ્ટ મેચો પર જોવા મળી રહ્યો છે. તેને લઇને બેટ્સમેનો પણ હવે વધારે આક્રમક બની ગયા છે. જેને લઇને મે યોગ્ય લાઇન અને લેન્થ પર બોલીંગ કરવા પર ધ્યાન આપ્યુ હતુંં. તેણે કહ્યુ કે, જો બેટ્સમેન સારી રીતે બોલને રમી રહ્યો હોય તો તમે બેકફુટ પર ચાલ્યા જાઓ છો. પરંતુ તે સારી રીતે બોલને નથી રમી રહ્યો તો સ્વિપ અને રિવર્સ સ્વિપ કરી રહ્યો હોય તો, તમને લાગે છે કે અહી વિકેટ ઝડપવાનો મોકો છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">