Inauguration of Narendra Modi Motera Stadium Live: મોટેરાનુ સરદાર પટેલ સ્ટેડીયમ હવેથી ઓળખાશે નરેન્દ્ર મોદી સ્ટેડીયમ

| Updated on: Feb 24, 2021 | 2:35 PM

Inauguration of Sardar Patel Motera Stadium Live: વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડીયમ સરદાર પટેલ મોટેરા સ્ટેડીયમનું લોકાર્પણ આજે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના હસ્તે થશે. સ્ટેડીયમના લોકાર્પણ બાદ, આજથી ભારત અને ઈગ્લેન્ડ વચ્ચે ડે નાઈટ ક્રિકેટ ટેસ્ટ મેચ રમાશે. જે ભારત ઈગ્લેન્ડ વચ્ચેની ટેસ્ટ શ્રેણીની ત્રીજી ટેસ્ટ મેચ છે. અત્યાર સુધીની બે ટેસ્ટ મેચમાં બન્ને દેશ એક એક ટેસ્ટ જીતીને બરોબરી ઉપર છે.

Inauguration of Narendra Modi Motera Stadium Live: મોટેરાનુ સરદાર પટેલ સ્ટેડીયમ હવેથી ઓળખાશે નરેન્દ્ર મોદી સ્ટેડીયમ
મોટેરા સરદાર પટેલ સ્ટેડીયમ

મોટેરામાં સ્ટેડીયમની બાજુમા જ આકાર પામેશે સરદાર વલ્લભભાઈ પટેલ સ્પોર્ટસ એન્કલ, જેનો ભાગ હશે નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડીયમ

Inauguration of Narendra Modi Motera Stadium Live: અમદાવાદના મોટેરા ખાતે નવા જ બનેલા વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડીયમને, નરેન્દ્ર મોદી નામ સાથે જોડી દેવાયુ છે. મોટેરા ખાતે આકાર પામી રહેલા સરદાર પટેલ સ્પોર્ટસ એન્કલના એક ભાગરૂપે નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડીયમ ઓળખાશે તેવી સ્પષ્ટતા કરતા કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે કહ્યું કે, ભવિષ્યમાં અમદાવાદમાં, તમામ પ્રકારની રમતગમતની વિશ્વકક્ષાની સ્પર્ધા યોજી શકાશે. આવનારા દિવસોમાં અમદાવાદ શહેર સ્પોર્ટસ ક્ષેત્રે પણ નામના મેળવશે.

આજે રાષ્ટ્રપતિ રામનાથ કોંવિદના હસ્તે, વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડીયમનું લોકાર્પણ કરવામાં આવ્યું હતુ. જેની સાથે સાથે મોટેરા ખાતે જ સરદાર પટેલ સ્પોર્ટસ એન્કલવનું ભૂમિપૂજન પણ રાષ્ટ્રપતિના હસ્તે કરવામાં આવ્યુ હતું. આ પ્રસંગે, બીસીસીઆઈ અને જીસીસીના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યાં હતા. જો કે આજે લોકાર્પણ કરાયેલા મોટેરાના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડીયમ એ, નવા બની રહેલા સરદાર પટેલ સ્પોર્ટસ એન્કલવનો ભાગ ગણાશે.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 24 Feb 2021 01:51 PM (IST)

    ખેલાડીઓની પ્રતિભાને ઓળખવામાં ખેલો ઈન્ડિયા, ફિટ ઈન્ડિયા ઝુંબેશ સફળ પૂરવાર થઈઃ રામનાથ કોવિંડ

    ખેલો ઈન્ડિયા અને ફિટ ઈન્ડિયા જેવા કાર્યક્રમથી અનેક ખેલાડીઓ સામે આવ્યા છે. ખેલ પ્રતિભાઓની ઓળખ ઝડપથી બની છે. વ્યાપકસ્તરે લોકો રમતગમતની સુવિધા મેળવી શકાશે. દિલ્લીમાં ઢાબામાં કામ કરતા એક યુવક ઉધારમાં સાયકલ મેળવીને મેડલ મેળવી ચૂક્યો હતો પરંતુ યોગ્ય તાલિમના અભાવે તે આતરરાષ્ટ્રીયસ્તરની સ્પર્ધા ગુમાવી ચૂકયો પણ રાષ્ટ્રપતિ ભવન દ્વારા એ યુવકને આધુનિક સાયકલ અપાઈ હતી જેનાથી તે તાલિમ મેળવીને આતંરરાષ્ટ્રીયસ્તરની સ્પર્ધામાં ભાગ લઈ શક્યા

  • 24 Feb 2021 01:47 PM (IST)

    સરદાર પટેલ સ્પોર્ટસ એન્કલ અમદાવાદને રમતગમત ક્ષેત્રે નામના અપાવશેઃ રાષ્ટ્રપતિ

    મેલબર્ન વિશ્વનું સૌથી મોટુ સ્ટેડીયમ ગણાતુ હતું પણ 1 લાખ 32 હજાર પ્રેક્ષકોની ક્ષમતા વાળુ આ સ્ટેડીયમ હવે વિશ્વનું સૌથી મોટુ સ્ટેડીયમ બની ગયું હોવાનું રાષ્ટ્રપતિ રામનાથ કોવિદે કહ્યું. ભારતે જે રીતે ક્રિકેટમાં નામના મેળવી છે તે રીતે અન્ય રમતોમાં પણ નામના મેળવશે. ઈગ્લેન્ડ સાથેની ટેસ્ટમેચ સાથે આ સ્ટેડીયમનો પ્રારંભ થશે. ભારતને પાવરહાઉસ ઓફ ક્રિકેટ કહેવાયું છે. આર્થિક તંગી હોવા છતા સંઘર્ષ કરીને અનેક ખેલાડીઓ નામના મેળવી છે. જસપ્રિત બુમરાહ અને અક્ષર પટેલ અમદાવાદથી જાણીતા બન્યા છે. મલ્ટી સ્પોર્ટસ એન્કલેવ બનશે. એશિયાડ જેવી સ્પર્ધાઓ યોજી શકાશે, સરદાર પટેલ સ્પોર્ટસ એન્કલ અમદાવાદને રમતગમત ક્ષેત્રે નામના અપાવશે.

  • 24 Feb 2021 01:43 PM (IST)

    રમતગમત ક્ષેત્રે પણ ભારત આત્મનિર્ભર રહે તેવી વડાપ્રધાન મોદીની ઈચ્છાઃ અમિત શાહ

    મોદી સરકાર વૈશ્વિક કક્ષાનું ઈન્ફ્રાસ્ટ્રકચર આપવામાં ઈચ્છા રાખે છે. આત્મનિર્ભર ભારતનો ધ્યાય રમતગમત ક્ષેત્રે પણ રખાયો છે. સરદાર પટેલ સ્પોર્ટસ એન્કલેવમાં આવનારા દિવસોમા અનેક પ્રકારની રમતો રમાતી હશે. દરેક ક્ષેત્રે ભારત આત્મનિર્ભર બની રહ્યું છે તે જ પ્રકારે ખેલ જગતમાં પણ ભારત વિશ્વકક્ષાએ આત્મનિર્ભર બનીને ભારતનું નામ રોશન કરે તેવી ઈચ્છા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હોવાનુ કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે કહ્યું

  • 24 Feb 2021 01:36 PM (IST)

    અમદાવાદમાં તમામ પ્રકારની રમતગમતની આતંરરાષ્ટ્રીયસ્તરની સ્પર્ધા યોજી શકાશે

    સ્પોર્ટસ એન્કલવમાં 3 હજાર એપાર્ટમેન્ટ 12500 બાળકો રહી શકશે. રમતગમતનુ કોચીગ મેળવી શકશે. 12000 કારના પાર્કિગની વ્યવસ્થા કરાશે. નારણપુરામાં 17 એકર જમીનમાં 77 હજાર ચોરસ મીટર જમીનમાં સ્પોર્ટસ સંકુલ બનશે. ગાંધીનગર સ્ટેડીયમ, નરેન્દ્ર મોદી સ્ટેડીયમ, નારણપૂરા સ્પોર્ટસ સંકુલ મારા મતક્ષેત્રમાં હોવાથી મને આનદ છે તેમ જણાવીને અમિત શાહે કહ્યું કે, અમદાવાદ સ્પોર્ટસ સિટી બની શકશે. તમામ પ્રકારની આતંરરાષ્ટ્રીયસ્તરની રમતગમતની સ્પર્ધા યોજી શકાશે. મોદીએ હમેશા કહ્યું છે કે ખેલમાં યુવા આગળ નહી વધે ત્યા સુધી દેશ આગળ નહી વધે. તેથી જ ખેલો ઈન્ડિયા જેવી સ્પર્ધા અમલી બનાવી. એ દિવસો હવે દુર નથી કે એશિયાડ કે ઓલ્મિપિકમાં આપણા ખેલાડીઓ હશે.

