મહિલા ક્રિકેટમાં ICCનો મહત્વનો નિર્ણય, જાન્યુઆરી 2023માં યોજાશે પહેલો U-19 women’s World Cup

મહિલા ક્રિકેટમાં ICCનો મહત્વનો નિર્ણય, જાન્યુઆરી 2023માં યોજાશે પહેલો U-19 women’s World Cup
ICC U-19 Women's World Cup to take place in January 2023
Image Credit source: ICC

અત્યાર સુધી અંડર 19 વર્લ્ડ કપનું આયોજન માત્ર પુરૂષ ક્રિકેટમાં જ થયું છે. ICC જાન્યુઆરી 2023થી મહિલા અંડર 19 વર્લ્ડ કપ પણ શરૂ થવા જઈ રહ્યુ છે.

TV9 GUJARATI

| Edited By: Nirupa Duva

Mar 29, 2022 | 4:25 PM

ICC મહિલા ક્રિકેટમાં એક મોટું પગલું ભરવા જઈ રહ્યું છે. જેમાં પહેલો ICC અંડર-19 મહિલા વર્લ્ડ કપ (U-19 women’s World Cup ) જાન્યુઆરી 2023માં રમાવાનો છે. આ ટુર્નામેન્ટ T20 ફોર્મેટ (T20 format)માં રમાશે. ICC CEO જ્યોફ એલાર્ડિસે આ માહિતી આપી છે. અંડર 19 મહિલા વર્લ્ડ કપનો યજમાન દેશ હજુ નક્કી થયો નથી. આ સંદર્ભમાં, એક અઠવાડિયામાં ICC બોર્ડની બેઠક થશે જેમાં યજમાન દેશ નક્કી કરવામાં આવશે. અત્યાર સુધી ICC મહિલા ક્રિકેટમાં માત્ર 50 ઓવરના વર્લ્ડ કપ અને T20 વર્લ્ડ કપનું આયોજન કરે છે.

જોકે 2021ના અંતમાં બાંગ્લાદેશમાં મહિલા અંડર 19 વર્લ્ડ કપ (U-19 women’s World Cup ) યોજાવાનો હતો પરંતુ પછી તેને મોકૂફ રાખવામાં આવ્યો હતો. મહિલા ટી20 વર્લ્ડ કપ પણ 2023માં યોજાવાનો છે. મહિલા T20 વર્લ્ડ કપ ફેબ્રુઆરી 2023માં દક્ષિણ આફ્રિકામાં રમાવાનો છે. છેલ્લી વખત ઓસ્ટ્રેલિયામાં મહિલા T20 વર્લ્ડ કપ યોજાયો હતો. ત્યારબાદ ઓસ્ટ્રેલિયાએ ફાઇનલમાં ભારતને હરાવ્યું હતું.

અંડર 19 વર્લ્ડ કપ મહિલા ક્રિકેટમાં બદલાવ લાવશે

અંડર 19 વર્લ્ડ કપ શરૂ કરવાનો નિર્ણય મહિલા ક્રિકેટ માટે ક્રાંતિકારી સાબિત થઈ શકે છે. હાલમાં, ઘણા દેશો જુનિયર સ્તરે મહિલા ક્રિકેટમાં વધુ પ્રતિભા ઉભી કરવામાં સક્ષમ નથી. આ નિર્ણયથી બોર્ડનું ધ્યાન જુનિયર લેવલ પર પણ જશે અને તે ત્યાં પાયાની સુવિધાઓ તૈયાર કરવામાં પણ મદદ કરશે. આ સાથે, ટીમોને એક વિશાળ ટેલેન્ટ પૂલ ઉપલબ્ધ થશે. તેમજ આ ટૂર્નામેન્ટ ટી-20 ફોર્મેટમાં કરાવવાથી મહિલા ક્રિકેટના દર્શકોમાં પણ વધારો થશે. આનાથી આવક ન મળવાના બહાના પણ સમાપ્ત થઈ શકે છે.

2023માં મહિલા અંડર 19 વર્લ્ડ કપનું આયોજન કરવામાં આવશે

90ના દાયકાથી પુરૂષ ક્રિકેટમાં અંડર 19 વર્લ્ડ કપનું આયોજન કરવામાં આવી રહ્યું છે અને તેને લઈને ભારે માહોલ છે. છેલ્લા કેટલાક વર્ષોમાં અંડર-19 મેન્સ ક્રિકેટના દર્શકોની સંખ્યામાં પણ વધારો જોવા મળ્યો છે. આવી સ્થિતિમાં મહિલા અંડર 19 વર્લ્ડ કપ પણ અપાર સંભાવનાઓથી ભરેલો હશે.

આ પણ વાંચો : Gujarat Assembly election 2022 : ગુજરાત ચૂંટણીમાં આમ આદમી પાર્ટીની થશે એન્ટ્રી, પાટીદાર અને મુસ્લિમ વોટબેંક કબજે કરવાનો કેજરીવાલનો પ્લાન

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati