IND v ENG 4th Test: રિષભ પંત નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં સદી ફટકારનારો પ્રથમ બેટસમેન બન્યો, સુંદરની અડધી સદી

અમદાવાદ ટેસ્ટ (Ahmedabad Test)નો બીજો દિવસ ભારતના યુવા વિકેટકીપર બેટ્સમેન રિષભ પંત (Rishabh Pant)ના નામે રહ્યો.

  • Kunjan Shukal
  • Published On - 22:31 PM, 5 Mar 2021
IND v ENG 4th Test: રિષભ પંત નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં સદી ફટકારનારો પ્રથમ બેટસમેન બન્યો, સુંદરની અડધી સદી
Rishabh Pant

અમદાવાદ ટેસ્ટ (Ahmedabad Test)નો બીજો દિવસ ભારતના યુવા વિકેટકીપર બેટ્સમેન રિષભ પંત (Rishabh Pant)ના નામે રહ્યો. જેમને ટેસ્ટ ક્રિકેટમાં પોતાની ત્રીજી સદી ફટકારી, ટેસ્ટ સિરીઝની ચોથી મેચના બીજા દિવસે જ જ્યારે ભારતીય ટીમ મુશ્કેલીમાં હતી તો રિષભ પંતે વોશિંગટન સુંદરની સાથે મળીને પહેલા ટીમને સંભાળી, ત્યારબાદ પંતે આક્રમક અંદાજમાં સદી ફટકારી.

પંતે જો રૂટના બોલ પર સિક્સર ફટકારી સદી પુરી કરી. આ સાથે જ નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં સદી ફટકારનારો પ્રથમ બેટસમેન બની ગયો. ત્યારે પંત સિવાય સુંદરે પણ સારૂ પ્રદર્શન કરી અડધી સદી ફટકારી અને ભારતને મજબૂત સ્થિતિમાં પહોંચાડી દીધું. ભારતે 7 વિકેટ ગુમાવી 294 રન બનાવી લીધા અને ઈંગ્લેન્ડની સામે 89 રનની મોટી લીડ બનાવી લીધી.

 

આ પણ વાંચો: Qatar Total Open: સાનિયા મિર્ઝાની મહિલા ડબલ્સ સેમિફાઇનલ્સમાં હાર, જોકે રેન્કિંગમાં સુધાર થવાની આશા