  • 24 Feb 2021 01:29 PM (IST)

    કેવડિયામાં બનેલા સરદારના સ્ટેચ્યુને જોવા તાજમહેલ કરતા વધુ લોકો આવે છેઃ અમિત શાહ

    કેવડિયામાં બનાવેલ સરદારના સ્ટેચ્યુને જોવા તાજમહેલ કરતા વધુ આવે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સ્ટેડીયમ, સરદાર પટેલ સ્પોર્ટસ એન્કલનો ભાગ હોવાનું જણાવતા અમિત શાહે કહ્યું કે તમારે જે સ્થળે પહોચવામાં તકલીફ પડી છે તે તકલીફ ના પડે તેના માટે નરેન્દ્ર મોદી પ્રયાસ કરી રહ્યાં છે.

  • 24 Feb 2021 01:26 PM (IST)

    આજે સેનામાં ભરતી માટે ગુજરાતનો કવોટો ખાલી નથી રહેતોઃ શાહ

    નરેન્દ્ર ભાઈની ઈચ્છા હતી કે, સેનામાં અને રમતગમત ક્ષેત્રે ગુજરાતીઓ મોખરે હોવા જોઈએ. એક સમય હતો જ્યારે સેનાની ભરતીમાં ગુજરાતનો કવોટા ખાલી જતો હતો પરંતુ હવે સમય બદલાયો છે. સેનાની ભરતીમાં ગુજરાતનો ક્વોટા ખાલી નથી જતો. રમતગમત ક્ષેત્રે પણ ગુજરાતીઓ મોખરે પહોચી રહ્યાં છે. 2,48,714 ચોરસ મીટર જેટલા મોટા સ્ટેડીયમને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનુ નામ આપવામાં ગૌરવ અનુભવાય છે. વિશ્વના સૌથી મોટા સ્ટેડીયમમાં 11 પીચ છે. 4 ડ્રેસિગ રૂમ છે. વરસાદ આવે તો  અડધા કલાકના અંતરાર બાદ મેચ રમી શકાશે. અહીયા આધુનિક સવલતો છે.  સરદાર સ્પોર્ટસ એન્કલવ કે નરેન્દ્ર મોદી સ્ટેડીયમમાં રમત રમાતી હશે તે વિશ્વકક્ષાની હશે. સરદાર પટેલ સ્પોર્ટસ એન્કલનો આ ભાગ નરેન્દ્ર મોદી સ્ટેડીયમ છે.

  • 24 Feb 2021 01:15 PM (IST)

    મોટેરાનું સ્ટેડીયમ હવેથી નરેન્દ્ર મોદી સ્ટેડીયમ તરીકે ઓળખાશે

    મોટેરાના સરદાર પટેલ સ્ટેડીયમને  નરેન્દ્ર મોદી સ્ટેડીયમ નામ અપાયુ. સરદાર વલ્લભ ભાઈ પટેલનું નામ મોટા સ્પોર્ટસ એન્કલ સાથે જોડવામાં આવ્યુ છે. જે આ સ્ટેડીયમનો ભાગ હશે.   ગાંધીનગરના સસંદસભ્ય અને કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે, આ પ્રસંગે કહ્યું કે, 233 એકર ભૂમિમાં દેશનુ સૌથી મોટુ સ્પોર્ટસ એન્કલ બનશે. નરેન્દ્ર મોદી સ્ટેડીયમ, સરદાર પટેલ સ્પોર્ટસ એન્કલ અને નારણપૂરમાં બની રહેલા સ્પોર્ટસ કોમ્પલેક્ષ આતરરાષ્ટ્રીય સ્પર્ધા યોજી શકશે. સરદાર પટેલ સ્પોર્ટસ એન્કલનો ભાગ નરેન્દ્ર મોદી સ્ટેડીયમ રહેશે તેમ અમિત શાહે કહ્યું

  • 24 Feb 2021 12:56 PM (IST)

    અમદાવાદ સ્પોર્ટસ સિટી બની રહ્યું છે, રમતગમત ક્ષેત્રે ગુજરાત ટોપ 5માં સ્થાન ધરાવે છેઃકિરણ રિજ્જુ

    સરદાર પટેલ સ્ટેડીયમના ઉદ્ધાટન પ્રસંગે, કેન્દ્રીય રમતગમત પ્રધાન કિરણ રિજ્જુએ પ્રાસંગીક સંબોધન કરતા કહ્યું કે, દેશભરમાં ખાનગી કે સરકારી સંસ્થા ફિટ ઈન્ડિયાનો માહોલ બનાવ્યો છે. ગુજરાત સરકારે રમતગમતને પ્રોત્સાહન આપવા પ્રયાસ કર્યા છે. ખેલો ઈન્ડિયાને કારણે ગુજરાત ટોપ 5માં છે. ગુજરાતે પોતાની માન્યતા બદલી નાખી છે. અમદાવાદ સ્પોર્ટ્સ સિટી બની રહ્યું છે.

  • 24 Feb 2021 12:49 PM (IST)

    સ્પોર્ટસ એન્કલવ પણ સરદાર પટેલ સ્ટેડીયમની માફક જ વિશ્વનું અગ્રીમ બની રહેશેઃ નિતીન પટેલ

    સરદાર પટેલ સ્ટેડીયમ પાસે આકાર પામી રહેલા સરદાર પટેલ સ્પોર્ટસ એન્કલવ પણ સરદાર પટેલ સ્ટેડીયમની માફક જ વિશ્વનું અગ્રીમ બની રહેશે તેવો વિશ્વાસ વ્યક્ત કરીને નાયબ મુખ્ય પ્રધાન નિતીન પટેલે કહ્યું કે, ગુજરાતના લોકો સ્પોર્ટસમાં પણ આગળ પડતા રહેશે અને ભારતનુ નામ રોશન કરશે.

  • 24 Feb 2021 12:45 PM (IST)

    નરેન્દ્રભાઈને નાની વાત પસંદ નથી, સ્ટેચ્યુ હોય કે સ્ટેડીયમ વિશ્વનું સૌથી મોટુ બનાવવામાં રસઃ નિતીન પટેલ

    ગુજરાતના નાયબ મુખ્ય પ્રધાન નિતીન પટેલે, મોટેરામા આકાર પામેલા વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડીયમના લોકાર્પણ પ્રસંગે પ્રાસગિક સંબોધન કરતા કહ્યું કે, ગુજરાત માટે એવુ કહેવાતુ હતુ કે ગુજરાતઓ રમત ગમતમાં રસ નથી તેમને માત્ર ધંધા રોજગાર અને રૂપિયા કમાવવામાં જ રસ હોય છે. પણ આ વાત ખોટી પૂરવાર થઈ છે. જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ સમયે નિર્ણય કર્યો કે વિશ્વનું સૌથી મોટુ સ્ટેડીયમ બનાવવુ. નરેન્દ્રભાઈને નાની વાતમાં રસ નથી. વિશ્વમાં સૌથી મોટુ બનાવવામાં રસ છે. પછી એ સ્ટેડીયમ હોય કે સરદારનુ સ્ટેચ્યુ.

  • 24 Feb 2021 12:22 PM (IST)

    રાષ્ટ્રપતિએ સરદાર પટેલ સ્ટેડીયમ ખાતે સ્પોર્ટસ એન્કલનું કર્યુ ભૂમિપુજન

    રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે, સરદાર પટેલ સ્ટેડીયમ  ખાતે આકાર લઈ રહેલા સ્પોર્ટસ્ એન્કલવનું ભૂમિપૂજન કર્યું હતું. આ પ્રસંગે કેન્દ્રના ગૃહપ્રધાન અમિત શાહ, કેન્દ્રીય રમતગમત પ્રધાન કિરણ રિજ્જુ, ગુજરાતના નાયબ મુખ્યપ્રધાન નિતીન પટેલ, બીસીસીઆઈ અને જીસીસીના પદાધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યાં હતા.

  • 24 Feb 2021 12:19 PM (IST)

    રાષ્ટ્રપતિએ મોટેરાના સરદાર પટેલ સ્ટેડીયમનું કર્યું લોકાર્પણ

    રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના હસ્તે મોટેરાના સરદાર પટેલ સ્ટેડીયમનુ લોકાર્પણ કર્યું હતું. આ પૂર્વે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે, રાષ્ટ્રપતિનું સ્વાગત કર્યું હતું. તેમની સાથે કિરણ રિજ્જુ અને રાજીવ શુક્લા ઉપસ્થિત રહ્યાં હતા. શાસ્ત્રોક્ત વિધી સાથે સ્ટેડીયમનું લોકાર્પણ કર્યું હતું.

  • 24 Feb 2021 11:34 AM (IST)

    લોકગાયક કિંજલ દવેએ ગાયા ગીત-ગરબા

    લોક ગાયિકા કિંજલ દવેએ, સ્ટેડીયમના ઉદધાટન પ્રસંગે એકઠા થયેલા પ્રેક્ષકો સમક્ષ ગીત ગાઈને પરફોર્મન્સ રજુ કર્યુ હતું. જેમાં કિંજલ દવેએ ગુજરાત અને ગુજરાતીઓને લગતા ગીત ગરબા ગાયા હતા.

Published On - Feb 24,2021 2:33 PM

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">